SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ પ્ર. ૩] ખબરદાર અને અન્ય કવિઓ [૧૨૭ પશ્ચિમની વિચારણાની તુલનાત્મક સમીક્ષારૂપ છે. અંગ્રેજી કાવ્યોના સફળ અનુવાદ કરવા ઉપરાંત એમણે કેટલાંક સારાં મૌલિક કાવ્ય પણ આપ્યાં છે. ભગવાનલાલ લક્ષ્મીશંકર માંકડ(૧૮૯૨–૧૯૬૯)ના સંગ્રહ “રૂપલીલા, (૧૯૨૨)માં કૃષ્ણભક્તિનાં બસો જેટલાં પદે પ્રાચીન રીતિમાં લખાયાં છે. કલ્પનાના કવચિત ઝબકારા તેમનામાં જણાય છે, છતાં કાવ્યને રસકેટિએ પહોંચાડવાની શક્તિ તેમનામાં નહિવત છે. લેખકને સંગીતને ખ્યાલ હોય તેમ જણાય છે. ઉપરાંત તેમણે “Clouds' (૧૯૧૭) અંગ્રેજી ગ્રંથ, “મામેરું' (૧૯૨૮)નું સંપાદન કરી પ્રગટ કર્યા છે. “સાહિત્યકુંજ' (૧૯૩૦) કાવ્યસંચય સંપાદિત કર્યો છે. તેમને બીજા સંગ્રહ “રૂપલેખા'(૧૯૩૭)માં રાસ, ગીતો છે. લાંબે ગાળે પ્રગટ થયે હોવા છતાં તેમાં તેમને કોઈ નેધપાત્ર વિકાસ દેખાતું નથી. તેમણે સુંદર લલિત નિબંધે પણ લખ્યા છે. શંભુપ્રસાદ છેલશંકર જોશીપુરા “કુસુમાકર)(૧૮૮૩–૧૯૬૨)ની કાવ્યસાધના ગંભીરભાવે થયેલી છે. તેમનાં કાવ્યોમાં અધ્યાત્મભાવ વિશેષ તરી આવે છે. “સ્વપ્નવસંત' (૧૯૬૩) નામને તેમને એક દળદાર સંગ્રહ મરણોત્તર પ્રગટ થયો છે. તેમની કવિતાના વિકાસમાં પંડિતયુગ અને પછીની કવિતાની અસર જોવા મળે છે. પ્રકૃતિ તરફને અહોભાવ પ્રગટ થાય છે. પરંતુ કલાદષ્ટિની ઓછપ હોવાથી ઘણું કાવ્યો લખવા છતાં તેમનું સત્ત્વશીલ કલામય સર્જન ઓછું છે. કુસુમાકરે “સ્વપ્નવિભાવરી'માં ઊર્મિમાળા કાવ્ય લખ્યું હોવાનું તેંધાયું છે. બાળકાવ્યો અને ટાગોરની અનુકૃતિઓ પણ આપેલાં છે. તેમણે ગદ્યમાં ચિંતનાત્મક નિબંધ, વાર્તાઓ, લઘુનવલ, નવલકથા, હાસ્યરસના લેખે અને કવિ-સાક્ષરો વચ્ચે હું' નામે જીવન અનુભવિકા તથા નાટકે પણ લખ્યાનું જણાવાયું છે. પરંતુ તેઓ વિશેષ જાણીતા છે કવિ તરીકે. નર્મદાશંકર બાલાશંકર પંડયા(૧૮૯૩)એ થોડાં કાવ્યો લખ્યાં હેવા છતાં, તેમનું વધુ લખાણું ગદ્યમાં છે અને તે પણ બંગાળી ગ્રંથાના અનુવાદરૂપે છે. બંગાળના એક સંતના ભક્તિ-વિષયક પત્રાનું બંગાળીમાંથી કરેલું ભાષાંતર પાગલ હરનાથ' (૧૯૧૨) નામે પુસ્તકરૂપે પ્રગટ થયું છે. તે પછી તેમણે શશિકાર ઘેાષના “અમીય નિમાઈ ચરિત’છ ભાગ પૈકી પ્રથમને અનુવાદ શ્રીકૃષ્ણ-ચૈતન્ય ભા. ૧” (૧૯૧૩) નામે, રમેશચંદ્ર દત્તની નવલકથા “સમાજને અનુવાદ “સંસારદર્પણ (૧૯૧૪) નામે, બંગાળીમાંથી રામકૃષ્ણ કથામૃત (૧૯૧૮–૧૯) નામે ગ્રંથે પ્રગટ કર્યા છે. કેટલાક અંગ્રેજી ગ્રંથોના અનુવાદ પણ તેમણે પ્રગટ કર્યા છે, જેમાં સ્વામી વિવેકાનંદ ભા. ૪-૫' (૧૯૧૭-૧૮),
SR No.032076
Book TitleGujarati Sahityano Itihas Part 04
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy