SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ .. ૩] ખબરદાર અને અન્ય કવિએ [ ૧૨૯ ફાવ્યામાં આત્મલક્ષી ઊર્મિકાવ્યા — વ્યક્તિવિશેષનાં કાવ્યો— વિશેષ સંખ્યામાં છે. ભાવનાપ્રધાન કાવ્યેાની સંખ્યા પણ ઓછી નથી. ગીતા ઉપર ન્હાનાલાલની અસર દેખાય છે; પણ પનાની, રાગીયતાની ઊણપ વરતાય છે. છ ંદોબદ્ધ લાંબાં અને ટૂંકાં કાવ્યામાં, છંદ અને ભાષા બંનેમાં સિદ્ધિ હવા છતાં, શબ્દને ઘટા ટાપ વિશેષ આવી જવાથી વસ્તુને સઘન સ્પર્શ આòા થઈ જાય છે. શબ્દાવલિના વૈભવ વિશેષ છે. કવિએ કેટલાંક સાનેટ પણ રચ્યાં છે, પરંતુ તેમાં તેમની સિદ્ધિ મધ્યમ કક્ષાની છે. કવિનું સર્જન સંખ્યાદષ્ટિએ વિપુલ છે, જેમાંનુ ઘણુંખરું મધ્યમ કક્ષાનું, કેટલુંક સામાન્ય પણ છે. તેમાંથી મૃગચર્મ’, ‘અમર ઇતિહાસે', 'ધેલી આંખડી,' પ્રત્યાઘાત', જેવાં કાવ્યા તેમાંના ભાવ-વિચારના સૌન્દર્યથી સ્મરણીય રહે તેવાં બન્યાં છે. ‘મૃગચર્મ' સ ંવેદનના સ્પર્શ આપતુ ઋજુ બાનીથી પારદર્શક રીતે ભાવાભિવ્યક્તિ સાધતું તેમનું ઉત્તમ કાવ્ય બન્યું છે. * ચિમનલાલ ભોગીલાલ ગાંધી વિવિસુ' (૧૮૯૪) એક સતત વિકાસેાન્મુખ રહેલા કવિ છે. ‘રાસપાંખડી’ (૧૯૩૮) એ તેમનાં ગીતાનેા સંગ્રહ છે. વ્યંજનાના અભાવને લીધે તેમનાં ગીતા રસાવહ આછાં બન્યાં છે. સારાં મુક્તાના લેખક તરીકે તેઓ જાણીતા છે. તેમને મુક્તકસંગ્રહ ‘પાંખડીઓ’ નામે પ્રગટ થયા છે. ગજેન્દ્ર લાલશંકર પંડા (૧૮૯૫)એ ‘સંયુક્તાખ્યાન' (૧૯૩૨) અને ‘તરંગમાળા' (૧૯૩૩) એ બે કાવ્યસંગ્રહે આપ્યા છે. પહેલામાં જૂની ઢબે મનહર છંદમાં સંયુક્તા અને પૃથ્વીરાજના શૃંગારનું આલેખન થયું છે, પણ તે વિશેષ સ્થૂલ છે. ‘તરંગમાળા'માં ઝાઝું રસતત્ત્વ નથી કે ઊંડાણુ પણુ નથી. તેમણે પ્રેમાનંદના ‘મામેરું' ઉપર એક વિસ્તૃત વિવેચનાત્મક નિષધ લખેલે। જે ‘કૌમુદી'માં ૧૯૨૫માં પ્રગટ થયા હતા. તેમણે ‘વલ્લભનું જીવન' (૧૯૨૯) અને ‘નરસિંહનું જીવન’ (૧૯૨૯) નામનાં બે પુસ્તકેા, તે કવિનાં જીવનની ઉપલબ્ધ સામગ્રીને આધારે લખ્યાં છે. એમનું નાટક ‘કૅાલેજકન્યા' ખૂબ જાણીતુ થયું હતું. સામાજિક બદીઓ પર પ્રહાર કરતાં સામાજિક નાટકા ઉપરાંત, છેલ્લા પાવાપતિ' જેવાં ઐતિહાસિક નાટકા પણ એમણે લખેલાં છે. ર‘જિતલાલ હરિલાલ પડથા (કાશ્મલન) (૧૮૯૬) ‘રામની કથા’(૧૯૨૬)માં રામાયણની કથા સબહ્નરૂપે આલેખે છે. વનમાં તેમની શક્તિને સારા પરિચય થાય છે. તે પછી કાશ્મલનનાં કાવ્યા’ (૧૯૩૪) પ્રગટ થાય છે. આ સંગ્રહમાં અર્વાચીન ઢબનાં સારાં ઊર્મિકાવ્યા અને ‘શકુન્તલા’ તથા ‘જમદગ્નિ ગુ. સા. ૯
SR No.032076
Book TitleGujarati Sahityano Itihas Part 04
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy