SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૬ ] ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ [ચં. ૪ ગદ્યમય ભાવગીતે લખવાનો પ્રયાસ નેંધપાત્ર ગણાય. કાન્તના છંદોવિધ્ય અને સંસ્કૃતપ્રચુર ભાષાનું અનુસરણ તેમણે કર્યું છે. વસ્તુ-સંજનાનું શિથિલ્ય, નિરૂપણની કિલષ્ટતા, રસચમત્કૃતિને અને કલાદષ્ટિને અભાવ હોવાથી કાન્તની કલા તેઓ સિદ્ધ કરી શક્યા નથી. ન્હાનાલાલના “જયા-જયંતીને અંગ્રેજીમાં અનુવાદ કરનાર ઉછરંગરાય કેશવરાય ઓઝા(૧૮૯૦)એ “સૌરાષ્ટ્રની રસધારમાંથી વિષય લઈ ડોલનશૈલીમાં બે ખંડકાવ્યો “સેણી અને વિજાણંદ તથા “મેહ-ઊજળી' (૧૯૩૫) આપ્યાં છે. મૂળ જેટલાં પણ રસમય બન્યાં નથી. સીતારામ જેસીગભાઈ શર્મા(૧૮૯૧–૧૯૬૫?)ના બે કાવ્યસંગ્રહ પ્રસૂનાંજલિ' (૧૯૧૫) અને “સ્વદેશગીતા' (૧૯૨૦) નરસિંહરાવ, મણિલાલ, કાન્ત, લલિત, કલાપી અને વિશેષ તે નેહાનાલાલના અનુકરણમાં રચાયેલાં ગીતોના સંગ્રહ છે. તેમણે "વીણવિહાર' ભા. ૧, ૨ (૧૯ર૩-૨૪) નામની એક નવલકથા મરાઠી ઉપરથી લખી છે. જુવાનીમાંની વાતો' (૧૯૨૮) એ તેમને ટૂંકી વાર્તાઓને સંગ્રહ છે. પત્રકારત્વક્ષેત્રે તેમણે વિવિધ પત્રો-સામયિકના તંત્રીસહતંત્રી તરીકે કામ કરેલું. તેમણે કરેલા રવીન્દ્રનાથનાં કાવ્યના અનુવાદે રસનહીન છે. જનાર્દન હાનાભાઈ પ્રભાસ્કર (૧૮૯૧) વિહારિણી' (૧૯૨૬) શરદિની' (૧૯૨૮), “મંદાકિની' (૧૯૩૦) અને “રાસનન્દિની' (૧૯૩૪) એ ચાર કાવ્યસંગ્રહો આપ્યા છે. ન્હાનાલાલનું અનુકરણ બહુધા કરવા છતાં આ કવિમાં થડી સારી મૌલિકતા દેખાય છે. ગીતમાં ખાસ કરીને ઉપાડની પંક્તિઓ સારી છે. પ્રણય, નિસર્ગ અને કમળ ભાવોનું આલેખન નોંધપાત્ર છે. વાચ્યાર્થ, કલાઅંશની અને રસડાણની અપર્યાપ્તતાને લીધે તેમની રચનાઓ ઊંચું કવિત્વ પ્રાપ્ત કરી શકતી નથી. મંજુલાલ જમનારામ દવે (૧૮૯૧–૧૯૬૪): મુંબઈ, સુરત આદિ શહેરની પ્રસિદ્ધ કોલેજોમાં અંગ્રેજી અને ફ્રેન્ચના પ્રાધ્યાપક તરીકે યશસ્વી સેવાઓ આપનાર મંજુલાલ ટાગોરના ઊંડા અભ્યાસી હતા. ટાગેરના “ડાકઘર'(૧૯૧૫)ને તેમણે ગુજરાતી અનુવાદ કર્યો છે. તેમણે ડી. લિ.ની પદવી માટે કેન્ય ભાષામાં લખેલે અઢીસો પાનાંને નિબંધ “લા પિએઝી દ રવીન્દ્રનાથ ટાગોર રેમાં રેલાંની પ્રશસ્તિ પામે છે, અને પીએચ.ડી.ની પદવી માટે લખેલો બીજે નિબંધ ‘યુરપ-એશિયાના સાહિત્યમાંને લક્ષ્યવાદ (Symbolism) આ વિષય પરની પૂર્વ
SR No.032076
Book TitleGujarati Sahityano Itihas Part 04
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy