SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૮] ગુજરાતી સાહિત્યને ઈતિહાસ અને માંગલ્યભાવનાથી આલેખ્યા છે. નરસિંહરાવે શૈવલિની'ના પુરસ્કરણ (જુઓ “બેટાદકર શતાબ્દી ગ્રંથ' પૃ. ૨૮૮/૫)માં બોટાદકરની કવિતાનું વિષયદષ્ટિએ વગીકરણ કર્યું છે. (૧) અન્યક્તિ (૨) સ્વભાક્તિ (૩) આર્યસંસાર અને (૪) માનવમાત્રના ગૃહજીવનનું દર્શન એવા ચાર વર્ગ તેમણે પાડ્યા છે. વિશ્વનાથ મ. ભટ્ટ તેમની કવિતાના પ્રધાન બે જ વિષય ગણાવે છેઃ (૧) આર્યગૃહસંસાર (૨) પ્રકૃતિવર્ણન.૨૮ આ ઉપરાંત પોતાના દરેક કાવ્યસંગ્રહને આરંભે નાન્દી રૂપે હોય તેમ તેમણે સપ્રણયને જે વંદના કરી છે તે જોતાં અને તેમનાં ગૃહજીવનનાં કાવ્યમાં પ્રણયનાં માંગલ્યની જે ભાવના નીતરી રહેલી છે તથા પ્રણય પર આર્યજીવનદષ્ટિની અને ભદ્ર સંસ્કારિતાની જે ફોરમ ફરી રહી છે તે જોતાં અને પ્રણયભાવનાં જે ચેડાં કાવ્યો મળે છે તે લક્ષમાં લેતાં પ્રણય પણ તેમને કવનવિષય છે. બોટાદકર ગામડાના કવિ છે તે તેમનાં પ્રકૃતિકા વાંચતાં તરત જણાઈ આવે છે. પ્રકૃતિનાં ભવ્ય-રમ્ય દશ્યોનાં આલેખન જેમાં થયાં છે તે “પ્રભાત', ક્ષિતિજ', “રાત્રિ', “શરદમેઘ, “ગિરિનિર્ઝર', “શરચંદ્ર' જેવાં થોડાં કાવ્ય બાદ કરતાં બટાદકરમાં શુદ્ધ પ્રકૃતિકાવ્ય ખાસ મળતાં નથી. મુખ્યતવે જે પ્રકૃતિનું નિરૂપણ સાહજિક રીતે આવે છે તે તેમની નજર આગળની ગ્રામપ્રકૃતિ છે. આવળનાં ફૂલ, પરબ, વાડીના કેસ, ગોરજ ટાણે ગામ ભણી વળતાં ધણુ, કાપણી, લણણી અને ગ્રામજીવનમાં વણાઈ ગયેલા મેળા અને અન્ય ઉત્સવોનાં દશ્ય વગેરે તળપદા જાનપદ સૌન્દર્ય'ના તેઓ ગાયક છે. આ પ્રકૃતિકાવ્ય પણ શુદ્ધ પ્રકૃતિનિરૂપણનાં કાવ્ય બનતાં નથી. “પ્રકૃતિમાં ગૃહભાવારોપણ એ બેટાદકરનાં પ્રકૃતિકાવ્યોનું લક્ષણ છે, અને એકંદરે એમની દષ્ટિ કુટુંબ કે ગૃહ કરતાં આગળ વધી જ શકતી નથી.”૨૯ સુન્દરમ નેધે છે તેમ બોટાદકર પ્રકૃતિનાં કાવ્યોમાં પ્રકૃતિના નિરપેક્ષ સૌન્દર્ય કરતાં નરસિંહરાવની રૂઢ રીતે યથેચ્છ માનવભાવનું આરે પણ કર્યા કરે છે.૩૦ બેટાદકરનાં પ્રકૃતિકાવ્યોની આ લાક્ષણિકતા તેમની મર્યાદ પણ ગણાય. કુટુંબભાવ તેમના ચિત્તમાં એટલે પ્રબળ હોય છે કે પ્રકૃતિકાવ્યમાં પણ તે પ્રવેશી જાય છે એટલું જ નહિ મુખ્ય પણ બની જાય છે. આ રીતે કુટુંબભાવનું નિરૂપણ થતાં પ્રકૃતિતત્ત્વ કાં તે અદષ્ટ થાય છે અથવા ગૌણ બની જાય છે. ઉ.ત. “બાલેન્ડ' (કાલિની) અને “ગિરિનિર્ઝર(સ્ત્રોતરિવની)માં તેમને શિશુત્વ કે પુત્રત્વનું, “ઉષા (નિર્ઝરિણી)માં કન્યા અને માતાનું, “પોયણી' (રાસતરંગિણુ)માં પ્રેમનીતરતી પત્નીનું તથા “શર્વરી (શૈવલિની)માં પ્રણયનિષ્ઠ ગૃહિણીનું આલેખન કર્યા સિવાય તે રહી શકતા નથી. “જ્વલન” અને “ક્ષિતિજ.
SR No.032076
Book TitleGujarati Sahityano Itihas Part 04
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy