SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ પ્ર. ૩] ખબદદાર અને અન્ય કવિઓ [ ૧૧૯ (શૈવલિની)માં પણ આ જ લક્ષણ નજરે પડે છે. પ્રકૃતિસૌન્દર્યનું નિરૂપણ થયું ન થયું ત્યાં તે તેઓ તેમાં માનવભાવ અને ગૃહભાવ આપી દે છે. તેઓ તત્ત્વતઃ કુટુંબભાવના કવિ છે, ગૃહ એ જ તેમનું કવિત્વક્ષેત્ર છે, અને તેમની શક્તિ તથા શક્તિસીમા ઉભય એમાં જ સમાયેલાં છે. આ આરોપિત ભાવ કાવ્યોમાં ઘણી વાર અપ્રતીતિકર અને રસહીન બને તેટલી હદે અને સજીવારોપણ અને અન્યક્તિઓ રૂપે અરુચિકર બને તેવી રીતે પણ ઘણી વાર પ્રવેશી જાય છે. હિંદુ ગૃહસંસાર અને મુખ્યત્વે પોતાના જમાનાના ગામડાને ગૃહસંસાર એ બોટાદકરને પ્રધાન કવનવિષય છે. અનંતરાય રાવળેકર યોગ્ય તારવ્યું છે કે સંસારજીવનના આલેખનમાં પુરુષને મુકાબલે નારીજીવનનું આલેખન વિશેષપણે, સરસાઈ સૂચક થયેલું છે. આ નિરૂપણ કુટુંબજીવનના વિવિધ પ્રસંગેના સંદર્ભમાં થયેલું છે, જેમ કે પરણીને આવતા પુત્રને પેખતી, પુત્રીને સાસરે વળાવતી અને બાળકના અવસાનનું દુઃખ અનુભવતી માતા. કન્યા, માતા, સાસુ, નણંદ, લગ્નદ્યતા, નવોઢા, બહેન, ગૃહિણ, સીમંતિની, વિધવા એમ સ્ત્રીની જુદી જુદી વય અને અવસ્થાના તથા સ્વરૂપના અને વિવિધ પરિસ્થિતિમાં મુકાતાં તેને થતાં ભાવસંવેદનના આલેખનમાં બોટાદકર ગુજરાતી કવિતામાં અનન્ય ગણાશે. બોટાદકરનું નારીજીવનનું નિરૂપણ અને સંસારજીવનના સર્વસામાન્ય પ્રસંગોએ અનુભવાતાં તળપદાં સંવેદનોનું નિરૂપણ એવી સાહજિકતાથી, સરળતાથી થયું છે કે તે તત અન્યથી જુદા તરી આવે છે. વ્રત કરતી કન્યાઓ; પનઘટ પર જળ ભરવા જતી, વલેણું કરતી, રાસ રમતી, બાળકને હીંચોળતી અને વડીલની લજા જાળવતી સ્ત્રીઓ; ભાઈબીજને દિવસે ભાઈની ઉત્સુકતાથી રાહ જોતી બહેન, પિયરના આણાની આતુર આકાંક્ષા રાખતી અને આણું આવ્યું હરખાતી “સાસરવાસણી, સાસુનણંદના પ્રેમને નવાજતી પુત્રવધૂ, પતિગૃહે પ્રથમ પ્રવેશ કરતી અને પ્રથમ રાત્રિના આનંદસુખ-વૈભવને હૃદયમાં ગુંજતી નવવધૂ, પતિને પરગામ જત અને પરગામથી આવતો જોઈ થતાં સંવેદનને અનુભવતી પત્ની, પારણે પહેલા બાળકની ફિકરથી રાસ છોડી બાળક પાસે પહોંચી જતી માતા – આમ વિવિધ પરિસ્થિતિમાં અનુભવાતાં સ્ત્રીહૃદયનાં સુકુમાર સંવેદનાને કવિ પૂર્ણતાથી પામી શક્યા છે અને તેનું મધુર દર્શન કરાવતાં કાવ્યો કવિએ આપ્યાં છે. બોટાદકરનું નારીજીવનનું નિરૂપણ તેના ઉજજવલ પાસાને પ્રગટ કરે છે. તે માંગલ્યપૂર્ણ, મધુર, પ્રસન્ન અને ગૌરવપૂર્ણ છે. જૂની કુટુંબપ્રણાલીમાં રહેલ આર્યસંસારની મીઠાશમધુરપને તેઓ આસ્વાદ કરાવે છે તેથી યોગ્ય રીતે જ તેઓ માંગલ્યના, નારીહૃદયના અને
SR No.032076
Book TitleGujarati Sahityano Itihas Part 04
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy