SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ પ્ર. ૩] . ખબરદાર અને અન્ય કવિઓ [ ૧૧૭ સઘન અભ્યાસ કર્યો. અમરકેશ મોઢે કર્યો અને કાલિદાસનો અભ્યાસ કર્યો. સુભાષિતરત્નભાંડાગાર” એ સંસ્કૃત કલેકસંગ્રહ તેમણે અનેક વાર વાંચેલે. આ અભ્યાસ એટલે ઊંડે હતો કે સંસ્કૃતમાં તેઓ કરચના કરી શકતા. સો જેટલી ગુજરાતી કહેવતોને તેમણે સંસ્કૃતમાં ભાષાંતરિત કરી છે. તેમની કવિતામાં થયેલ ઘણું અપરિચિત સંસ્કૃત શબ્દોનો ઉપયોગ, સંસ્કૃત વૃત્તોને શુદ્ધ અને સૌષ્ઠવપૂર્ણ વિનિયોગ, દીર્ઘ સમાસ, અર્થાન્તરન્યાસ અને “અન્યક્તિને વધુ પડતો ઉપયોગ, કવિતામાં શબ્દ માટે ન અનુભવવી પડતી મૂંઝવણ ઈત્યાદિ સંસ્કૃતના અભ્યાસનાં પરિણામ છે. તેમની કવિતામાં દેખાતું બોધક તત્વ અને શબ્દાનુપ્રાસ તથા વર્ણાનુપ્રાસનું અધિક પ્રમાણ દલપતરામની કવિતાના અને સંસ્કૃત સુભાષિતાના એકાધિક વાચનને આભારી છે. આ ઉપરાંત કલાપીની કવિતાની અને ખંડકાવ્ય ઉપર કાન્તની અસર પણ તેમની કવિતામાં વરતાય છે. મુંબઈના વસવાટ દરમિયાન બોટાદકરની સર્જનપ્રવૃત્તિને વળાંક આપનાર ઘટના એ બની કે હરિલાલ હર્ષદરાય પ્રવના “ચંદ્ર' માસિક અને “કાવ્યમાધુર્ય દ્વારા તેઓ અંગ્રેજી રીતિની નવી તત્કાલીન કવિતાના સંપર્કમાં આવ્યા. કાવ્યસમજ, રીતિ પર તેમ જ પ્રણય, પ્રકૃતિ, માતૃભૂમિપ્રેમ અને પાત્રલક્ષી સંવેદને જેવા વિષય પરત્વે તેમની કવિતા ઈ. ૧૮૯૫ પછી વળાંક લે છે, આરંભની દલપતરીતિમાંથી તે લગભગ બહાર નીકળે છે અને તત્કાલીન કવિતાના રાહે રચાતી આવે છે. આમ છતાં કાવ્યબાની, વૃત્તસૌષ્ઠવ, અલંકારે ઇત્યાદિ બાબતોમાં તેમની કવિતા પ્રધાનપણે સંસ્કૃત અસર દાખવે છે. આ અસર લગભગ છેવટ સુધી રહે છે. અંગ્રેજી રીતિની તેમની કેટલીક રચનાઓ ઈ. ૧૯૦૦ પહેલાં “ચંદ્ર' માસિકમાં પ્રગટ થાય છે જે તેમની સજનપ્રવૃત્તિને પ્રોત્સાહક અને પ્રેરક બને છે. અંગ્રેજી ભણેલા ન હોવાથી બોટાદકરની કવિતાને નવીન અંગ્રેજી પદ્ધતિની કવિતાના જે સંસ્કાર મળ્યા તે પરોક્ષ રીતે મળ્યા છે. “આવળનાં ફૂલને', “તન્મયતા” અને “સ્વપ્ન” કાવ્યો અમૃતલાલ દાણીએ અનુક્રમે “The Deffodils', “The Solitary Reaper' અને “The Soldier's Dream'ને જે સાર કહેલા તેના સંસ્કારથી રચાયાં છે. નવું પ્રાપ્ત કરવાની બોટાદકરની તત્પરતાએ તેમને વિકટ યુગસંદર્ભમાં ભલે મોડેમોડે પણ પિતાને આગવા ક્ષેત્રના વિશિષ્ટ કવિ તરીકે પ્રસ્થાપિત કર્યા છે. અલ્પશિક્ષિત હોવા છતાં બોટાદકરે પોતાની કવિતાનું જે આગવું અને નિરાળું ક્ષેત્ર સહજ સૂઝથી મેળવી લીધું તેમાં તેમની કાવ્યઅભિજ્ઞા પ્રગટ થાય છે (જુઓ “બેટાદકર શતાબ્દી ગ્રંથ' પૃ. ૨૮૮/૫). પ્રકૃતિ, પ્રણય અને ગૃહસંસાર તેમની કવિતાના પ્રધાન વિષય છે, જે તેમણે પૂરા ગાંભીર્ય, તળપદી સૌન્દર્યદષ્ટિ
SR No.032076
Book TitleGujarati Sahityano Itihas Part 04
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy