SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૬] ગુજરાતી સાહિત્યને ઇતિહાસ [J. ૪ માંડમાંડ ગુજરાતી છ ધોરણ સુધી અભ્યાસ કરી તેર વર્ષની નાની વયે શિક્ષક બન્યા. અત્યંત ટૂંકા પગારની નોકરીને કારણે જિંદગી પર્યત વેઠવી પડેલી આર્થિક ભીંસ દૂર કરવા અનેક ધંધા તેમણે અજમાવી જોયા પણ ન ફાવ્યા. સ્વભાવે સંકોચશીલ, સૌજન્યશીલ અને સ્વમાનપ્રિય આ કવિ જીવનસંગ્રામમાં લક્ષ્મીની કૃપા પામવા ઘણું ઝૂક્યા. તેવીસ વર્ષની વયે ગોસ્વામી નૃસિંહલાલજીના કારભારીનું કાર્ય સ્વીકાર્યું અને મુંબઈમાં વસ્યા. તેમને મુંબઈનિવાસ તેમની કાવ્યસાધનાને ફળદાયી નીવડ્યો. સ્વાથ્ય બગડતાં અને ગોસ્વામી સાથે મતભેદ થતાં તેમણે કારભારીપણું અને મુંબઈ છોડ્યાં. ઉત્તર વયે આર્થિક સ્થિતિ કંઈક સુધરી હોવા છતાં તેમને જીવનભર આર્થિક વિટંબણે વેઠવી પડી એમ કહી શકાય. આ સ્થિતિમાં સંતાનોના અવસાનના આઘાત અને અન્ય વિકટતાઓ વચ્ચે, સરસ્વતીના સેવક થવાનું જ નિર્માણ હેાય તેમ તેમની કાવ્યસાધના લગભગ જીવનપર્યત ચાલુ રહી હતી. બોટાદકરની કાવ્યસરિતાનાં આદિ ઝરણ સત્તર-અઢાર વર્ષની વયે ફૂટ્યાં. “શાહ પ્રણીત લાલસિહ-સાવિત્રી નાટક અથવા સ્વયંવરવિધિથી સુખી દંપતીનું ચરિત્ર' નામનું નાટક તેમનું પ્રથમ પ્રકાશન. ગોકુળગીતા' ઉપરાંત “રાસવર્ણન” અને “સુબોધક કાવ્યસંગ્રહ' તેમની સર્જનપ્રવૃત્તિના આરંભકાળનાં વહેણ, જે ગુણવત્તાની દૃષ્ટિએ નેધપાત્ર નથી; પરંતુ ૧૮થી ૨૨ વર્ષની વય દરમિયાન પ્રગટેલાં આ ઝરણાંમાંથી તેમનું કાવ્યવહેણ સરિતાસ્વરૂપ ધારણ કરે છે અને જીવનભર અખલિત વહેતું રહે છે; જે “કાલિની' (૧૯૧૨), “સ્ત્રોતસ્વિની' (૧૯૧૮), “નિર્ઝરિણી' (૧૯૨૧), રાસતરંગિણી' (૧૯૨૩) અને શૈવલિની' (૧૯૨ ૫) એવા સરિતાવાચક નામભિધાન પામેલા પાંચ સંગ્રહે રૂપે આજે ઉપલબ્ધ છે. - બોટાદકરની કવિતાનાં નવાણ ફૂટ્યાં ત્યારે સંસ્કૃત અને વિશેષે અંગ્રેજી કવિતાની પ્રભાવક અસર તળે ગુજરાતી કવિતા રસ અને કલાસમૃદ્ધ બની ચૂકી હતી. મુખ્યત્વે અંગ્રેજી કાવ્યવિચારણાના અભ્યાસે તે યુગની કાવ્યવિભાવના ઘડાઈ હતી. અલ્પશિક્ષિત બેટાદકર માટે ગુજરાતી કવિતાની આ ઐતિહાસિક પૂર્વભૂમિકા ભારે કસોટીરૂપ હતી. કવિ તરીકે સ્થાપિત થવું તેમને માટે કેટલું વિકટ હતું તે આથી સમજાય તેમ છે. પિંગળનું જ્ઞાન છ ધોરણ સુધીનો અભ્યાસ દરમિયાન તેઓ પામ્યા હતા. ઉપરાંત ભણવામાં આપણું મધ્યકાલીન ભક્તકવિઓની અને દલપતરામની કવિતાના જે સંસ્કાર મળ્યા તે તેમની કવિત્વ-સંસ્કારને જાગ્રત કરનારાં પરિબળે હતાં. આ કારણે આરંભની તેમની રચનાઓમાં જુની અને દલપતરામની કાવ્યશૈલી દેખાય છે. મુંબઈના વસવાટ દરમિયાન તેમણે સંસ્કૃતને
SR No.032076
Book TitleGujarati Sahityano Itihas Part 04
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy