SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ પ્ર• ૩ ] ખબરદાર અને અન્ય કવિઓ [ ૧૧૩ ગીતસમૃદ્ધિ, રાગઢાળની વિવિધતા, અને કલ્પના, ગેયતા, સૂચકતા આદિ તેનાં લક્ષઙ્ગા છે. ભાષા સરળ અને નિરાડંબરી છે, પણ કયાંક અશુદ્ધિથી દૂષિત ખની છે. અપૂર્ણ અને અપ્રગટ એવા આ નાટકનાં કુલ ૫૭ જેટલાં ગીતામાં ભાવની વિવિધતા સારી પેઠે જળવાઈ છે. ગદ્યલેખન વિવેચનઃ કવિતામાં ઊજળા લાગતા ખબરદાર ગદ્યમાં ઝાંખા દેખાય છે. એમાં એમણે પ્રસ્તાવનાઓ, વ્યાખ્યાના અને લેખા દ્વારા વિવેચન કર્યુ` છે. એમની ‘દાદી શતશાઈ', ‘મલબારીનાં કાવ્યરત્ન', ‘વિહારિણી' તથા સાંધ્યગીત’ની પ્રસ્તાવનાઓ પૈકી ખીજીમાં નરિસંહરાવને જવાબરૂપે કવિ પેાતાની પારસીશાઈ છાંટવાળી ભાષા અંગે અપ્રતીતિજનક બચાવ કરે છે અને ત્રીજીચેાથી ચર્ચાસ્પદ મુદ્દાઓથી સભર ને નવી કવિતા સામેના આરાપનામા જેવી બની તેમને વિવેચક કરતાં પ્રહારક તરીકે જ છતા કરે છે, પણ પહેલીમાં તેએ અધિકાંશે ગુણુ અને કૉંઈક અંશે દાષનું આલેખન કરે છે. એમનાં વ્યાખ્યાના પૈકી ઈ. ૧૯૩૭માં મદ્રાસ ખાતેના હિંદી સાહિત્ય સંમેલનના કવિસંમેલનના પ્રમુખ તરીકેનું ગૌણુ અને પ્રાસંગિક છે, પણ ઈ. ૧૯૨૪માં ગુજરાતી સાહિત્ય પરિ ષદના ભાવનગરના સાતમા અધિવેશનના સાહિત્ય વિભાગીય પ્રમુખનું, ઈ. ૧૯૪૧માં એ જ પિરષદના અંધેરીના ચૌદમા અધિવેશનના પ્રમુખનુ અને ઈ. ૧૯૩૯માં મુંબઈ યુનિવર્સિટીના ઉપક્રમે આપેલ ઠક્કર માધવજી વસનજી વ્યાખ્યાનમાળા'માં ગુજરાતી કવિતાની રચનાકળા' પરનાં પાંચ વ્યાખ્યાને ધ્યાનપાત્ર છે. એ પૈકી પ્રથમમાં એમણે કવિ ન્હાનાલાલ અને નવીન કવિતા પર ગર્ભિત પ્રહારો કર્યાં છે, ખીન સ`ગ્રાહી ને આડંબર વગરના વ્યાખ્યાનમાં ભ્રામક વિધાના ને ગુજરાતી વિવેચનના એકપક્ષી ને અપૂર્ણ ઇતિહાસ આપી અમુક નવા-જૂના વિવેચકેાને અન્યાય કરી એમણે અપહરણુ તથા કવિ વિવેચકના પ્રશ્નો ચર્ચી^ કટુતા ને તીખાશ આણ્યાં છે, તથા ત્રીજામાં એ વિષયનું સાંગાપાંગ વિસ્તૃત નિરૂપણુ કે. હ. ધ્રુવ પછી પહેલી વાર સીધી લખાવટમાં કરી એમણે પ્રયત્નતત્ત્વ, કાવ્યના આત્મા, નવી કવિતા અને અક્ષરમેળ વૃત્તો વગેરે પર ભ્રામક, અશાસ્ત્રીય, અસ્વીકાં અને ચર્ચાસ્પદ વિધાના કર્યાં છે. એમણે ધ્વનિત અને દિવ્યછંદ’, ‘કવિતા અને અપદ્યાગદ્ય', ‘ગુજરાતી કવિતામાં પ્રયત્નબંધ' અને ‘મહાછંદની ચર્ચા’ આદિ લેખામાં પ્રયત્નતત્ત્વની ભ્રામક ઇમારતને આધારે વિધાના કર્યા છે અને ગુ. સા. ૮
SR No.032076
Book TitleGujarati Sahityano Itihas Part 04
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy