SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૨] ગુજરાતી સાહિત્યને ઇતિહાસ [થ. ૪ નામક પ્રગટેલા બે કાવ્યસંગ્રહામાં કુલ ૧૬૦ રચનાઓ પ્રગટ થઈ છે. એમાં પ્રકૃતિ, પ્રણય, પ્રભુ, કાવ્યદેવી, ધ, ભારતભક્તિ, જીવન અને મૃત્યુ આદિ વિષયાની અને સ્તાત્રા, ઊર્મિકાવ્યો, સોનેટા અને અંજલિકાવ્યો આદિ પ્રકારની વિવિધતા છે. ગાથામ્ર’થ (૧૯૪૯) : ગાથાપાંડિત્ય એ ખબરદારની વિશિષ્ટતા છે. ઝરભુષ્ટ્રની ગાથાને ગુજરાતી કવિતામાં કવિએ કરેલા અનુવાદ અને એની જોડે જોડેલા તવિષયક સંશોધન-લેખા એ કવિની ઉત્તરાવસ્થાનું મૂલ્યવાન અણુ છે. ઈ. ૧૯૪૯માં પ્રગટ થયેલ અશે! જરથ્રુસ્રની ગાથા પર નવા પ્રકાશ' નામના દળદાર ગ્રંથમાં 'અહુનવઈતિ' નામની પહેલી ગાથાના સાત અધ્યાયેાના કવિએ ગુજરાતી કવિતામાં અનુવાદ આપ્યા છે. ગ્રંથની ભાષા શુદ્ધ અને સરળ ગુજરાતી છે. એમણે ગાથાની કવિતામાં કયાંય મૂળ અર્થને જરા પણ હાનિ આવવા દીધી નથી. દરેક શ્લેાકના પ્રત્યેક શબ્દ પર એમણે પુષ્કળ માહિતી આપી અને સમશ્લાકી અનુવાદ આપ્યા છે. સરળતા તેમના ગ્રંથની એક વિશેષ વિશિષ્ટતા છે. આ ઉપરાંત પ્ર થમાં સમાવેલા અગિયાર જેટલા અભ્યાસપૂર્ણ લેખા ખાસ ધ્યાનપાત્ર છે. એમાં એમને જ્યોતિષ આદિને ઊંડા અભ્યાસ જ જોવા મળે છે. આ શાસ્ત્રીય ગ્રંથની શૈલી પણ કયારેક કવિત્વમયતા ધારે છે. ગાથાના ૩૦-૩૫ જેટલા અનુવાદામાં કેટલીક બાબતામાં ખબરદારના અનુવાદ વિશેષ રીતે ઉપયાગી અને ધ્યાનપાત્ર બને છે. જો કે કેટલાંક પરસ્પર અસ ંગત વિધાન અને જ્યાતિષને કરેલા વધુ પડતા ઉપયેાગ ખટકે છે. અપ્રગટ મનુરાજ' નાટક : ખબરદાર સ્મારક ગ્રંથ'માં(૧૯૬૧)માં દર્શાવેલ કવિના અપ્રગટ ગદ્ય-પદ્ય સાહિત્ય પૈકી તેમના મત મુજબ ‘મનુરાજ અથવા વિશ્વનાટિકા' નાટક સત્તમ કૃતિ છે. કવિએ આ કૃતિનું લેખનકા ઈ. ૧૯૩૬માં શરૂ કરેલું, પણ છેવટ લગી તેઓ એ પૂરું કરી શકયા નહેાતા. એમણે પાંચ અંક લખવા ધારેલા, પણ તેઓ માત્ર ચેાથા અંકના ત્રીજા પ્રવેશ સુધી જ લખી શકયા હતા. એ નાટક રૂપકપ્રધાન છે અને તેના વિષય છે માનવનું પતન અને તેના ઉદ્ધાર. કવિની ધાર્મિકતા અને અધ્યાત્મપરાયણવૃત્તિ એમાં દેખાય છે. એમાં હૃદયની સવૃત્તિઓને દિવ્યમડળ, અસવૃત્તિઓને તમેામંડળ, પાપભાવનાને અહિમન એટલે કે માર-કળિ—સેતાન–વૃત્ર તથા મનુરાજ’ને જીવાત્માનાં પ્રતીક આપી કવિએ પ્રતીકાત્મક પાત્રવિધાન કર્યું છે. નાટક ગર્ટના ફાસ્ટ' ને ન્હાનાલાલનાં ભાવનાપ્રધાન નાટકાની શૈલી જેવુ` ને દૃશ્ય નહિ એવું ચિંતન-ભાવનાપ્રધાન છે. અખંડ પદ્ય એટલે કે મહાદ'માં એ લખાયું છે,
SR No.032076
Book TitleGujarati Sahityano Itihas Part 04
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy