SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૪]. ગુજરાતી સાહિત્યને ઇતિહાસ [ચં. ૪ તે પૈકી કેટલામાં તો તેઓ સારી કક્ષા અને શિષ્ટતા પણ જાળવી શક્યા નથી. વિવેચનને સરસ આદર્શ તેઓ સિદ્ધાંતરૂપે તે આપે છે, પણું વ્યવહારમાં દુર્ભાગ્યે તેઓ પોતે જ તેના ઉદાહરણરૂપ બનતા નથી! તેઓ પિતાને માટે વિવેચનને યોગ્ય ગદ્ય ન ઘડી શક્યા અને તેમણે સાચીટી માન્યતાઓને જ આગળ કરીને પોતાના પૂર્વગ્રહોને જ પળ્યા. આથી ઊલટું, હીરા ક. મહેતાના મત મુજબ “મોટાલાલ” ઉપનામના પ્રતિકાવ્યમાં કરેલું વિવેચન નિષ્પક્ષપાત, ઉદાર, વિલક્ષણ અને મહત્ત્વનું છે. ૨૫ પ્રકીર્ણ : તેમણે ગદ્યમાં પ્રાસંગિક વ્યાખ્યાન, પારસી ગુજરાતી વિષયક લેખ-વ્યાખ્યાને, પ્રાસંગિક વ્યક્તિલક્ષી લેખે, જરથોસ્તી ધર્મ વિશેના લેખો અને સાહિત્યવિષયક પ્રાસંગિક ચર્ચા લેખે – એમ પાંચ પ્રકારેય લખ્યું છે. એ પૈકી પહેલા પ્રકારના લેખોમાં તેમની કવિત્વમય શૈલી સારા પ્રમાણમાં નજરે પડે છે, બીજામાં વિષયની વિસ્તૃત સાંગોપાંગ વિધાયક ચર્ચા છે. ત્રીજામાં વ્યક્તિને અનુલક્ષીને લખાયેલ લેખોમાં તેમની ગુણગ્રાહી દષ્ટિ રહી છે, ચોથામાં તેમને ધર્મપ્રેમ, તવિષયક અભ્યાસ અને જ્યોતિષનું પરિશીલન નજરે પડે છે. પણ પાંચમામાં થયેલી વિવિધ પ્રશ્નોની ચર્ચામાં તેઓ ઊંચી ને શિષ્ટ કક્ષા બહુધા જાળવી શક્યા નથી. આ સર્વેમાં કવિ ઈ. ૧૯૨૭ના વિલે પારલેના વસંતોત્સવના વ્યાખ્યાનમાં ખરેખર સૌથી વધુ ખીલ્યા છે. એની છટા, ભાષા, નિરૂપણશૈલી અને કલ્પના આદિ સર્વ ઉત્તમ છે. એ તેમની તેજસ્વી ને પ્રાણવાન ગદ્યકૃતિ છે. પત્રસાહિત્યઃ ગદ્યમાં તેમની ઊજળી બાજુ તે તેમના પત્રોમાં દેખાય છે. (જુઓ કવિને “સ્મારક ગ્રંથ) ગુજરાતી સાહિત્યમાં નર્મદથી માંડી કાકા કાલેલકર સુધીના સાહિત્યકારોના પત્રો મળે છે. ખબરદારના પત્રો તેમની પત્રકલાની ઊંચી કક્ષાનો ખ્યાલ આપે છે. એ એમના કુટુંબજીવન અને સાહિત્યજીવનના દર્પણ તરીકેની ગરજ સારે છે. કવિમાં રહેલ જીવનનું કારુણ્ય, પ્રબળ ગુજરાતપ્રેમ, કર્તવ્યનિષ્ઠા, પ્રભુશ્રદ્ધા, વિષાદ, શાંતિઝંખના, મનોમંથન, ચિંતન અને વહેમી માનસ વગેરે એમના જીવન તથા માનસનાં વિવિધ પાસાંઓ પર એમના પત્રો સાથે પ્રકાશ ફેકે છે અને એમના જીવનને સમજવાની ચાવી પૂરી પાડે છે. એમાં કવિ સાચા માનવીના રૂપમાં જ દેખાય છે. બ. ક. ઠાકોરના મત મુજબ “ખબરદારના પત્રો શુદ્ધ ગુજરાતી સાહિત્યમાં વિશિષ્ટ સ્થાનના અધિકારી છે.”૨૬ “કાન્ત” અને “કલાપી'ના પત્રો જેવી કલાત્મકતા અને નિખાલસતા તેમના પત્રોમાં જોઈ શકાય છે. ઊર્મિકાવ્યોમાં જેમ દેશભક્તિની વીરકવિતા ખબરદારના કાવ્યમંદિરનું દેદીપ્યમાન શિખર છે તેમ તેમના ગદ્યમંદિરનું સર્વોત્તમ શિખર
SR No.032076
Book TitleGujarati Sahityano Itihas Part 04
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy