SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ પ્ર. ૩ ] ખબરદાર અને અન્ય કવિઓ જ્યાંથી સારુ પામેલું પૂતળું તે આ તમે જેવી ગણેા તેવી મારી કવિતા છે. લાગ્યું ત્યાંથી તે લાવીને આપણી ગુર્જર કવિતાદેવીના શણગારમાં મેં ગૂંથ્યું છે,... મેં સાર તે। સસ્થાનેાએથી સંગ્રહ્યો છે . દત્તાત્રયની માફક મેં તે। જ્યાંથી જ્ઞાન અને રસ મળ્યાં ત્યાંથી લીધાં છે—પછી એને સારસંગ્રહ' કહેા કે ‘કૌમુદી’કાર કહે છે તેમ ‘ચેરી’ કહેા કે દર્શનિકા'માં કહ્યું છે તેમ ‘બાદશાહી લૂંટ’ કહેા. ‘સર્જક સદા લૂંટતા આવે છે' એ મારા અનુભવ. જો કનૈયા માખણચાર તા હું ભ્રમરવૃત્તિવાળા મચેાર. કાવ્યામૃતને ચાર? હાઈશ, હું જ્ઞાનામૃત' અને રસામૃતના ચાર હાઈશ, પણ ક્લિચાર' તેા નથી જ નથી.'૨૨ ‘કલિકા' અને દર્શનિકા'ની પ્રસ્તાવનામાં અને અન્યત્ર પણ વિવિધ રીતે ને સ્થળે ‘મારવા તા હાથી ને લૂટવે। તા ભંડાર'નું સૂત્ર ને ‘કવિવારસાના હક્ક'ના વાદ ધરનાર તેમણે પેાતાની અનુકરણશીલતા, ગ્રહણુશીલતા ને પરસંસ્કારની છાયાના સ્વીકાર કર્યાં છે. અને પેાતાની કાવ્યપ્રેરણાએ માનવજ્ઞાનના સંચિત જ્ઞાનના સ`ચિત ભંડારમાંથી ‘બાદશાહી લૂ`ટ' ચલાવી હેાવાનું કબૂલ્યુ છે. એથી એમની કવિતા ‘સાહિત્યપ્રેરિત' ને મધમાખીએ વિવિધ સ્થળેથી એકત્ર કરેલા મધ જેવી થઈ છે અને તેમની પ્રતિભા મધ્યમકક્ષાની ને પાપજીવી બની છે. [૧૧૧ તેમની કવિતાને ભાવ, વિષય, છંદ, રસ અને પ્રકારની વિવિધતા અને નવીન છંદાની ચેાજનામાં પ્રગટતી તેમની બંડવૃત્તિ તથા નવીનતાની એષણાની દૃષ્ટિએ વિજયરાય ‘રંગપ્રધાન શૈલી'ની ગણે છે.૨૩ પણ તેમનામાં જે રચનાકૌશલ, ધ્વનિત' માટે પરંપરાગત સ્વરૂપના આગ્રહ, 'કલિકા'માં સૌન્દર્યની સ્વસ્થ રીતની ઉપાસના, યતિભંગ શ્રુતિભંગ કે શબ્દોની તાડફાડના અભાવ, પ્રણયકાવ્યામાં કલાપી જેવી મસ્તીના અભાવ, પ્રયાગામાં ન્હાનાલાલ જેવી પ્રગલ્ભતાના અભાવ, કૃતિના આકારના સૌષ્ઠવના આગ્રહ, ન્હાનાલાલની અપદ્યાગદ્ય શૈલીના વિરાધ, ખાધ આપવાની વૃત્તિ તથા કલાના ને શુદ્ધિને આગ્રહ છે તેને કારણે તેમને રૂપપ્રધાન શૈલીના કવિ મહદંશે કહી શકાય. એટલે જ વિ. ૨. ત્રિવેદી યેાગ્ય કહે છે: એક શબ્દાળુતા સિવાય બધી રીતે તેમની કવિતા મુખ્યત્વે સ્વસ્થ અને રૂપપ્રધાન રહે છે.૨૪ ભાષાની સાદાઈ, મીઠાશ, પ્રાસમા અને ગેયતા જેવાં લક્ષણા તેમનાં કાવ્યાને વધુ લેાકભાગ્ય અને આસ્વાદ્ય બનાવે છે. અંગ્રેજી કાવ્યા : અંગ્રેજી કાવ્યા એ તેમના સાહિત્યની ખીજી વિશિષ્ટતા છે. આપણે ત્યાં મલબારી, ગેાવનરામ અને કાન્ત પછી કાઈ ગુજરાતી કવિએ અંગ્રેજી કાવ્યાની રચના કરી હાય તા તે ખબરદારે, અને પછી બળવંતરાયે. તેમના ઈ. ૧૯૧૮માં The Silken Tassel અને ઈ. ૧૯૫૦માં Zarathushtra
SR No.032076
Book TitleGujarati Sahityano Itihas Part 04
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy