SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ 2. ૩] ખબરદાર અને અન્ય કવિઓ [૧૫ નરસિંહરાવની શૈલીએ “માતા અને તેનું બાળ', કલાપીની શૈલીએ “અલી બાળા', કાન્તની શૈલીએ દશરથ અને શ્રવણવધ” અને “પુહિતની રાજભક્તિ આદિ ચાર ખંડકાવ્યો આપ્યાં છે તેમાં ભાવાલેખનશક્તિને સબળ આવિર્ભાવ દર્શાવતું પુરોહિતની રાજભક્તિ' ઉત્તમ છે. “વિલાસિકા', “પ્રકાશિકા', “રાષ્ટ્રિકા” અને “નંદનિકા'માં મળીને તેમણે આપેલ કુલ ૨૧૨ સોનેટમાં પ્રકૃતિપ્રેમ, સાહિત્યપ્રેમ, દેશપ્રેમ, મિત્ર પ્રેમ અને પ્રભુપ્રેમ અંકિત છે; “નંદનિકાના પ્રભુપરાયણ માનસનાં સેનેટમાં નવી અર્થ ચમત્કૃતિવાળાં દૃષ્ટાંતો અને કલ્પનાઓ, ઊંડી અનુભૂતિ, પ્રકૃતિવણનેમાં માર્દવ અને તાદશતા તથા ચિંતન અને વાણીનું બળ હોવા છતાં ભાષાકલાની મર્યાદાઓ અને વૃત્તિ ને વિચારની પુનરુક્તિ તથા સભાનતા છે. તથાપિ “સર્જન”, “વાંસળી', વાદળ’, ‘ટાણું', “પ્રેમતુલાને “ચિંતા જેવાં સોનેટ કઢપનાની દષ્ટિએ નેંધપાત્ર છે, પણ પ્રાસના આગ્રહવાળાં એમનાં ઇટાલિયન પેટ્રાકશાઈ વનિતા'માં “નર્મદનું મંદિર સુંદર છે. આ પ્રકારે પૈકી પ્રતિકાવ્યને ઉન્મેષ તે તેમને સૌથી વિશેષ મૌલિક અને રસાવહ હોવાનું સુન્દરમ્ માને છે. તેમણે મોટાલાલ, નરકેસરીરાવ શંભુનાથ, વલ્કલરાય ઠઠ્ઠાર, શ્રીધર, શેષાદ્રિ, ક્ષેમાનંદ ભટ્ટ, એજે ભગત, હુનરસિંહ મહેતા અને લખા ભગત આદિ વિવિધ ઉપનામથી પ્રભાતનો તપસ્વી, કુક્કુટદીક્ષા, યુવર, અવરોહણ, ન્યાતનું નેતરું, નામ અને ક્રિયાપદની સંધિનું ભયસ્થાન, ગાકળ ગાયની ડરબી, પાઠકની ચેપી છીંક, સાંબેલું, વ્યાસજીને, વાણિયા તજી દેને તકરાર, તન્દ્રને હેમખંત, જ્યોતીન્દ્રનું બરિયું, લખા ભગતના છપ્પા અને લેક આદિ પ્રતિકાવ્યો લખી તેમાં ન્હાનાલાલ, નરસિંહરાવ, બ. ક. ઠાકેર, “શેષ', બાદરાયણ, જતીન્દ્ર દવે અને અખા વગેરેની શૈલી કે કાવ્યભાવનાનું વિડંબન કર્યું છે. “અખેગીતા'ના વિડંબનમાં લખાયેલી, ગેરવલે ગયેલી, મોહક અર્થ બળ અને ઉક્તિલાઘવના ગુણયુક્ત “લખેગીતા'ના પ્રગટ થયેલ ભાગરૂપ “લખા ભગતના છપ્પા'માં કવિએ સાક્ષરોની વાડાબંધી અને તેમના આડંબર પર સચેટ કટાક્ષ કર્યો છે: સાક્ષરના વાડા કંઈ પડ્યા. તંત્રીએ વરઘોડે ચઢથા, નિજ મિત્રેનાં કરે વખાણ. અન્ય બધાંની દાણાદાણ; લખા, એ સમજી લેજે સહુ ઘેર દીકરી ને પરઘેર વહુ. ખબરદારની આવી કેટલીક રચનાઓમાં ક્યાંક ઉગ્રતા, અપરસ, ઠેષ કે કટુતા નજરે પડે છે, પણ સર્વોત્તમ એવી “પ્રભાતને તપસ્વી અને કુક્કુટદીક્ષા' રચનામાં હાનાલાલની અપદ્યાગદ્યશૈલીનું એકમાત્ર સફળ અનુકરણ, વિજયરાયના મતે,
SR No.032076
Book TitleGujarati Sahityano Itihas Part 04
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy