SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૬] ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ [ä. ૪ બુદ્ધિસામર્થ્યયુક્ત ને કવિતત્વવાળું ખંડન જેટલું છે તેટલું ને તેવા ગુણોવાળું બીજા કોઈ ગુજરાતી લખાણમાં નથી. એ સમર્થ અનુકરણમાં “ખરા કાવ્યાનંદને હિસ્સો વધારે અનુભવાતો હોવાનું રામપ્રસાદ બક્ષી નેધે છે. ૨ સવિશેષ ગુણસંપન્ન એવા “અવરોહણમાં બ. ક. ઠાકોરની શૈલી સામે વિરોધ પ્રગટ થયો છે. તેમણે પ્રતિકાવ્યો લખી મૂળ લેખકની શૈલીની વિચિત્રતા કે વિલક્ષણતા દર્શાવી તેની હાસ્યાસ્પદતા પ્રગટ કરી છે. પ્રતિકાવ્યની કલાની ઉત્તમ ગુણવત્તા એમનામાં જોવા મળે છે. એમાંનાં કટાક્ષ, ટીખળ, ચાતુરી ને ઠઠ્ઠામાં સુરુચિનું ઉચ્ચ ધોરણ એકસરખું જળવાયું નથી, પણ એમાં રમૂજપ્રેમી પારસી સ્વભાવની ખાસિયત તે પ્રગટ થાય જ છે. આ ઉપરાંત તેમણે હાલરડાં, બાળકાવ્યો, કવ્વાલી, ગઝલ, ઓડ, આત્મલક્ષી ઊર્મિકાવ્ય, અંજલિગીત, ગીત, દર્શનિકા” તથા “કલિકામાં તેમ જ અન્યત્ર પણ સ્વતંત્ર કહી શકાય તેવાં મુક્તક અને રાસગરબા આપ્યાં છે. તેમના રાસ અપૂર્વ રમણીયતાની રંગતવાળા, સરળ અને છટાદાર તળપદા ઢાળવાળા તથા વિષય અને રસનું વૈવિધ્ય ધરાવનારા હોવાનું તેંધી, વિ. ૨. ત્રિવેદી કહે છે તેમ, કૌટુંબિક લાગણીઓ અને નિસર્ગ પ્રેમ ઉપરાંત વતનપ્રેમ, દેશભક્તિ, સ્વાતંત્રયની આકાંક્ષા, લોકનેતાને આદર, સંસારવિષાદ, તત્ત્વદર્શન, સમર્પણ વગેરે વિષયો ખબરદારમાં ઊતર્યા છે. વૈવિધ્યમાં અને ભાષાપ્રભુત્વમાં ન્હાનાલાલ પછી સૌથી વિશેષ ધ્યાન ખેંચે છે ખબરદાર. કૃષ્ણને ગાવાની તેમની રીતિમાં નવીનતા ને વિનંદની લહરી જણાય છે. ભાણદાસ અને વલ્લભમાં જેમ કલ્પનાનું ઉડ્ડયન આભ વધે છે તેમ ખબરદારકૃત “ગગનનો ગરબો રે કે કોણે કર્યો સાહલડી ? 'માંના ગગનના ગરબાના વર્ણનમાંય જોવા મળે છે.૧૩ મરાઠી સાહિત્યમાં પ્રચલિત અને લોકપ્રિય થયેલે “પવાડા'ને પ્રકાર પણ તેમણે “ગાંધીબાપુને પવાડો' અને “શ્રીજી ઈરાનશાહનો પવાડો'ની કૃતિઓમાં આપણને પહેલી જ વાર આપ્યો છે, જે પૈકી “શ્રીજી ઈરાનશાહને પવાડો'માં કવિની વર્ણનાત્મક કાવ્યશક્તિ સુભગ રીતે પ્રગટ થયેલી છે. પારસી કેમના ઈતિહાસનું “શુદ્ધ ગુજરાતી લયનું” ને પ્રાસાદિક રચનાશક્તિવાળું આપણું એ પહેલું કાવ્ય છે. રસવૈવિધ્યઃ રસની બાબતમાં ખબરદાર બીજા કરતાં જુદો મત ધરાવીને શંગારને બદલે વીરરસને રસરાજ કહે છે.૧૪ પ્રકૃતિની શોભા, વસંતની સુષમાં, ઉષા અને સંધ્યાની મીઠી સુંદરતા, ફૂલની મનહરતા, રજનીની નીરવતા, સમુદ્રનું ગર્જન, કોકિલાને મધુર કંઠ, “આકાશની વાડીની સરસતા, સાગર વચ્ચે રહેલા ખડકની ભવ્યતા, સરિતાકિનારાની શાંતિ, ચંદ્રમાનાં શીતળ કિરણ,
SR No.032076
Book TitleGujarati Sahityano Itihas Part 04
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy