SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૪]. ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ [ચં. ૪ છે. સત્યાગ્રહ, અહિંસા, સત્ય, સંપ, સંયમ, શુદ્ધિ, તપ, સેવા, સાત્વિક્તા, નિર્ભયતા, સમર્પણ અને વીરતા આદિ ગાંધી દીધાં સત્યને એમણે આલેખ્યાં છે. કલાત્મકતાને લીધે એમાંનાં કેટલાંક પ્રચારકાવ્યો પણ સાચાં ને ઊંચાં કાવ્ય બન્યાં. તેમણે યુગધર્મ પ્રબો અને યુગવિધાયકનું કાર્ય પણ કર્યું. તેમણે ગાંધીયુગની ભાવનાને મૂર્તરૂપમાં ગાઈ અને ભાવિના એંધાણ પણ પારખ્યાં. કાવ્યક્ષેત્રે ગુજરાતની અસ્મિતાના નર્મદ જેટલા જ સબળ પુરસ્કર્તા તેઓ બન્યા. ગદ્યમાં જેમ મુનશીએ ગુજરાતની અસ્મિતાને આલાપ છેડ્યો તેમ પઘમાં ખબરદારે ગુજરાતને મહિમા ગાયો. શામળની સરળ વિશદ પ્રાસાદિક શૈલીને દલપતદીધો આદર્શ તેમણે પિતાના સાહિત્યમાં સ્વીકાર્યો. ઈરચના અને કાવ્યપ્રકારે ? તેમણે છંદની પણ વિવિધતા દાખવી છે. પદ, ગરબી, લાવણી, દેહરા, ધોળ, જુદા જુદા રાગઢાળા અને છંદને ઉપયોગ તેમણે વિવિધ કાવ્યોમાં કર્યો છે. તેમના પહેલા જ કાવ્યસંગ્રહ “કાવ્યરસિકા'માં વિવિધ છંદોને ઉપયોગ થયો છે. એમણે પિતાના સંગ્રહમાં અનુષ્યપાદિ અનેક સંસ્કૃત વૃત્તો અને માત્રામેળ છંદ વાપર્યા છે, અને સાથે સાથે દિવ્ય, અદલ, તોટકમણિ, મેહક, ભદ્રિકા, વીરવિજય, મુક્તધારા, પુનરાવળી, રણગીત, મહાછંદ, પદ્મ, ઉલાસિકા, મણિ, પ્રભા, અભય અને રણજિત જેવા છેવિવિધ સંજનથી કે કંઈ ગૌણ ફેરફાર કરી નવી રીતે તેમણે પ્રજ્યા છે. તોટકના લલગા બીજનાં અનેક આવર્તનથી વનિત અને અદલ આદિ દે, સવૈયાના દાદા બીજની અનેક વૈચિત્ર્યમય છંદરચના અને માત્રામેળ હરિગીતના દાદાલદા બીજનાં જુદાં જુદાં આવર્તનથી મિશ્ર હરિગીત આદિ જે છ દે તેમણે જ્યાં તે પૈકી દાદા બીજના વિસ્તારવાળી દિવ્ય, પુનરાવળી આદિ છંદકૃતિઓ કદાચ આધુનિક સર્વ કવિઓમાં સૌથી વધારે સફળતાથી આપનાર ખબરદાર હોવાનું રા. વિ. પાઠક માને છે.’ પણ સુન્દરમ્ કહે છે તેમ અહીં તેમનું સ્વસ્થ, શાસ્ત્રીય કે એકસાઈભર્યું નહિ પણ મુગ્ધ માનસ જ વધારે પ્રમાણમાં દેખાય છે. તેમણે મનહરમાંથી નિપજાવેલે બ્લેકવર્સની નજીકન મુક્તધારા છંદ મનહર કરતાં, સ્વરભાર સિવાય, સાદા ભેદ વાળ ને સૌન્દર્યની બાબતમાં ઊતરતી કટિને થયો છે અને ભ્રમરાવળીને અક્ષરમેળ તરીકે વિકસાવેલ મહાછંદ તદેવતાને લીધે પ્રવાહિતાના અભાવે ફેંકવર્સની અર્થાભિવ્યક્તિની પ્રચંડ ક્ષમતા દાખવી શક્યો નથી. ખબરદારે સેનેટ, ખંડકાવ્ય અને પ્રતિકાવ્યના પ્રકારો આપણને આપ્યા છે. એમાં ઊર્મિકાવ્યને આત્મલક્ષી પ્રકાર એમને વિશેષ ફાવ્યા છે. તેમણે
SR No.032076
Book TitleGujarati Sahityano Itihas Part 04
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy