SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૩ ખબરદાર અને અન્ય કવિઓ ખબરદાર (૧૮૮૧-૧૯૫૩) નાનપણમાં “પારસી બુચા કવિ” અને “આલુ કવિ' તરીકે જાણીતા થયેલા તથા ગુજરાતી કાવ્યસૃષ્ટિમાં આરંભમાં ‘અદલ’ અને પાછળથી “મોટાલાલઆદિ ઉપનામથી કાવ્યો લખનાર અરદેશર ફરામજી ખબરદારને જન્મ ગુજરાતના દમણું ગામમાં ઈ. સ. ૧૮૮૧ના નવેમ્બરની છઠ્ઠી તારીખે રવિવારે થયો હતો. અગાઉ હિંગવાળા અને સ્ટિવાળા' અટક ધરાવનાર એમના કુટુંબને પાછળથી બાહોશીથી “ખબરદાર' અટક મળી હતી. મુંબઈમાં અંગ્રેજી ભરડા ન્યૂ હાઈસ્કૂલમાં દાખલ થતી વખતે “ખબરદાર' અટક તેમણે ધારણ કરી હતી. પ્રાથમિક શિક્ષણ દમણમાં અને માધ્યમિક શિક્ષણ મુંબઈમાં મેળવ્યું હતું પરંતુ તેમને કોલેજ-અભ્યાસની તક મળી નહોતી, તેમણે દમણમાંના પિતાના ઘરની તથા ત્યાં વહેતી દમણગંગા નદીની જે સુંદરતા પિતાના એક કાવ્યમાં ગાઈ છે તેમાં તેમની વતનપ્રીતિ દેખાય છે. ઈ. સ. ૧૮૮૧થી ૧૮૯૧ સુધીને પ્રથમ દમણ વસવાટને તબક્કો એમના જીવનને ઘડતરકાળ હતો. ઈ. સ. ૧૮૯૧થી ૮૯૬ સુધીને એમને મુંબઈવસવાટ એમનો અભ્યાસકાળ હતો. ઈ. સ. ૧૮૯૭થી ૧૯૦૦ સુધીને એમને પુનઃ દમણવસવાટ એમને સ્વાધ્યાયકાળ હતો. ઈ. સ. ૧૯૦૯થી ૧૯૩૮ સુધીને મદ્રાસવસવાટને તબક્કો એમના જીવનને સુવર્ણકાળ હતું અને ઈ. સ. ૧૯૩૮થી ૧૯૫૩ સુધી મુંબઈ વસવાટને તબક્કો એમને જીવનના ઓસરતા પૂરને કાળ હતા. એમનું અવસાન ઈ. સ. ૧૯૫૩ની તા. ૩૦ જુલાઈના રોજ મદ્રાસ ખાતે થયું. કાવ્યસર્જન વ્યવસાયે વેપારી એવા ખબરદાર મુખ્યત્વે કવિ છે અને ગુજરાતી સાહિત્યમાં એમનું વિશિષ્ટ અર્પણ કવિતાને ક્ષેત્રે જ છે. એમને કાવ્યાદર્શ દલપતરામથી પ્રેરાયેલે અને કંઈક અંશે પ્રાકૃત હતો. એમની સૌ પ્રથમ ગુજરાતી રચના “સે દૃષ્ટાંતિક દેહરા' ઈ. ૧૮૯૭માં અને છેલી રચના “કીર્તનિકા” ઈ. ૧૯૫૩માં રચાયેલી છે. આ બંને કૃતિઓની ભાષાને સરખાવતાં એમણે ભાષાદષ્ટિએ કરેલ વિકાસ સ્પષ્ટ થાય છે. એમનામાં પારસીભાઈ છાંટ ઘણી ઓછી છે. પહેલી અને છેલ્લી રચને વચ્ચેના ૫૬ વર્ષ જેટલા સર્જનગાળા દરમ્યાન તેમણે મલબારીકૃત
SR No.032076
Book TitleGujarati Sahityano Itihas Part 04
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy