SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨ ] ગુજરાતી સાહિત્યના ઇતિહાસ [. ૪ ‘સ’સારિકા’ તે ‘અનુભવિકા' નામથી પ્રેરિત ‘ઇકા' નામધારી અનેક સંગ્રહે। આપ્યા છે. કવિને પેાતાના સર્જનની વિપુલતા બતાવવાનેા શાખ હાય કે નહિ, પણ અનંતરાય રાવળ દર્શાવે છે તેમ ખબરદાર જાણ્યું કે અજાણ્યે ન્હાનાલાલની સાથે જ શરતઢાડમાં દાડચા છે.” આમ, સભાન કે અભાન અનુકરણથી કે અન્ય કારણથી સર્જનની વિપુલતા ખબરદારમાં પ્રાપ્ત થાય છે. ખબરદારની કવિતાના વિકાસને આલેખ અત્યંત ગતિશીલ છે. તેમની કવિતા બંધિયાર ખામેચિયા જેવી સ્થિર ધ્રુ સ્થિતિસ્થાપક નથી રહી, પણ સરિતાના પ્રવાહની જેમ પ્રગતિશીલ રહી છે. શૈલી, વિષય, ભાવ, ભાષા, પ્રકાર, છંદ અને રસની દૃષ્ટિએ સુન્દરમ્ કહે છે તેમ તેમને વિકાસ આપણે ત્યાં સૌથી વધારે આકર્ષક છે. તેમણે ઇ. ૧૮૯૭માં શામળ અને દલપતરામની ઢબે ‘સે। દૃષ્ટાંતિક દોહરા' લખ્યા, ‘કાવ્યરસિકા’(૧૯૦૧)માં દલપતશૈલીનું વધારે અનુસરણ કર્યું, ‘વિલાસિકા'(૧૯૦૫)માં નરસિંહરાવને અનુસરી પ્રકૃતિકાવ્યો આપ્યાં, ‘પ્રકાશિકા' (૧૯૦૮)માં કાન્ત અને કલાપીની શૈલીનાં ખંડકાવ્યો આપ્યાં, ‘ભારતનેા ટંકાર’ (૧૯૧૯), ‘સંદેશિકા’ (૧૯૨૫) અને ‘રાષ્ટ્રિકા’(૧૯૪૦)માં હરિ હ દ ધ્રુવ અને નર્મદની જેમ સ્વદેશભક્તિનાં ગીતા આપ્યાં પણ પાછળથી પેાતાની વિશિષ્ટ રીતિ તેમાં નિપજાવી લીધી, ‘રાસ દ્રિકા ભા. ૧-૨’ (૧૯૨૯, ૧૯૪૧)માં ખેાટાદકર ને ન્હાનાલાલને પગલે ચાલી રાસગરબા આપ્યા, ‘ભજનિકા' (૧૯૨૮), ‘કલ્યાણિકા' (૧૯૪૦) અને ‘કીર્તનિકા'(૧૯૫૩)માં ન્હાનાલાલની જેમ ભજને આપ્યાં, સૉનેટના પવન વાવા લાગ્યા ત્યારે ‘નંદનિકા’(૧૯૪૫)માં પેાતાની ઢબે પ્રભુપરાયણભાવથી યુક્ત પેટ્રાશાઈ ધ્વનિતા' આપ્યાં અને ‘ગુજરાતને તપસ્વી' અને બ્રહ્મદીક્ષા'ની ન્હાનાલાલની શૈલીનું કટાક્ષપૂર્ણ અનુકરણ કરી તેમણે ‘પ્રભાતને તપસ્વી’ અને ‘કુટદીક્ષા (બતે ૧૯૨૦) આપ્યાં. આમ, આન ંદશંકર ધ્રુવ કહે છે તેમ અ'ગ્રેજ કવિ સ્વિનબર્નની જેમ ખબરદાર દલપતરામ અને નર્મદાશંકરથી માંડી આજ સુધીની ગુજરાતી કવિતાના greatest common factor છે. પણ તેમનાં કાવ્યેા સાહિત્યમાંથી પ્રેરણા પામેલાં હાવા છતાં નકલિયાં નથી.૪ આ ઉપરાંત એમના અન્ય કાવ્યસંગ્રહે। છે : ‘કલિકા’ (૧૯૨૬), ‘દનિકા' (૧૯૩૧) ‘રાષ્ટ્રિકા’ (૧૯૪૦), શ્રીજી ઈરાનના પવાડા' (૧૯૪૨) અને ‘ગાંધીબાપુ' અને ‘ગાંધીબાપુના પવાડા' (૧૯૪૮). વિષયવૈવિધ્ય : ખબરદારની કવિતામાં વિવિધતા ખાસ ધ્યાન ખેંચે છે. આ વિવિધતા કંઈ એક પ્રકારની જ નથી, પણ ભાવ, વિષય, છંદ, પ્રકાર અને રસ આદિ તત્ત્વ પરત્વે સારા પ્રમાણમાં છે. દલપતરામના ઉપાસક આ કવિએ વિષયની બાબતમાં ન`દ પાસેથી સ્વભાષાભક્તિ, સ્વદેશભક્તિ અને સ્વસાહિત્યભક્તિ' સંગ્રહી. નર્મદની અવિશદતા તેમણે ન લીધી, પણ તેની પાસેથી ધગશ અને .
SR No.032076
Book TitleGujarati Sahityano Itihas Part 04
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy