SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૨ ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ગ્રંથ : ૨, ખંડ - ૧ જોવા મળતી નથી. કવિ જો કથનાત્મક કાવ્યની પરંપરામાં યૂલિભદ્ર ચરિત્રની રજૂઆત - રચના કરવા માંગતા હોત તો મૂળ કથાનકના ઘણા પ્રસંગોનો વિસ્તાર કર્યો હોત. પરંતુ કવિ વર્ણન અને ભાવનિરૂપણને જ પ્રાધાન્ય આપે છે. આમ કથનને બદલે કાવ્યાત્મક વર્ણનો અને પાત્રોની સંવેદનાનું આલેખન કરવાનું કવિનું મુખ્ય લક્ષ્ય છે. કૃતિમાં આવા વર્ણનાત્મક ખંડો જ વધારે આકર્ષક ને આસ્વાદ્ય જણાય છે. આ કૃતિમાં નગરવર્ણન, વનવર્ણન, નાયિકાના રૂપસૌન્દર્યનું તેમજ શણગાર, આભૂષણોનું વર્ણન, શૃંગારકીડાનું વર્ણન, વસંત-વર્ષાનું ઋતુવર્ણન જેવા વર્ણનોમાં મધ્યકાલીન પરંપરા જોવા મળે છે. બીજી રીતે તેને તરતા-પ્રવાહી કૃતિ પાઠ (floating text) તરીકે પણ ઓળખાવી શકાય. મધ્યકાળના કવિઓ જરૂરિયાત પ્રમાણે તેનો પોતાની કૃતિમાં વિનિયોગ કરે છે. એમાં ક્યારેક પોતીકો વિશેષ પણ કવિ પ્રગટાવે ગુણરત્નાકર છંદમાં કવિની પ્રતિભાનો પરિચય આપી રહે તેવા વર્ણનખંડો મળે છે. કોશાના સૌન્દર્યના વર્ણન (અધિ. ૨ છંદ ૧૧૩)માં પરંપરાથી જુદી- વિશિષ્ટ રીતે મેઘનું રૂપક યોજવામાં આવ્યું છે. (છંદ ૧૧૪ માં તેનું અનુસંધાન જોવા મળે છે) તે જોઈએ. નારી સરોવર સબલ, સકલ, મુખ કમલ મનોહર ભમુહ ભમર રણઝતિ, નયનયુગ મીન સહોદર પ્રેમ તણી જલ બહુલ, વણરસલહિરિ લલત્તિ, કબરી જલશેવાલ, પાલિ યૌવન મયમરી, નવ ચક્વાડ થણહત્યુગલ, કરઈ રંગ રામતિ રમલિ શ્રી યૂલિભદ્ર ઝિલ્લઈ તિહાં, રમઈ હંસહસી જમલિ, કોશાની વિરહાવસ્થાનું વર્ણન (અધિ. ૩- છંદ ૬ થી ૭૮) પરંપરાગત ઉપાદાનો છતા યમકસાંકળી, પ્રાસાનુપાસ અને ભાવાવેગને લીધે ધ્યાનપાત્ર બન્યું છે. ઝરમરિ વરસઈ નયણે કાજલ, રોતા ગલી ગયઉ સબિ કાજલ ક્ષણિ છાંકિંઈ ક્ષણિ ઊભી તક્કઈ, રીસભરી સહીઅર સ્યઉં તડકઈ ક્ષણિ ભીતરિ ઉંબરિ ક્ષિણિ ખેલઈ, ચઉકિ ચડી નીસાસા મેહલઈ ક્ષણિ લોટઈ ઓટઈ દુખ મોટઈ ચીજ વિણ ધાન કિસ્યઉં નવિ બોટઈ (અધિ.૩ : ૬૩-૬૪) આ કૃતિની કાવ્યાત્મકતા નિર્માણ કરવામાં અર્થના અલંકારોનો વિશેષ ફાળો રહ્યો છે. પ્રાચીન અને મધ્યકાલીન પ્રણાલિકા પ્રમાણેના તેમજ પરંપરાગત ઉપાદાનોના વિનિયોગ છતાં કવિ અલંકારોમાં સારી કવિત્વશક્તિ પ્રગટ કરી શક્યા છે. અલંકારોનું
SR No.032073
Book TitleGujarati Sahityano Itihas Part 02 Khand 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2003
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy