SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન સાહિત્ય -૧ (ઈ.સ. ૧૪૫૦-૧૬૦૦) ૮૧ ચાતુર્માસી મુનિઓ કરતાં સ્થૂલિભદ્રનો વિશેષ આદર કરે છે. આથી બીજા સાધુઓને સ્થૂલિભદ્રની ઇર્ષા થાય છે. આવો એક ઈર્ષાળુ સિંહગુફા-વાસી) મુનિ, સ્થૂલિભદ્રની જેમ, કોશાને ત્યાં ચાતુર્માસ ગાળવા નિર્ણય કરે છે. પરંતુ મોહપાશમાં ફસાય છે. એ કથાનક ટૂંકમાં વર્ણવાયું છે. અંતે, સ્થૂલિભદ્રની ગુણપ્રશંસા, ફલશ્રુતિ, રચનાવર્ષ ને કવિનામનિર્દેશ સાથે કૃતિ પૂરી થાય છે. સ્થૂલિભદ્ર-કોશાના કથાનકને લઈ, મધ્યકાળમાં, ૧૪મીથી ૧૯મી સદી દરમ્યાન ફાગુ, રાસા, બારમાસા, વેલી, છંદ, ચોપાઈ, દુહા, ચંદ્રાયણિ, સ્તવન-સઝાય, એકવીસો, એકત્રીસો, બાસઠીઓ જેવા દીર્ઘ ને લઘુ, કથનાત્મક ને વર્ણનાત્મક મધ્યકાલીન કાવ્ય પ્રકારોમાં સંખ્યાબંધ કૃતિઓની રચના કરવામાં આવી છે. આ બધામાં કવિ સહજસુંદરની કૃતિ ગુણરત્નાકરછંદ કાવ્યાત્મકતાની દૃષ્ટિએ ખાસ નોંધપાત્ર છે. આ બધી રચનાઓનો મૂળ સ્ત્રોત પ્રાકૃત (માગધી)માં લખાયેલી “ઉપદેશમાલા' (કર્તા ધર્મદાસ ગણિ, ૨. વિ. સં. ૫૦) માં આવતું સ્થૂલિભદ્ર-કોશાનું કથાનક છે. આ ઉપરાંત ઉત્તરાધ્યાયનસૂત્ર પરની સુખબોધાવૃત્તિ (કર્તા : નેમિચંદ્રસૂરિ, ૨.સં. ૧૧૨૯), યોગશાસ્ત્ર' (કર્તા: હેમચંદ્રાચાર્ય), “શીલોપદેશમાલા' (કર્તા: જયકીર્તિસૂરિ), ભરતેશ્વર-બાહુબલિવૃત્તિ', કથાકોશ (કર્તા : શુભશીલમુનિ) ઉપદેશપ્રસાદ (કર્તા : આચાર્યશ્રી વિજયલક્ષ્મી સૂરિશ્વરજી) જેવા જૈનધર્મના પ્રચલિત ગ્રન્થોમાં પણ આ કથાનક જોવા મળે છે. કવિ સહજસુંદર મુખ્યત્વે ઉપદેશમાલા'ના કથાપ્રસંગોને જ અનુસરે છે. ‘ઉત્તરાધ્યાયનસૂત્ર'માં સ્થૂલિભદ્રનું કથાનક સ્ત્રી-પરિષહના દૃષ્ટાંત રૂપે જ મળે છે. આ મૂળ પ્રયોજનને પણ કવિ જાળવે છે. (કદાચ આ કારણોસર જ નેમિનાથ કથાનકથી સ્થૂલિભદ્ર કથાનક તેમને ચઢિયાતું લાગે છે.) સ્થૂલિભદ્રના ચાર્તુમાસનિર્ણય ઉપરાંત રથવાહનો કથાસંકેત આ પ્રયોજનને સાધાર બનાવે છે. સિંહગુફાવાસી મુનિનું કથાનક પણ પ્રયોજનને પૂરક બને છે. ગુરુના “દુક્કર', “દુક્કર” એ બે વારના ધન્યવાદ પણ આ સંદર્ભે યોગ્ય લાગે છે. “ગુણરત્નાકર છંદમાં કવિએ સ્થૂલિભદ્રની કથાના મૂળ આધારસોતોમાં મળતા ઘણાય પ્રસંગોનો માત્ર નિર્દેશ કરીને ચલાવી લીધું છે. પ્રથમ અધિકારમાં (૨૧ થી ૪૦ કડીમાં) સ્થૂલિભદ્રના પૂર્વજીવનના અને સાધુજીવનના ઘણાખરા પ્રસંગોનો માત્ર સંકેત જ કરવામાં આવ્યો છે. સ્થૂલિભદ્રની ચરિત્રકથા જો પૂરેપૂરી જાણતા હોઈએ તો જ એટલા સંકેતો માત્રથી કથાપ્રસંગોનો પર્યાપ્ત પરિચય પામી શકીએ. | ‘ગુણરત્નાકરછંદમાં સ્થૂલિભદ્રની ચરિત્રકથા રજૂ થઈ છે. એટલે આ દીર્ઘ કથનાત્મક કૃતિ કહેવાય, પરંતુ મધ્યકાલીન કથનપરંપરાની ઘણી લાક્ષણિતાઓ અહીં
SR No.032073
Book TitleGujarati Sahityano Itihas Part 02 Khand 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2003
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy