SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન સાહિત્ય -૧ (ઈ.સ. ૧૪૫૦ -૧૬૦૦) ૮૩ વૈવિધ્ય પણ સારું જાળવાયું છે. ઉપમા, રૂપક, ઉત્પ્રેક્ષા દૃષ્ટાંત, અર્થાંતરન્યાસ અતિશયોક્તિ, સ્વાભાવોક્તિ જેવા અલંકારો આસ્વાદ્ય બન્યા છે. થોડા ઉદાહરણ જોઈએ : તું સુકમાલ જિસી જલપોયણી (૧.૬) સ્વાતિ નક્ષત્રò સીપ જિમ ગરભ ધરઇ તિમ હેલિ (૧,૬૨) કોશા હઇડઇ આવટઇ જિમ કાંચલીઉ નાગ (૩.૫૪) કંચૂકસ બાંધી ગોલા સાંધી ઘૂમઇ ગોણ ગાત્ર (૨.૧૪૫) મધુર વયણ બોલઇ મુખિ ઝીણી, જાણે ફૂલ ખિ૨ઇ... (૨.૧૫૧ા હેવ ઊડાડઉં કેમ હાથિ પોપટ બઈઉ (૨.૬૧) આ ઉપરાંત, વર્ણાનુપ્રાસ, યમક, અંત્યાનુપ્રાસ, જેવા શબ્દાલંકારો અને રવાનુકારી શબ્દોના વિનિયોગથી કવિ વિધવિધ છંદોના નાદસૌંદર્યની સમર્થ પ્રતીતિ કરાવી શકે છે. આ પ્રકારનું ધ્વનિસ્વર-સૌન્દર્ય સમગ્ર કૃતિની પ્રભાવકતા ઊભી ક૨વામાં મોટો ભાગ ભજવે છે. આ કૃતિમાં આર્યા, અડયલ્લ (અરિલ્લ) જડયલ્લ, મડયલ, મંડલિ, ત્રિભંગી, વૃધ્ધનારાસ, પધ્ધડી, છપ્પય (=ષટ્પદ) હાટકી, દુહા, સારસી, ભુજંગપ્રયાત, તોટક મુકતાદામ જેવા લગભગ વીસેક અક્ષરમેળ માત્રામેળ છંદો કવિએ પ્રયોજ્યા છે. આ છંદોની ચારણી પરંપરા કવિએ પૂરી આત્મસાત કરેલી જણાય છે. સૌથી વધુ દુહા છંદ પ્રયોજાયો છે. માત્ર એકવાર સંસ્કૃત અનુષ્ટુપ શ્લોક' સંજ્ઞાથી પ્રયોજાયો છે. (અધિ. ૧ છંદ-૧૫) આ કૃતિમાં છંદ બદલાતાં છંદનામનિર્દેશ અચૂક કરવામાં આવ્યો છે. આ કવિ લીલાવતી છંદ સારો લખી શકે છે. બધા છંદોમાં આ જ છંદ સૌથી વધુ સ્પર્શી જાય તેવો છે. સ્થૂલિભદ્રની બાળક્રીડાનું વર્ણન લીલાવતી છંદમાં કવિએ કુશળતાથી કર્યું છે. (અધિ. ૨ છંદ ૨૦ થી ૨૩) એમાંથી એક દૃષ્ટાંત જોઈએ : - ચાલઇ ચમકંતઉ, ઘમઘમકેતઉ, રમઝમકંતઉ કમકંતઉ, રૂડઇ દીસંતઉ, મુખિ બોલંતઉ, ઊઈ હીંસંતઉ, રીખંતઉ, લીલા લટકંતઉ, કર ઝટકંતઉં, ક્ષણિ ચટકંતઉ, વિલખંતઉ પુહવીતલિ પડતઉ, પુત્ર આખડત, ન રહઈ રડતઉ, ઠણકંતઉં. (અધિ. ૨-૨૦) કૃતિમાં સામાજિક-સાંસ્કૃતિક સંદર્ભનો સાવ અભાવ નથી છતાં પણ અન્ય મધ્યકાલીન કૃતિઓ એ વડે જે સમૃદ્ધ બની છે તેવું આ કૃતિની બાબતમાં કહી શકાય તેમ નથી. આ રચનામાં પારસી બોલીનો સંદર્ભ, કોકશાસ્ત્રનો (કામસૂત્ર ચોર્યાસી કામાસનોનો) સંદર્ભ, સૂડાં બોંતેરીની કથાનો સંદર્ભ (અધિ. ૨ છંદ, ૫૭) તથા ફિરંગી ટોપીનો સંદર્ભ (અધિ. ૨-૧૭) જેવા વિશિષ્ટ સંદર્ભો મળે છે. જે ધ્યાનપાત્ર છે. રાજસેવા અને રાજ્યતંત્રના વિવરણમાં (અધિ. ૩. ૩૧ થી ૪૦)
SR No.032073
Book TitleGujarati Sahityano Itihas Part 02 Khand 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2003
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy