SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન સાહિત્ય -૧ (ઈ.સ. ૧૪૫૦-૧૬૦૦૭૧ મૃગાંકલેખા રાસ અને નવપલ્લવ પાર્શ્વ કલશ એ ત્રણ કૃતિઓ મળે છે. કવિએ પોતે નિર્દેશ કર્યો છે તે પ્રમાણે એમણે ઈ.સ. ૧૪૬ ૭ની ફાગણ સુદ ૧૩ને રવિવારે જીવભવસ્થિતિ રાસની રચના પૂર્ણ કરી છે. સિદ્ધાન્ત રાસ અથવા પ્રવચનસાર એવાં બીજાં બે નામ ધરાવતી આ કૃતિની રચના બે હજાર કરતાં યે વધુ કડીમાં વિવિધ રાગ અને દેશમાં થયેલી છે. આ કૃતિમાં કવિએ જીવની ભવસ્થિતિનું વર્ણન સૈદ્ધાનિક ચર્ચા સાથે કર્યું છે. કવિ લખે છેઃ આણિ પરિઈ જીવભવ સ્થિતિ, તે અતિ અલક્ષ અપાર, એક જીવ આસન ભવ તરઈ. એક ફિરઈ અનંત સંસારિ. કવિની બીજી કૃતિ મૃગાંકલેખા રાસ પહેલાં કરતાં કદમાં નાની છે. એમાં રચનાતાલનો સ્પષ્ટ ઉલ્લેખ હોય એમ જણાયું નથી. પરંતુ તે આશરે ઈ.સ. ૧૪૮૮ પહેલાંની હોય એમ જણાય છે. ૪૦૦ જેટલી કડીમાં લખાયેલી આ રાસકતિમાં કવિનો આશય મૃગાંકલેખા સતીનું ચરિત્ર આલેખવાનો છે અને આ દ્વારા શીલનો મહિમા દર્શાવવાનો છે. કવિ ગૌતમ ગણધરને પ્રણામ કરીને સીલ સિરોમણિ એવી મૃગાંકલેખના વૃત્તાન્તનો પ્રારંભ કરે છે. ઉજ્જૈની નગરીના અવંતીસેન રાજાના મંત્રી મતિસારની રૂપગુણવતી ધર્મનિષ્ઠા પુત્રી મૃગાંકલેખાનાં લગ્ન સાગરચંદ્ર નાના શ્રેષ્ઠિપુત્ર સાથે થાય છે. પણ કોઈક કારણે ગેરસમજ થવાથી તે મૃગાંકલેખાને બોલાવતો નથી અને દેશાવર ચાલ્યો જાય છે. સાતેક વર્ષ એ રીતે વીત્યા પછી ધર્મધ્યાનમાં સમય વિતાવતી મૃગાંકલેખાને સાગરચંદ્ર એક વાર દૈવી ગુટિકાની મદદથી રાતોરાત લાંબુ અંતર કાપી ગુપ્તપણે મળવા આવે છે અને પાછો ચાલ્યો જાય છે. પરિણામે સગર્ભા બનેલી મૃગાંકલેખાને અસતી ગણી કાઢી મૂકવામાં આવે છે. વનમાં તે પુત્રને જન્મ આપે છે અને કેટલેક સમયે એનો પુત્ર પણ વનમાં ગુમ થઈ જાય છે. ત્યારપછી એક પછી એક સંકટોમાં આવી પડતી મૃગાંકલેખા એક યા બીજી યુક્તિથી પોતાના શીલને બચાવે છે અને છેવટે પોતાના સાગરચંદ્ર પતિને અને પુત્રને મેળવે છે અને સુખમાં વર્ષો વીતાવે છે. દુહા, ચોપાઈ, અને વિવિધ દેશીની ઢાલમાં રચાયેલી આ કૃતિમાં કવિ ઉપદેશ પ્રધાન અદ્દભુતરસિક કથાવસ્તુ પ્રવાહી અને વેગવંતી શૈલીએ આલેખે છે. નવપલ્લવ પાર્શ્વનાથ કલશ નામની લઘુકૃતિમાં કવિ વચ્છ ભંડારીએ સૌરાષ્ટ્રમાં આવેલા મંગળપુરમાંગરોળના પાર્શ્વનાથ ભગવાનની સ્તુતિ કરી છે. લાવણ્યસમય કવિ લાવણ્યસમય ઈ.સ. પંદરમા સૈકાના એક સમર્થ કવિ થઈ ગયા. વીર જિનેશ્વર
SR No.032073
Book TitleGujarati Sahityano Itihas Part 02 Khand 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2003
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy