SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૦ ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ગ્રંથઃ ૨, ખંડ- ૧ છે એમ શોધી કાઢે છે તે કવિએ વર્ણવેલી ઘટના જૈન પરંપરાની નલકથામાં નથી. પરંતુ કવિએ તે રામચન્દ્રસૂરિના નવવિલાસ નાટકમાંથી લીધેલી જણાય છે. નળ છેવટે ભૌતિક સુખમાં જીવન પસાર કરે છે તે સમયે એને એના સ્વર્ગસ્થ પિતા નિષધ દેવલોકમાંથી આવીને ઉપદેશ આપે છે તે પ્રસંગ કવિએ સંક્ષેપમાં સરસ મૂક્યો છે : ચંચલ યૌવન, ધન, સંસારિ, વિષ જિમ વિષય દુઃખ ભંડાર, જીવન ભોગિ તૃપત ન થાઈ, પુણ્ય પાપ બે સાથિ જાઈ. રાસની છેલ્લી બે કડીમાં કવિ પોતાની ગુરુપરંપરા, રાસની રચનાતાલ, રચનાસ્થળ અને લશ્રુતિ જણાવી રાસ પૂરો કરે છે. કવિનો આ રાસ કદમાં નાનો છે કારણ કે એ સમયે હજુ લાંબા રાસ લખાતા નહિ, પરંતુ એથી કવિને પ્રસંગોના નિરૂપણમાં ઘણી ઝડપ રાખવી પડી છે, ક્યાંક તો માત્ર નિર્દેશ કરીને પણ ચલાવવું પડ્યું છે. તેમ છતાં કવિ પાસે સારી નિરૂપણશક્તિ છે એની આપણને પ્રતીતિ થાય છે. કવિના આ રાસની કેટલીક અસર નલદવદંતી વિશેના કેટલા ઉત્તરકાલીન રાસ પર થયેલી જણાય છે. બ્રહ્મજિનદાસ | જિનદાસ બ્રહમ સકલકીર્તિના શિષ્ય બ્રહ્મજિનદાસે ઈ.સ.ના પંદરમા સૈકાના ઉત્તરાર્ધમાં કેટલીક રાકૃતિઓની રચના કરી છે. દિગંબર સંપ્રદાયના આ કવિ પોતાની કૃતિમાં બ્રહ્મજિણદાસ અથવા જિણદાસ બ્રહ્મચારીના નામથી પોતાનો ઉલ્લેખ કરે છે. આ વિદ્વાન કવિએ સંસ્કૃતમાં રામચરિત નામનો ગ્રંથ લખ્યો છે, જેમાં દરેક સર્ગને અંતે ભટ્ટારક શ્રી સકલકીર્તિ શિષ્ય બ્રહ્મચારી વિરચિત’ એમ આપ્યું છે. દિગંબરોમાં સાધુ થવા માટે પ્રથમ બ્રહ્મચારી થવું જોઈએ. જિનદાસ બ્રહ્મચારીની અવસ્થામાં હતા ત્યારે જ એમણે આ બધી કૃતિઓની રચના કરી છે. એમણે રચેલી કૃતિઓમાં દુહાબદ્ધ ૨૦૪ કડીની સુગંધદશમી કથા વિશિષ્ટ છે. સુંગધદશમી વ્રતનો વિવિધ લોકપ્રિય ઢાળોમાં મહિમા આલેખતી આ કૃતિ આ પરંપરાની એક નોંધપાત્ર કૃતિ છે. એમની રાસકૃતિઓમાં હરિવંશરાસ (ઈ.સ. ૧૪૬૪), યશોધર રાસ આદિનાથ રાસ, શ્રેણિક રાસ, કરકુંડ રાસ, હનુમંત રાસ સમકિત સારા રાસ, સાસરવાસોનો રાસ એટલા રાસ ઉપલબ્ધ છે. આ ઉપરાંત ધર્મપચીસી નામની ૨૭ કડીની એક હિંદી લઘુકૃતિ પણ ઉપલબ્ધ છે. કવિની ભાષા સરળ છે અને ઉપમા દૃગંત ઇત્યાદિ અલંકારો કવિ સહજ રીતે પ્રયોજે છે ને એમાં હિંદી - રાજસ્થાનીની છાંટ પણ વરતાય છે. વચ્છ ભંડારી વડતપગચ્છના જ્ઞાનસાગરસૂરિના ભક્ત શ્રાવક વચ્છ ભંડારીએ રચેલી જીવભવસ્થિતિરાસ,
SR No.032073
Book TitleGujarati Sahityano Itihas Part 02 Khand 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2003
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy