SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૨ ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ગ્રંથ : ૨, ખંડ- ૧ કેરો શિષ્ય ગૌતમ નામ જપો નિશદિશ એ પંક્તિથી શરૂ થતો એમનો ગૌતમ સ્વામીનો છંદ આજ દિવસ સુધી જૈનોમાં રોજેરોજ ગવાતો આવ્યો છે. એટલે કે સાધારણ જૈન સમાજ આજે પણ યશોવિજયજી, આનંદઘનજી, જિનહર્ષ ઉદયરત્ન, પદ્મવિજય, દેવચંદ્ર, વીરવિજય ઈત્યાદિ કવિઓથી જેમ સુપરિચિત છે તેમ લાવણ્યસમયથી પણ સુપરિચિત છે. લાવણ્યસમયનો જન્મ ઈ.સ. ૧૪૬૫માં અમદાવાદમાં અજદરપુરામાં થયો હતો. એમના પિતાનું નામ શ્રીધર અને માતાનું નામ ઝમકલદેવી હતું. લાવણ્યસમયનું જન્મનામ લહુરાજ (લઘુરા) હતું. એ સમયે અજદરપુરામાં જૈન મંદિરની પાસે આવેલા ઉપાશ્રયમાં મુનિ સમયરત્ન બિરાજમાન હતા. શ્રીધરે એમને બહુરાજના જન્માક્ષર બતાવ્યા. તે જોઈ સમયરને કહ્યું : આ બાળક મહાન તપસ્વી, કોઈ મોટો યતિ, મહાવિદ્વાન અને બહુ તીર્થયાત્રા કરનારો થશે. મુનિ સમયરત્નના કહેવાથી માતા પિતાએ લહુરાજને નવમે વર્ષે દીક્ષા આપવાનું નક્કી કર્યું અને તે મુજબ એને પાટણમાં સમયરત્નના ગુરુ લક્ષ્મીસાગરસૂરિના હસ્તે દીક્ષા આપવામાં આવી અને તેનું નામ લાવણ્યસમય રાખવામાં આવ્યું. મુનિ સમયરત્ન લાવણ્યસમયને નાની વયથી જ સારું અધ્યયન કરાવ્યું હતું. સોળમે વર્ષે તો લાવણ્યસમય કવિતાની રચનાકરવા લાગ્યા હતા. એમણે લખેલા વિમલપ્રબંધની ચૂલિકામાં તેઓ પોતાને વિશે જણાવે છે: નવમઈ વરસિ દિખવર દીધ, સમયરત્ન ગુરિ વિદ્યા દીધ, સરસતિ માત મયા તવ લહી, વરસ સોલમ વાણી હુઈ, રચિયા રાસ સુંદર-સંબંધ, છંદ કવિત ચુપઈ પ્રબંધ, વિવિધ ગીત બહુ કરિયા વિવાદ રચી આ દિપસૂરિ સંવાદ, સરસ કથા હરીઆલી કવઈ, મોટા મંત્રીરાય રંજવઈ, કવિ લાવણ્યસમયે રાસ, પ્રબંધ, ચોપાઈ, સંવાદ, વિવાહલો, સ્તવન, સઝાય, છંદ, હમચડી, હરિયાળી, વિનતી ઈત્યાદિ પ્રકારની ૪૨ જેટલી નાની મોટી કૃતિઓની રચના કરી છે. એમના સમયમાં તેઓ એક પ્રભાવશાળી પંડિત કવિ હતા. એ સમયના મુસલમાન રાજ્યકર્તાઓ પણ લાવણ્યસમયનું ઘણું માન જાળવતા હતા. મેવાડના મહારાણા રત્નસિંહના મંત્રી કર્માશાહે શત્રુજ્ય તીર્થનો સાતમો જીર્ણોદ્ધાર કરાવ્યો તે આ લાવણ્યસમયના ઉપદેશથી કરાવ્યો હતો એવો નિર્દેશ શત્રુજ્ય ઉપરના ઈ.સ. ૧૫૨૨ ના શિલાલેખમાં આજે પણ જોઈ શકાય છે. લાવણ્યસમય ક્યારે કાળધર્મ પામ્યા તે નિશ્ચિતપણે જાણી શકાતું નથી, પરંતુ ઈ.સ. ૧૫૩૩ માં એમણે અમદાવાદમાં યશોભદ્રસૂરિ રાસની રના કરી છે ત્યાં સુધી એટલે કે અડસઠ વર્ષની ઉંમર સુધી તેઓ વિદ્યમાન હતા એમ કહી શકાય. એમની કૃતિઓમાંથી ઘણીખરી કૃતિઓ પ્રકાશિત થઈ ચૂકી છે. એમની કેટલીક
SR No.032073
Book TitleGujarati Sahityano Itihas Part 02 Khand 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2003
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy