SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન સાહિત્ય -૧ (ઈ.સ. ૧૪૫૦-૧૬O) ૬૯ ભવભંજણ ભગવંતનું આણ અખંડ વહેસિ, સીલ શિરોમણિ ગુણ નિલઉં, જંબુ કુમર વણેસુ. ત્રષિવર્ધન અંચલ ગચ્છના જયકીર્તિસૂરિના આ શિષ્યની માત્ર એક જ કૃતિ મળે છે નારાજ ચુપઈ. મધ્યકાળમાં નળદમયંતીની કથા જૈન પરંપરા પ્રમાણે નલ-દવદંતીની કથા) વિશે લખાયેલી રાસકૃતિઓમાં ઈ.સ. ૧૪પ૬ (સં. ૧૫૧૨) માં રચાયેલી આ કૃતિ આ ગાળાની નોંધપાત્ર કૃતિ છે. નલરાજ ચુપઈ અથવા નલરાય-દવદંતીચરિતના નામની આ કૃતિની રચના કવિએ દુહા, ચોપાઈ અને ભિન્ન ભિન્ન દેશીઓમાં પ્રયોજેલી ઢાળોમાં કરી છે. કદની દૃષ્ટિએ આ રાસ નાનો છે. લગભગ સાડાત્રણસો જેટલી કડીની આ સળંગ રચનામાં કવિ શ્રી શાંતિનાથ ભગવાનને પ્રણામ કરી રાસની શરૂઆત કરે છે. રાસના કથાવસ્તુ માટે કવિએ મુખ્યત્વે આધાર લીધો છે – હેમચંદ્રાચાર્યત ત્રિષષ્ટિશલાકાપુરષચરિત્રનો, એટલે કે જૈન પરંપરાનુસાર ચાલી આવતી નલદવદંતીની કથાનો. નલદવદંતીની જૈન કથા એના પૂર્વ ભવોના વૃત્તાંત્તથી–વીરમતી અને મમ્મણના ભવની અને ધણ ધૂસરીના ભવની કથાથી-શરૂ થાય છે અને કવિએ પણ એ જ પ્રમાણે આલેખન કર્યું છે. પરંતુ કવિએ આરંભના ભાગમાં જ પ્રયોજેલી નલદવદંતીના માહાભ્યને વર્ણવતી નીચેની કડી કેટલીક ઢાલોની ધ્રુવકડી તરીકે પણ પ્રયોજેલી જણાય છે. કદાચ લહિયાઓએ પણ એ પ્રમાણે કર્યું હોય. પુણ્ય તિલોક નલહવિખ્યાત, મહાસતી ભીમી અવદાત : જિમ જિમ શ્રવણે સુણીઈ છેક, તિમ તિમ જાગઈ ધર્મ વિવેક નલદવદંતીના પૂર્વભવના આલેખન પછી દુહામાં નળનું અને ઉલાલાની ઢાલમાં દવદંતીનું ચિત્ર કવિએ ખડું કર્યું છે. ઓછી છતાં કાવ્યગુણયુક્ત પંક્તિઓમાં આ આલેખન થયું હોવાથી તે કંઈક વિશિષ્ટતાવાળું બન્યું છે. નિષધ રાજાના રાજ્યની સમૃદ્ધિનું અને નળના જન્મમહોત્સવનું કવિએ કરેલું વર્ણાનુપ્રાસયુક્ત વર્ણન પણ ધ્યાન ખેંચે એવું છે. યૌવનિ ચડીય સંપૂરઈ, રતિરંભા મદ ચૂરઈ એવી દવદંતીનું સ્વયંવરમંડપમાં આગમન થયું, તે સમયનું કવિએ આલેખેલું ચિત્ર પણ મનોહર છે. નલદવદંતીના લગ્નપ્રસંગના નિરૂપણમાં કવિના સમયની લગ્ન વિધિનું પ્રતિબિમ્બ પડેલું જણાય છે. નવરંગ ચૂંદડી ઓઢી નળરાજાનું એની બહેને લૂણ ઉતાર્યું એવો અહીં કવિએ કરેલો નિર્દેશ સામાન્ય રીતે નળદમયંતી વિશેની અન્ય કૃતિઓમાં જોવા મળતો નથી. વનમાં નળદવદંતી વિખૂટાં પડે છે તે ઘટના પછી નળની તપાસ માટે ભીમ રાજાએ મોકલેલો બ્રાહ્મણ નળદેવદંતીની કથાનું નાટક ભજવીને હુંડિક એ જ નળ
SR No.032073
Book TitleGujarati Sahityano Itihas Part 02 Khand 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2003
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy