SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૮ ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ગ્રંથ:૨, ખંડ - ૧ છંદો કવિએ કુશળતાથી પ્રયોજ્યા છે. ને ક્યાંક એક જ શ્લોકમાં છંદનાં મિશ્રણો પણ યોજ્યાં છે. જે કવિનું છંદપ્રભુત્વ બતાવે છે (૩) કૃતિમાં સહજ સંયોજન પામેલી લોકોક્તિઓ આ કૃતિની ત્રીજી મહત્ત્વની વિશેષતા છે. આવતિ લખમિ પાઈ કુણ bલઈ (દ.ગોગ્રહણ, શ્લોક-૧૦), કિમઈ અજાણિઉ લુનૈવ ખાઈ (દ.ગો. ર૬: ચંદ્રિ આજ તુઝ નામુ લિહાવઉં (દ.ગો:૨૨), વગેરે. આ કારણે મધ્યકાલીન વિરાટપર્વ. કૃતિઓમાં શાલિસૂરિની કૃતિ નોખી તરી આવે છે. દેપાળ / દેપો ઈ.સ.ના પંદરમા શતકના અંતભાગમાં દેપાળ (દેવપાલ) નામના કવિએ રાસ, ફાગુ, ધવલ, હરિયાળી, પૂજા, ભાસ ઇત્યાદિ પ્રકારની તેર જેટલી કૃતિઓની રચના કરેલી મળે છે, એમાંની ઘણીખરી અપ્રસિદ્ધ છે. કવિ ઋષભદાસે ઈ.સ. ૧૬ ૧૪માં સં. ૧૬૭૦માં) રચેલા પોતાના કુમારપાળરાસમાં પોતાના પુરોગામી કવિઓનો ઉલ્લેખ કર્યો છે તેમાં દેપાળનો પણ નિર્દેશ કર્યો છે. હંસરાજ, વાછો , દેપાલ, માલ હેમની બુદ્ધિ વિશાલ, સુસાધુ, સમરો, સુરચંદ, શીતલ વચન જિમ સારદચંદ. કોચર વ્યવહારી રાસમાં નિર્દેશ થયો છે તે પ્રમાણે દેપાલ દિલ્હીના પ્રસિદ્ધ દેસલહાર શાહ સમરો અને સારંગનો આશ્રિત હતો. પરંતુ તે ગુજરાતમાં પણ પુષ્કળ ફર્યો હતો અને એણે ઘણું ખરું ગુજરાતમાં રહીને પોતાની કૃતિઓની રચના કરેલી જણાય છે. કવિએ રચેલી કૃતિઓમાં શ્રેણિક અને અભયકુમારના બુદ્ધિચાતુર્યને ૩૬ ૧ કડીઓમાં આલેખતી શ્રેણિક અભયકુમાર ચરિતઃ ૧૮૧ કડીની જંબૂસ્વામી પંચભવ ચોપાઈ (ર.ઈ.૧૪૬ ૬): ૩૫૦ કડીની સમ્યક્ત બાવ્રત કુલક ચોપાઈ (ર.ઈ. ૧૪૭૮): ૧૮૦ કડીનો પાવડભાવડ રાસ, રૂઢિપ્રયોગો - કહેવતો - નિરૂપણ શૈલીની વિશેષતા બતાવતી ચંદનબાલા ચરિત્રચોપાઈ. ર૭૭ કડીની રોહિણેય પ્રબંધ, ૨૭ કડીની આર્દ્રકુમાર ધવલ, તીર્થવર્ણનની કૃતિઓ શંત્રુજય ચૈત્યપરિપાટી અને પાર્શ્વનાથ જીરાઉલા-રાસ, સ્નાત્રપૂજા આદિ વિશેષ નોંધપાત્ર છે. કવિ દેપાળ ભોજક હોવાને લીધે સંગીતના તત્ત્વની એને સારી સૂઝ હોય એમ જણાય છે. એની કૃતિઓની ભાષામાં પ્રાસાનુપ્રાસ, પ્રાસાદિકતા, છંદ-બાનીની છટા અને લયબદ્ધતાનું તત્ત્વ તરત નજરે ચડે છે. ઉ.ત. જંબૂસ્વામી પંચભવવર્ણન ચોપાઈમાં એ લખે છે : ગોયમ ગણહર પલ નમી આરાહિતુ અરિહંત હૃદયકમલ અહનિસ વસઈ ભવભંજણ ભગવંત.
SR No.032073
Book TitleGujarati Sahityano Itihas Part 02 Khand 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2003
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy