SearchBrowseAboutContactDonate
Page Preview
Page 466
Loading...
Download File
Download File
Page Text
________________ અખા પછીની જ્ઞાનમાર્ગી કવિતા ૪૪૯ છે અને પદોમાં એની અદ્વૈત સિદ્ધાંતની સમજ પ્રગટ થાય છે. ભગવાનદાસ (ઈ.૧૬ ૨૫-૯૦) અને ધનદાસે પણ ગીતા-પરંપરાનાં કાવ્યો આપ્યાં છે. પણ અખાની પરંપરાના સંતોનાં નામ એટલાં જાણીતાં નથી. અખાના શિષ્યોમાં સૌથી વધુ જાણીતા છે સંત લાલદાસ (ઈ.૧૬૪૪ આસપાસ). એમનાં ભજનો ‘સાગ૨' મહારાજે સંપાદિત કરેલ ‘સંતોની વાણી'માં મળે છે. ‘જ્ઞાનરવેણી' ૧-૨, ‘વનરમણી' ૧-૨-૩, અને સાખીઓ મળીને લાલદાસજીની કુલ ૪૨ કૃતિઓ ‘સંતોની વાણી’માં પ્રસિદ્ધ થઈ છે. સંત લાલદાસજીના શિષ્ય હરિકૃષ્ણજીએ પણ વેદાંતનાં પદો સારી સંખ્યામાં લખ્યાં છે. ‘બૃહત્ કાવ્યદોહન'ના પહેલા ભાગમાં ગૌરીબાઈનાં અગિયાર પદો પ્રસિદ્ધ થયેલાં, પણ તે પછી ગુજરાત વર્નાક્યુલર સોસાયટી તરફ્થી પ્રસિદ્ધ થયેલ ‘ગૌરીકીર્તનમાળા’માં જે મોટી સંખ્યામાં પદો પ્રસિદ્ધ થયાં તે ઉપરથી જણાય છે કે ગૌરીબાઈ (ઈ.૧૭૪૪ આસપાસ) સમર્થ વેદાન્તી સ્ત્રી–કવિ હતાં અને એમને અખાની પ્રણાલિકા સાથે સાંકળવામાં આવે છે. આ ગૌરીબાઈ હરિકૃષ્ણજીના શિષ્ય જિતા મુનિ નારાયણનાં શિષ્ય જણાય છે. આ જિતા મુનિ નારાયણે પણ આત્મતત્ત્વ' વિચારનાં પદો અને સાખીઓ રચી છે. એમના શિષ્ય કલ્યાણદાસજીએ (ઈ.૧૭૬૪ આસપાસ) સાખીઓ, પદો, ‘અજગરબોધ' (પુ.) ૫૧કડીની રચના જેવી કૃતિઓ રચી આત્માનુભવની દશાનું નિરૂપણ કર્યું છે. સંત લાલદાસજીના એક બીજા શિષ્ય હતા જીવણદાસ (ઈ.૧૭૪૪ આસપાસ), એમણે ‘નંદિકશોરના મહિના’, ‘નવચાતુરી’, ‘વેદાંતનાં પદો', જ્ઞાનકક્કો, વગેરે જ્ઞાનમૂલક કૃતિઓ રચી છે. વળી ‘કેવળપુરીકૃત કવિતા’ નામે પ્રાચીન કાવ્યમાળા'માં ગ્રંથસ્થ થયેલ કાવ્યોના રચનાર કેવળપુરી (ઈ.૧૭૫૯-૧૮૪૮) હરિકૃષ્ણજીના શિષ્ય હતા અને એક સમર્થ વેદાંતીકવિ તરીકે આપણે એમને ગણી શકીએ તેમ છીએ. એમની ભાષામાં ચારણી, મારવાડી તેમજ હિન્દી શબ્દોનો ઠેર ઠેર ઉપયોગ જોવામાં આવે છે. નડિયાદના સુપ્રસિદ્ધ સંતરામ મહારાજ પણ અખાની પરંપરામાં જ સ્થાન પામે છે. બીજા અનેક સંતોએ જ્ઞાનમાર્ગી કવિતા લખી છે. ગુજરાતી ભજનોના સંગ્રહો ઉપર નજર નાખતાં આ વાતની પ્રતીતિ થશે. સોરઠી સંત મૂળદાસ (ઈ.૧૬૫૫૧૭૭૯) એમનાં મર્મીલાં ભજનો માટે પ્રખ્યાત છે. જ્ઞાનવૈરાગ્ય, યોગ અને કૃષ્ણપ્રેમની ત્રિવેણીનો સંગમ એમનાં ભજનોમાં મળે છે. અખાના સમકાલીન ભાણદાસ (ઈ.૧૬૫૯ આસપાસ) એમની વેદાંતી કૃતિ હસ્તામલક’ (ઈ.૧૬૫૧)માટે જાણીતા છે અને એમની બીજી જાણીતી કૃતિ ‘અજગર અવધૂત સંવાદ' ૫૨ કડીની કૃતિ તે એમની અપ્રસિદ્ધ કૃતિ, પ્રહ્લાદ આખ્યાન’નો એક ભાગ છે. જેમણે અખાના
SR No.032073
Book TitleGujarati Sahityano Itihas Part 02 Khand 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2003
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy