SearchBrowseAboutContactDonate
Page Preview
Page 465
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪૮ ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ગ્રંથ : ૨, ખંડ - ૧ : રચાયેલી ૨૬૪૧ જેટલી ‘સાખીઓ’(ઈ. ૧૭૭૫/સં. ૧૮૩૧, ફાગણ વદ-૨, શનિવા૨) માં બ્રહ્મભાવના અનુભવવાનો બોધ, વિવિધ દૃષ્ટાંતોથી કવિએ આપ્યો છે. આ ઉપરાંત, જીવ અને બ્રહ્મના અભેદને નિરૂપતો ‘કક્કો' (ઈ. ૧૭૮૬/સં. ૧૮૪૨, આસો સુદ૬ ગુરુવાર), મનુષ્યની ભંગુરતા અને ઈશ્વરસ્મરણનો બોધ આપતાં ‘ચેતવણી’ નામનાં ૧૯ પદો, બહ્માનુભવ આલેખતાં નવ-નવ કડીના ૧૦ ‘મંગલ્લ’ તથા નિર્ગુણોપાસના વિષયનાં ને પ્રેમભક્તિના સ્પર્શવાળાં ઘણાં પદો આ કવિએ રચ્યાં છે. કવિની આ કૃતિઓમાં ‘વસ્તુગીતા’ અને પદો વિશેષ નોંધપાત્ર છે. ગુજરાતી જ્ઞાનમાર્ગી ધારાનાં ગીતાકાવ્યોની પરંપરામાં મહત્ત્વની ઠરે એવી વસ્તુગીતા’માં કવિએ પહેલા ૭ અધ્યાયોમાં અદ્વૈતવિચારને લાક્ષણિક રીતે નિરૂપ્યો છે ને છેલ્લા અધ્યાયમાં અગાઉના સાતે અધ્યાયની ચર્ચાનો સાર આપતો ઉપસંહાર કર્યો છે. જરૂર લાગી ત્યાં દૃષ્ટાંતો આલેખીને પણ બહુધા સીધો જ તત્ત્વવિચારને લક્ષ્ય કરીને કવિએ જીવ-શિવ-ભેદ, માયાની લીલા, પંચીકરણ-પ્રક્રિયા, જીવ-બ્રહ્મની એકતા, આત્માસ્વરૂપની પ્રાપ્તિના માર્ગ, જીવ અને પરબ્રહ્મનું સ્વરૂપ, જ્ઞાન અને ભક્તિ દ્વારા ઇશ્વર સાથે સાયુજ્યનો અનુભવ, આદિનું નિરૂપણ કર્યું છે. વસ્તા વિથંભરનાં પદોમાં પરંપરા-મુજબ સાચા સંત ને ગુરુનાં વર્ણન ને લક્ષણો, બ્રહ્મનું આલેખન આદિ જોવા મળે છે પણ એ સાથે જ, અખાની યાદ અપાવે એવી, મિથ્યાચારી, દંભી, વિતંડાવાદીઓની આકરી ટીકા પણ નિરૂપણ પામી છે. પ્રેમલક્ષણાભક્તિને નિરૂપતાં એનાં પદોમાં પ્રેમ-ભક્તિનો મહિમા છે પરંતુ કવિનું વેદાંતીપણું એમાં સતત એક તારની જેમ જોડાયેલું રહ્યું છે. જેમકે વારી જાઉં રે તાહરા નામને માહારા જ્યુગના જીવનપ્રાંણ અગોચર્ય ઈંદ્રી થકો સુ જાંણે જાંણ સુજાંણ ત્યારે તને ઓલ્લખે જાારે હોએ અનુભવભાંણ’ આ કવિનાં પદોમાં વિવિધ લોકોક્તિઓ પણ ગૂંથાઈ છે. એણે એમનાં પદોને જીવંત ને રસપ્રદ કર્યાં છે. ૨ અખા ભક્ત પછીની જ્ઞાનમાર્ગી પરંપરાનો જ્યારે આપણે વિચાર કરીએ ત્યારે સૌથી પહેલાં તો અખા ભક્તના શિષ્યોની પરંપરા જ આપણી સામે ખડી થાય છે. અખાના ગુરુભાઈઓ તરીકે ગોપાલદાસ, નરહિર અને બુટાજીનાં નામ સુપ્રસિદ્ધ છે. ગોપાલે (ઈ. ૧૬૪૯) ‘ગોપાલગીતા'માં વેદાંતની સરળ સમજૂતી આપી છે અને જ્ઞાનસાખીઓ, રાસલીલા તથા કૃષ્ણભક્તિનાં પદો પણ લખ્યાં છે. બુટિયો પણ આ પરંપરાનો કવિ
SR No.032073
Book TitleGujarati Sahityano Itihas Part 02 Khand 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2003
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy