SearchBrowseAboutContactDonate
Page Preview
Page 467
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૦ ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ગ્રંથ ૨, ખંડ - ૧ જેટલી જ પ્રબળ અને પ્રહારક વાણીમાં કર્મ-કાંડ, મૂર્તિપૂજન, તપ-તીરથ વગેરે સાધનો દ્વારા થતી લૌકિક ભક્તિને ચાબખા લગાવી વૈરાગ્યબોધક, જ્ઞાનોપદેશનાં સંખ્યાબંધ ગુજરાતી અને હિન્દી પદો રચ્યાં છે તે સ્વામી સચ્ચિદાનંદ, પૂર્વાશ્રમના મનોહર (ઈ.૧૬ ૭૬ --૧૭૩૩) કેવલાદ્વૈત વેદાંતના સમર્થ પુરસ્કર્તાઓમાંના એક છે. અન્ય જ્ઞાનાશ્રયી કવિઓમાં “જ્ઞાનગીતા' અને “જ્ઞાનમૂળ'ના કર્તા જગજીવન, ‘હસ્તામલક' નરબોધ' જેવી કૃતિઓ રચનાર શ્રીદેવ, શિવગીતા' “શ્રી હરિગીતા', “વિષ્ણુપદ' ચાતુરીઓ' વગેરે કૃતિઓનો પ્રસિદ્ધ લેખક નાથ ભવાન ઉર્ફે અનુભવાનંદ તેમજ ચેતવણી ‘અધ્યાત્મ રામાયણ' પદો વગેરે લખનાર પ્રાગજીને ગણાવી શકાય. સંતવાણીનો બીજો એક પ્રવાહ કબીરપંથી સંતો પાસેથી આવ્યો છે. તેમાં ભાણસાહેબ, રવિસાહેબ, દાસી–જીવણ, ખીમસાહેબ, મોરારસાહેબ, હોથી વગેરે સંતોનાં નામો સવિશેષ ઉલ્લેખપાત્ર છે. નિરાંતની શિષ્યપરંપરામાં દયાળદાસે, કહાનદાસ, મંછારામ, દોલતરામ, ગોવિંદરામ, ગણપતરામ, શ્યામદાસ, ધરમગિરિ, નારાયણગિરિ, વગેરેનાં નામો આપણને મળે છે. જેમણે બ્રહ્મજ્ઞાનનાં અને વૈરાગ્યબોધનાં થોડાંક પદો પણ લખ્યાં હોય એવા કવિઓની સંખ્યા ઘણી મોટી થવા જાય છે. ભિન્ન ભિન્ન સ્થળેથી પ્રસિદ્ધ થયેલ ભજનસંગ્રહોમાંથી આ બધાં નામો ભેગાં થઈ શકે. આ બધા સંતો અંગે કેટલીક નોંધપાત્ર વિગતો લક્ષમાં લેવા જેવી છે, એમાંના મોટા ભાગના સંતો જીવનના આરંભકાળમાં સામાન્ય સંસારાસક્ત માનવીઓ હતા. ગુરુકૃપા, સત્સંગ અને આત્માનુભૂતિને કારણે એમની આસક્તિ દૂર થઈ અને તેઓ અનાસક્ત બન્યા. સાધનાના મુશ્કેલ માર્ગ દ્વારા એમણે આત્મકલ્યાણ પ્રાપ્ત કર્યું અને લોકકલ્યાણ માટે પ્રયાસો આદર્યા એમ જણાય છે કે જીવનના કેટલાક સામાન્ય પ્રસંગો પરથી જ તેમને જગત પ્રત્યે વિરાગ પેદા થયો હતો અને તેઓ અધ્યાત્મમાર્ગે વળ્યા હતા. એમાંના ઘણા રમતા રામોએ ગુજરાતને ગામડે ગામડે ઘૂમી સમાજના નીચલા થરના લોકોની સેવા કરી છે. આ સંતોને નિર્ગુણમાર્ગી તરીકે ઓળખાવવાની જરૂર નથી, કેમ કે તેમણે એકાન્તિક ભાવે નિર્ગુણની શોધ, મનન ને ચિંતન નથી કર્યા. સગુણ સાથે તેઓ અસંમત નથી થયા. જ્ઞાનનો આશ્રય લેવા છતાં કેવળ શુષ્ક જ્ઞાનની એમણે વાતો નથી કરી. જ્ઞાન અને ભક્તિમાં એમણે ભેદ પાડ્યો નથી, તેઓ હતા સ્વાનુભવી અને સમન્વયવાદી એટલે એમને ઓળખાવવા હોય તો અનુભવાર્થી, જ્ઞાની, સ્વરૂપાનુસંધાની કે મર્મી તરીકે ઓળખવા વધુ યોગ્ય છે. તેઓ સૌ પ્રવાસી છે અધ્યાત્મ માર્ગના, કવિતા રચીને કવિ તરીકે ઓળખાવાનું એમનું ધ્યેય નથી, પણ પ્રેમભક્તિ અને જ્ઞાનની વાતોથી અલખ જગાવી, ન્યાતજાત
SR No.032073
Book TitleGujarati Sahityano Itihas Part 02 Khand 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2003
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy