SearchBrowseAboutContactDonate
Page Preview
Page 464
Loading...
Download File
Download File
Page Text
________________ અખા પછીની શાનમાર્ગી કવિતા ૪૪૭. માટે આગળ નથી આણી અને તેથી પ્રસંગવશાત, બ્રહ્મ, જીવ, જગત, માયા, મોક્ષ જેવા પરંપરાગત વિષયો એમના કવનમાં સહજભાવે આમેજ થયા છે. સગુણ અને નિર્ગુણ બને ભક્તિને ઉપાસના, જીવ-બ્રહ્મના અભેદના ઉપદેશ સાથે જ એમણે ઉપદેશી છે. જગત જૂઠું છે. માયા જાતજાતનાં આકર્ષક રૂપો ધારી અજ્ઞાની જીવને છેતરે છે. કાળના પંજામાંથી કોઈ છટકી શકતું નથી. તેથી સદ્ગુરુને શરણે જઈ તેના ઉપદેશને આચરણમાં મૂકી, હરિભજનને પ્રતાપે જગતની જંજાળમાંથી છૂટી આત્મસ્વરૂપને પામો એવો એકધારો ઉપદેશ, વૈવિધ્યની જેમાં ખામી વરતાતી નથી એવી પ્રેરક વાણીમાં, આપણા આ કવિઓએ કર્યો છે અને મુક્તિનો સીધો માર્ગ ચીંધ્યો છે. વસ્તો વિવંભર જ્ઞાનમાર્ગી કવિતાની પરંપરામાં વસ્તી વિશ્વભર બ્રહ્માનુભવના આલેખનમાં તથા પ્રેમલક્ષણા ભક્તિની રીતે કવિતા લખનાર એક વિશિષ્ટ કવિ હતો. ખંભાત પાસેના સકરપુરા ગામનો એ વતની હતો ને આજે પણ ત્યાંના ખારવાઓ એની સમાધિનું પૂજન કરે છે. એ ઔદિચ્ય ટોળકિયો બ્રાહ્મણ હતો એમ પણ કહેવાયું છે. રામાનંદી સંપ્રદાયના એક મહંત વિશ્વભરદાસજીનો એને સમાગમ થયો ને એમની પાસે એણે દીક્ષા લીધી. પોતાના નામ સાથે ગુરુનું નામ જોડીને એ વસ્તો વિશ્વભર થયો. એના બીજા એક ગુરુ (સંભવતઃ વિશ્વભરદાસજીના પણ ગુરુ) અમરદાસજીનું નામ એણે પોતાની એક કૃતિ “અમરપુરી ગીતા' સાથે જોડ્યું છે. કવિની ઠીકઠીક કૃતિઓમાં માસ-તિથિ સાથેના વર્ષનિર્દેશો મળે છે. પરંતુ લાંબી કહી શકાય એવી ત્રણ કૃતિઓમાં બે-ત્રણ માસનું જ અંતર દર્શાવતા માસ-વર્ષ ઉલ્લેખો હોવાથી એ એનાં રચના કર્યાનાં વર્ષ નહીં પણ લહિયાઓએ નકલ કર્યાનાં વર્ષ હશે એવો વિદ્વાનોનો મત છે. એ મતને સ્વીકારીએ તો આથી જુદાં વર્ષો દર્શાવતી એની કૃતિઓમાં પણ રચ્યાસંવત નહીં પણ લેખન-સંવત છે એમ સ્વીકારવું પડે. જ્ઞાનમાર્ગી-પરંપરાનાં ગીતાકાવ્યો, સાખીઓ, કક્કો, પદો ઉપરાંત દાણલીલા, તિથિ, માસ, થાળ ગરબી રૂપે મળતાં પ્રેમલક્ષણાભક્તિનાં પદો એણે રચ્યાં છે. ૪૨૭ કડીની ૮ અધ્યાયની વસ્તુગીતા', ૭૦૦ ઉપરાંત સાખીઓની ‘અમરપુરી-ગીતા (ઈ. ૧૭૭૫/સં. ૧૮૩૧, જેઠ વદ-૬, ગુરુવાર),ગુરુશિષ્યસંવાદરૂપે રચાયેલી ચોપાઈની ૫૦૭ કડીઓની વસ્તુવિલાસ (ઈ. ૧૭૭૫/સં. ૧૮૩૧, અધિક વૈશાખ વદ-૧૧) - એ કૃતિઓમાં અદ્વૈતવિચારનું સરળ પણ અસરકારક નિરૂપણ છે. “આત્મજ્ઞાન કો’ ‘ગુરુવંદન કો' વગેરે જેવાં ૮૮ અંગોમાં વહેંચાયેલી, વ્રજની છાંટવાળી ગુજરાતીમાં
SR No.032073
Book TitleGujarati Sahityano Itihas Part 02 Khand 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2003
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy