SearchBrowseAboutContactDonate
Page Preview
Page 463
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪૬ ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ગ્રંથ : ૨, ખંડ- ૧ કે જ્યાં શાસ્ત્ર-જ્ઞાન, વિદ્વત્તા કે પાંડિત્યનો દાવો કરવામાં આવતો નથી. આમાંના એકને પણ કવિ થવાની કે કવિ તરીકે ઓળખવાની લેશમાત્ર ઈચ્છા ન હતી. એમના ઉદ્દગારો એ એમના હૈયામાંથી પ્રગટતી સીધી ધારદાર વાણી છે. વેદાંત તે કેવળ પોથીમાંનું તત્ત્વજ્ઞાન નથી પણ યથાર્થ રીતે જીવન જીવવાનો સર્વથા વહેવારુ માર્ગ છે એ આ સૌના ઉપદેશથી સ્પષ્ટ થઈ જાય છે. આ સંતોનો ઉપદેશ મોટે ભાગે પ્રાકૃત અબુધ જનતાને થયો છે. છતાં માનવમાત્રને એ લાગુ પડે છે. તે કારણે એ ઉપદેશપ્રધાન કવનમાં રહેલ બળ કેવા પ્રકારનું છે તે ઉપર આપેલાં અનેક અવતરણોથી સમજાશે. કલ્પનાની ચારુતાનો અભાવ એમાં મોટે ભાગે છે, છતાં પરિચિત દગંતો, ઉપમા, રૂપક, નિદર્શના, પ્રાસાનુપ્રાસ, વર્ણસગાઈ વગેરેથી તેમ જ કહેવતો અને રૂઢિપ્રયોગોના ઔચિત્યપુરઃસરના ઉપયોગથી એ કવન રસાળ અને ચોટદાર બની રહે છે. અક્ષરમેળ છંદો અહીં ભાગ્યે જ મળે. દુહા, ચોપાઈ, સોરઠા, છપ્પા, કુંડળિયા કવિત, સવૈયા, ઝૂલણા, મનહર જેવા માત્રામેળ છંદોમાં માત્રાઓની વધઘટ અને યતિના નિયમોનો ભંગ અવારનવાર દેખાતો હોવાનું કારણ વજનને જોઈને જ થતું લખાય છે. આમ તો સંગીતાત્મક પદો જ મોટે ભાગે આ કવિઓએ રચ્યાં છે. અહીં લોકગીતના જુદા જુદા ઢાળ તાલ તથા ધૂનનો વપરાશ પણ છે. કીર્તનોભજનો સુગેય હોય અને જાણીતા ઢાળોમાં હોય ત્યારે જ લોકકંઠે રમી રહી શકે. કાફી ને હોરીનાં પદોમાં શાસ્ત્રીય સંગીતનો આનંદ સાંપડી શકે. - 5 એક વાત અત્યંત સ્પષ્ટ છે કે આ ભક્તોને મન ભાષા સાધ્ય નથી, કેવળ સાધન છે. એ કારણે જ તેઓ રૂઢ તળપદી અને સરળ તથા પ્રવાહી બાનીમાં પોતાનો ચિંતનભાર રજૂ કરે છે. વેદાંતના અતિગહન સિદ્ધાન્તો, ખંડનમંડનની લપમાં પડ્યા સિવાય, આ કવિઓએ જે વાણીમાં રજૂ કર્યા છે તે વાણી અણઘડ ગ્રામ્ય, કર્કશ, અને કઠોર પણ હશે, છતાં સાંભળનારાનાં હૈયાં શબ્દબાણે વીંધી નાખવાની આગવી શક્તિ એમાં છે. આ ભક્તોની ભાષામાં ભાષાઓનું આજે હસવા જેવું લાગે તેવું સંમિશ્રણ છે એની ના નહિ, પણ સત્સંગ ને પર્યટન દ્વારા એમણે જે જ્ઞાન મેળવ્યું, જે માહિતી મેળવી, જે અનુભવો મેળવ્યા, એ સૌનો સમન્વય એમણે સાચા ધર્મબોધ ને જ્ઞાનોપદેશ માટે કર્યો છે, અને એમ કરી, લોકકલ્યાણનું અત્યંત મહત્વનું કાર્ય એમણે કર્યું છે. ઊંચનીચના, રાય-રંકના, પંડિત-પ્રાકૃતજનના ભેદોને એમણે હસી કાઢ્યા છે, સમાજની કુરૂઢિઓ અને બદીઓ દૂર કરવા માટે એમણે આકરાં વેણ ઉચ્ચાય છે. અજ્ઞાની જીવોને તેમની મોહદશામાંથી બહાર લાવવા જ્ઞાનોપદેશનો મહાપુરુષાર્થ આદર્યો છે. અંધભક્તિ અને શુષ્કજ્ઞાનનો ઉપહાસ કરતા આ સંતોએ વેદાંત જેવા દર્શનને ભક્તિના સદુપદેશ માટે અપનાવ્યું છે, ભક્તિને દર્શનના સિદ્ધાંતો
SR No.032073
Book TitleGujarati Sahityano Itihas Part 02 Khand 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2003
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy