SearchBrowseAboutContactDonate
Page Preview
Page 462
Loading...
Download File
Download File
Page Text
________________ અખા પછીની જ્ઞાનમાર્ગી કવિતા ૪૪૫ જીવ ને શિવનો જેને સંશય છૂટી ગયો, સિંહ ને બકરી તેને એક આરે: આપોપું અર્પીને એહને ઓળખો, તો ત્રિવિધના તાપને તર્ત ઠારે.’ જ્યાં લગી કલ્પના ત્યાં લગી જીવ છે, સંશય છૂટે ત્યારે શિવ કા'વે; ધ્યેય ને ધ્યાતા વિના ધ્યાન જો પ્રગટે તો, સોહં સ્વરૂપમાં જઈને સમાવે.’ જ્યાં લગી જીવની જાત, જાણી નથી, ત્યાં લગી તાણમતાણ રહે છે; આદ્યને વિચારતાં અંત મધ્યે એક છે, વસ્તુ સાચી તે વેદાંત કહે છે.' ૫૨માત્મામાં અનન્ય શ્રદ્ધા ને ભક્તિભાવ રાખવા પ્રેરતું કાચબા-કાચબીનું કવિએ રચેલું ભજન ગાંધીજીને અત્યંત પ્રિય હતું. હિંદી-ગુજરાતીના મિશ્રણવાળી ભાષામાં રચાયેલ હોરીઓમાં રાધાકૃષ્ણની લીલા ને હિર ને હરની હોળી ખેલવતાં વર્ણનો છે, તે સાથે યોગમાર્ગની વાતો પણ છે. નીચેની પંક્તિઓ તેના ઉદાહરણ રૂપ છે. કોઈ હરદમ હોરી મચાવે, મચાવે કોઈ હરદમ હોરી, નાભિ કમળથી સૂર ચલત હૈ, શબ્દનેં સુરતિ મિલાવે, પ્રયર્સુ હોય તેને પાછું સંકેલે, રોમ રોમ રંગ લાવે; એણી પેરે પિયુકું રિઝવ. તખત ભઈ જેણે દેખ્યા તમાસા, ત્રિકૂટિમેં તાન મિલાવે, ગગન ગુફામેં ગાન કરાવે, તાકુ અવિગતિ નજરે આવે; પોંચે વાકુ કાળ ન ખાવે. નૈન દેખ્યાં તાકુ વેન નહિ હૈ, કો કહી શું સમજાવે, શિખર ચચા કરી સાન બતાવે, જાકુ નિગમ નેતિ નેતિ ગાવેઃ સોય ઘર સે’જે પાવે.’ ભોજા ભક્ત ‘ગાઈ લેની હરિ, મનુષ્ય દેહ નહિ આવે ફરી' એ વાત ઠસાવવા માટે સારા પ્રમાણમાં રૂઢિપ્રયોગો ને કહેવતોનો આશ્રય લે છે. પૂર પહેલી તું બાંધે પાળ', ‘પેટ ચોળી ઉપજાવ્યું શૂળ', ‘નીર ખારે ન્હાશે’, “મતિ ફરી તારી, આ છે પંખીઓનો મેળો', ‘ભક્તિ શીશ તણું સાટું’, ‘ગુરુ ગમ વિના ઘણાં ગોથાં ખૂટલ જાવ ખાશે રે’, ‘પિત્તળમાં શું તાવું?” બાંધી હોય તે લક્ષ લિયે, ભાઈ ઊઘાડી કાં નાખો રે” ‘પોપાનું રાજ”, ‘હસ્તિના દાંત તો ચાવવાના છે ખરા અણ દેખાડવા જગતને બહાર બીજા,’ ‘સંસારનાં સુખડાં રે કડવો લીમડો’, ‘જ્ઞાનગંગાજીમાં અહોનિશ ના'વું' વગેરેથી ભરીભરી અને ચોટદાર બનતી આ ભક્તની વાણી, જેનો અર્થ સહેલાઈથી ન સમજાય એના કેટલાક શબ્દો-મડેસ્કા, ઉકાસણા, ખલા, આંઉ કરણી, આણું વેગડ, પેસુ, પાયુ વગેરેથી ક્યારેક કિલષ્ટ પણ બને છે. વપુ, સકૃત, અઘઓઘ, તરણિ જેવા સંસ્કૃત શબ્દોનો ઉપયોગ ભોજા ભક્ત કરે છે તો બંદા, નૂર, તખત, સાહેબ, ખાવિંદ જેવા ઉર્દૂ શબ્દો પણ વાપરે છે. આખાબોલા આ કવિની વાણી આમ શબ્દષ્ટિએ અને અર્થદૃષ્ટિએ સારા પ્રમાણમાં સમૃદ્ધ છે. ઉપરના પાંચે મહત્ત્વના ભક્તકવિઓ સમાજના એવા થરમાંથી પ્રગટ્યા હતા
SR No.032073
Book TitleGujarati Sahityano Itihas Part 02 Khand 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2003
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy