SearchBrowseAboutContactDonate
Page Preview
Page 453
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૬ ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ગ્રંથઃ ૨, ખંડ- ૧ દેથાણ ગામે રજપૂત કુટુંબમાં એઓ જન્મ્યા હતા. નાનપણથી જ ધર્મવિષયક કથાવાર્તાના પ્રેમી હોઈ પુરાણીઓની કથામાં તથા ગામના ઓચ્છવમંડળમાં એઓ નિયમિત જતા. પોતે સારું ગાઈ પણ શકતા. બે વાર પરણ્યા હતા અને આઠ પુત્રો અને ચાર દીકરીઓની પ્રજા એમને હતી. ગોકળદાસ નામના રામાનંદી સાધુ પાસેથી એમણે ‘નામનો ઉપદેશ મેળવ્યો અને સાચા જ્ઞાની બન્યા. પોતે ભજનો ગાતા પણ ગુરુની હયાતી દરમ્યાન પોતે ઉપદેશ આપતા ન હતા. ગુરુ વિદેહ થયા બાદ એમણે ઉપદેશ આપવાનું શરૂ કર્યું અને નાતજાતનું અભિમાન છોડી ઘણા માણસોએ એમની પાસેથી ઉપદેશ લીધો. એઓ પોતે સંપ્રદાય સ્થાપવા ઇચ્છતા ન હતા, પણ એમના અન્સાન બાદ એમના શિષ્યોએ જ્ઞાનગાદી સ્થાપી અને એમનો સંપ્રદાય ચાલ્યો છે. જેમાં ભક્તિ અને જ્ઞાન જળવાઈ રહે એવા નિવૃત્તિમાર્ગનો ઉપદેશ એમણે કર્યો છે. એમણે તિથિઓ, મહિના, સાખીઓ, સગુણભક્તિના ઉપદેશનાં ભજનો, નિર્ગુણભક્તિના, જ્ઞાનોપદેશના ભજનો, નામમહિમા, બ્રહ્મદર્શન, પરમાત્માસ્થિતિ, વિષયથી ઉપશમ પામવા અંગે બોધ, સત્સંગ, સંતલક્ષણ, આત્મનિરૂપણ, પુરુષપ્રકૃતિપરિચય, આત્મજ્ઞાન, દેહોત્પત્તિ અને મનુષ્યજીવન વગેરે અંગે ભજનો, ચેતાવની, પત્રો, સવૈયા, ઝૂલણાનાં પદ, કવિત, કુંડળિયા જેવી રચનાઓ કરી છે. એમની ભાષા સાદી, સરળ, તળપદી છે. ઘણાં ભજનો હિંદી-ગુજરાતી મિશ્ર ભાષામાં છે. સાધુવાણીની બાબતમાં ભાષાની સફાઈ અંગેનો આગ્રહ ન જ હોય, ભાષા સુગ્રાહ્ય અને ચોટદાર હોય એટલે બસ. નામ વિના કોઈ નવ તરે, ભવસાગરની માંહ્ય' એમ કહેતા નિરાંત મહારાજ રામનામ ભજ ભાવ ધરીને મૂકી મન બડાઈ રેએવો ઉપદેશ આપી એ રામનામનો મહિમા ભલી ભાતે ગાય છે. રામ નામ તો પદ નિરવાણ રે, “નામ નિરંજનસે અધિક’, ‘સાધન બીજાં અનેક ભાતનાં, ઉત્તમ નામ સમોવડ નાહિ, નામ પ્રતાપ વર્ણવ્યો નવ જાયે,’ પરમધામ પદ રામકો,’ ‘રામનામ રિધનું ગાડું,’ ‘રામ સમર સુખ પાવે' વગેરે વચનો નામરટણને નામસ્મરણ ઉપર ખૂબ જ ભાર મૂકે છે. મહામૂલો મનુષ્યદેહ પ્રાપ્ત થયો છે તો તેને એળે વેડફી ન નાખતાં “હરિભજન કરો', “હરતાં ફરતાં ધંધો કરતા, ધ્યાન હરિનું ધરવું, કેમકે “આરે કાયાનો પાયો છે કાચો, સુત વિત દારા અંતે રહેશે અળગાં, અને સાચું સગપણ શામળિયાનું છે. અનેક મનની વૃત્તિ મૂકીને એક ઝાલને દીનાનાથ,' “મહામંત્ર મોટો રે નારાયણ તણો', “રામ ભજો ને રામ ભજો,’ એમ વારંવાર સનિષ્ઠ ભક્તિનો ઉપદેશ આપનાર આ કવિએ નરસિંહ મીરાંની યાદ આપે એવાં કૃષ્ણભક્તિનાં અનેક પદો ગોપીભાવે રચ્યાં છે. બાર મહિનામાં વિરહિણીના અંતરનો તલસાટ વેધક શબ્દોમાં રજૂ થાય
SR No.032073
Book TitleGujarati Sahityano Itihas Part 02 Khand 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2003
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy