SearchBrowseAboutContactDonate
Page Preview
Page 454
Loading...
Download File
Download File
Page Text
________________ અખા પછીની જ્ઞાનમાર્ગી કવિતા ૪૩૭ છે. મથુરાગમન અંગેનાં પદો વચ્ચે કુબજાના ઉલ્લેખવાળાં પદ તથા ધન્ય ભાગ વાંસલડી તાહ્યરા રે, પ્રભુના મુખ પદવીને પામી જો', મોહ ઉપગારી રે મોહનજીની મોરલી વાગી વગડાની માંહ્ય, સાદ અનુપમ શ્રવણ સાંભળી મન અટક્યું છે ત્યાંય.' જેવાં મોરલીવિષયક પદો પણ અહીં છે. જનની તે જેની જશોમતી' એવો “નંદનો નાંધલીયો' “લક્ષણ બતરી બીરાજતો “પાતળીઓ’ વિઠ્ઠલવર સુમતિ નારીનો સાહ્યબો” કહેવાયો છે. જેણે પીળાં પીતાંબર પહેર્યા છે, જેની કેડે તેમનો કંદોરો છે, જેની બાંહે બાજુબંધ બેરખાં છે, કાને કુંડળ શોભે છે, મસ્તક પરનો મુગટ હીરે જડ્યો છે, “શાલદોશાલા' જેવા વાઘાથી જે શોભે છે, પગમાં જેને મોજડીઓ છે, કપાળે કેસરની આડ છે, મુખમાં મુખવાસ છે, અણિયાળી પાંખડીવાળો જે નખશિખ સોહે છે, જેને અનેક નારી છતાં જે ભવોભવનો બ્રહ્મચારી છે, એવો નિવૃત્ત નારીનો નાવલો' કો પુણ્યવંતી ને સત્યવંતી જ પામે છે. એવા જીવણજીને જમવા તેડી તેને ભાવતાં ભાતભાતનાં ભોજનને અનુલક્ષીને રચાયેલાં પદો પણ આ કવિએ રચ્યાં છે, અને વિના ફળની ભક્તિ કરવાનો આદેશ આપ્યો છે. નિર્ગુણભક્તિના જ્ઞાનપ્રદેશમાં ગુરુનું મહત્ત્વ કવિએ વારંવાર ગાયું છે. ગુરુ ગોવિંદ તે ભિન્ન ના જાણું એક જાણું મન ભાવ્યા છે,' “ગુરુજ્ઞાને આતમ ઓળખાશે.' સત્સંગ વિના કબુએ ન કલ્યાણ હોએ', ‘નુગરાનું નિષ્ફળ સૌ જાણો’ વગેરે ગાનાર આ જ્ઞાનીકવિએ સૃષ્ટિના બીજરૂપ મનની મહામાયાને વર્ણવી કર્મકાટને ટાળવા સૂચવે છે. “ભણીને તું થયો રે ભિખારી જેવાં પદોમાં કંચન લાલસાવાળા દંભી ગુરુઓને એ ખુલ્લા પાડે છે. લખે છે : ‘વ્યાસનો વેશ ધરી, સમજણ શી કરી? આશ ના પરહરી ઢોંગધારી; માન મોય કરે, એટલે અનુસરે, મનમાં ફૂલ્યો ફરે ભૂલ ભારી. આપ ઓળખાય નહિ, અલખ લખ થાય નહિ, વાણીએ કહેવાય નહિ શું રે કહેશે? પુણ્ય ભાગવતતણું, પંડિતે એમ ભણ્ય, ભારવહા ગણું ભાર વહેશે ‘આપો ત્યારે એ બોલાવે, ના આપો ત્યારે થાય મૂગોઃ એવા ગુરુને ધક્કે મારો, એના ઘરની વાટ ના સૂંઘો.’ જીવશિવની એકતા, બ્રહ્મનું સ્વરૂપ, માયાનું પ્રાબલ્ય વગેરે વેદાંતની દષ્ટિએ વર્ણવતો આ કવિ અનુભવિયાનો ઉપદેશ આપે છે. સીધો ઠોક પાડીને ઉપદેશ આપનાર નિરાંત મહારાજનું ભાષાસામર્થ્ય અને
SR No.032073
Book TitleGujarati Sahityano Itihas Part 02 Khand 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2003
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy