SearchBrowseAboutContactDonate
Page Preview
Page 452
Loading...
Download File
Download File
Page Text
________________ અખા પછીની જ્ઞાનમાર્ગી કવિતા ૪૩૫ ભક્તિ છે રે ખાંડાની ધાર, એને સાધે કોઈ સાધનહાર' ‘શ્વાન સમાન આ જીવ છે, વહે શકટનો ભાર'. સરોવર ફસું નીર ગયું પછી, પ્રાણી પાળ બંધાવે રે, આંખો આગળ ઘર લાગે ને, કુમતિ કૂપ ખણાવે રે.' જે જે કરશો તે ભોગવશો, ભવસાગરમાં ભમશો રે, બંટીનું બી વાવીને ભાઈ, કમોદ ક્યાંથી જમશો ?” કહે પ્રીતમ કૃપમાં ક્યાંથી બરાસ, હિંગમાં ન હોય ચંદનની વાસ.' અજ્ઞાનતિમિરને ટાળવા, ગુરુવચન તે રવિરૂપ” એમ કહેતો આ કવિ ભજન ઉપર ભાવ’ રાખી, “સંતસમાગમનો લહાવ' લઈ “રામનામનો રંગ લગાડી, સદા સત્સંગ કરી, સુખી થવાનો માર્ગ ચીંધે છે. કહે છે કે તત્ત્વમસિ જેવા મહાવાચકનું જ્ઞાન જેને જડિયું રે, તેને જીવ ઈશ્વરનું ભાન, પાછું પડિયું રે એક બહ્મ ભર્યા ભરપૂર, સચરાચરમાં રે, તેનું નીરખી જોજો મૂર, નારી નરમાં રે.. ‘તેને રૂપ રંગ નહિ કોય, નિરાલંબ ભરિયો રે; કહે પ્રીતમ એ ઉનમાન, અખંડ બ્રહ્મદરિયો રે.’ તે જીવન્મુક્તા જેહ ગતથી ન્યારા રે ‘તેને તપે ન ત્રિવિધ તાપ, શીતળ અંગ સારા રે.” -ટૂંકમાં કહીએ તો, હું મારું તે સંસારનું છે મૂળ રે. મારું-તારું મટતાં ભવનો અંત રે.” -અને તેથી જ કુશળ ઇચ્છો આપણે તો મૂકો માન અહંકાર; ઊંચ-નીચનું નથી અંતર, પ્રીછે પામે સાર.” નિરાંત પ્રીતમદાસ પછી આવે છે નિરાંતભક્ત (ઈ.સ. ૧૭૪૭ થી ૧૮૨૫.) કરજણ તાલુકાના
SR No.032073
Book TitleGujarati Sahityano Itihas Part 02 Khand 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2003
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy