SearchBrowseAboutContactDonate
Page Preview
Page 451
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૪ ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ગ્રંથ : ૨, ખંડ - ૧ અનુલક્ષી થતી જ્ઞાનની વાતો, વૈરાગ્યનો ઉપદેશ, ભક્તિનો બોધ, બ્રહ્માનુભવ કરવા માટે યોગમાર્ગ કઈ રીતે સાધનરૂપ બને છે તે પણ એમણે દર્શાવ્યું છે. એમણે રચેલી ‘જ્ઞાનગીતા’ ગુરુશિષ્યસંવાદ રૂપે રજૂ થઈ છે અને તેમાં ‘જીવ તે શું?” “ઈશ્વર તે શું?” જગમાં માયા તે શું?” જેવા પ્રશ્નોની વિચારણા મળે છે. નામમાહાત્મ્ય, સંતમાહાત્મ્ય, વિચાર, યોગ, જ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય, પ્રેમ, વિરહ, તૃષ્ણા, વૈરાગ્ય મન, માયા, બ્રહ્મસ્વરૂપ, જીવન્મુક્ત, સજ્જનનાં લક્ષણ જેવા વિધવિધ વિષયો જુદાં જુદાં અંગોમાં વિભાજિત કરી આ કવિએ છસો ઉપરાંત સાખીઓ લખી છે જેમાંની કેટલીક હિંદીમાં છે. જીભલડી રે તને હરિગુણ ગાતાં, આવડું આળસ ક્યાંથી?” હિર હિર રટણ કર કઠણ કળિકાળમાં’, ‘હિરનો મારગ છે શૂરાનો નહિ કાયરનું કામ જોને', સાચી તે કોની સગાઈ, સંસારમાં સાચી તે કોની સંગાઈ?”, “સંત સમાગમ જે જન ક૨શે, તેને પ્રગટે પ્રેમ જોને’, ‘ગુરુ ગમે ઘટ જોયો રે, સંશે સર્વે ટળ્યો’, ‘ભૂલવણી ભાગી રે, બ્રહ્માનંદ ભાસ્યો', જેવાં અનેક પદો ભક્તહૃદયને સાચી સમજ આપી હિરનો મારગ દેખાડે છે. પ્રીતમની ભાષા સાદી છે, સ૨ળ છે, વહેવારુ છે, છતાં લાલિત્યભરી અને અલંકૃત પણ ઘણે સ્થળે છે. ઉ.ત., કાયા કુસુમ છે કારમું, વેગે વણસી રે જાય, અમર થાય જેમ આતમા, એવો કરજે ઉપાય’. ‘સદ્ગુરુ શબ્દ વિચારતાં, પ્રગટે જ્ઞાનપ્રકાશ, રવિ ઊગે રજની ટળે, હોય અવિદ્યા નાશ.’ પટતંતુ ન્યારો નહિ, જ્યમ હાટકના હાર, જડચેતન જગદીશમાં, તેજપુંજ એક તાર.' મહામુગત જાણે જુગત, જે આપે અઢીત, અગલિંગી આકાશવત, સ્વેપદ શબ્દાતીત.’ જેમ અમાસે આકાશ, ચંદ્ર કહેવાનો રે, એમ નિશ્ચે જગતનો નાશ, નથી રહેવાનો રે'. આનંદનો લવલેશ મળે નહિ, શોક ઘણો સંસારીને; કહીં માત મરે કહીં તાત મરે, કહીં ભ્રાત રુએ સુત નાહીને': “મન નિર્લજને લજ્જા ન મળે, પીળું ભાળે પોતાને કમળે, લઈ નાખે માયાને વમળે.’
SR No.032073
Book TitleGujarati Sahityano Itihas Part 02 Khand 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2003
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy