SearchBrowseAboutContactDonate
Page Preview
Page 430
Loading...
Download File
Download File
Page Text
________________ અખો ૪૧૩ શુદ્ધ વિચાર' (૧૯૫) એટલે કે જ્ઞાન છે. “સવિચાર વિના કરે જે ઘણું, પણ ધૂળ ઉપર અખા લીંપણું (૪૨૩). પ્રભુની જેમ જ, અંતરથી અકર્તા રહી કર્મ કરવાનો ગીતાબોધ્યો નિષ્કામ કર્મનો માર્ગ એ ચીંધે છે : અંતરે રહે અર્જા થઈ, તો કર્મ કરતાં લાગે નહીં, જ્યમ બાજે ઘડે સહેજે સંસાર, પણ અખા અકર્તા રહે કિરતાર. (૧૮૦). અખાને મન ભક્તિ પણ જ્ઞાન-અંતર્ગત છે. “સવિચાર તે સાચી ભક્તિ' (૪૧૭), “જ્ઞાન વિના ભક્તિ નવ થાય, જ્યમ ચક્ષુહીણો જ્યાં ત્યાં અથડાય” (૩૨૨). વારંવાર એ કહે છે કે પહેલાં પ્રીછો, પછી ભજો : “ભક્ત છે, જે પ્રીછી ભજે (૧૮૯); અને પછી નર્મોકિતથી ઉમેરે છે, “રામનામ પ્રત્યે ગુણ ઘણો... વણસમયે સૂડો નિત્ય કહે, સામું કઠપિંજરમાં રહે' (૩૨૯). અભેદાનુભવીને ભક્તિ કરવા જેવું જ રહેતું નથી. પોતે જે કાંઈ વસ્તુ સમર્પવા જાય છે તે પ્રભુની જ નીવડે છે. બૃહસ્પતિપુત્ર કચ ધ્યાનમાંથી બહાર આવીને, જિ રોમ 4 'છમ? માત્મના પૂરિત વિશ્વમ્ – હું શું કરું, ક્યાં જાઉં? ચારેકોર બ્રહ્મ ભરેલું છે,' એવી વિરાટ મૂંઝવણને વાચા આપે છે. અખો તો અવાક થઈ જાય છે : “અખો જે જે કરવા ગયો, એ તો એમ અણબોલ્યો રહ્યો' (૨૦૮). બે ઉપમાઓ એ યોજે છે. પ્રિયતમને પામ્યા પહેલાં એની રટણા સમજી શકાય, પણ સોહાગણને તો નિરંતર સ્વામી સાથમાં જ છે. વળી ઢંત જ નથી તો માણસ પોતાને સાદ કરે એ કેવું લાગે?— કુંવારી લે વરનું નામ, પણ સદા સોહાગણ સંગે સ્વામ. પોતે પોતાને કરવો સાદ, એ તો અખા ઘેલાનો વાદ (૨૮૯). અને પછી અખો માર્મિક રીતે પૂછે છે : “હરિમાં રહે તે ગુણ શું ગાય?’ (૨૮૯) “અળગો જાણે તો લેવા જાય... તોય કંઈ તરસ્ય કહેતું ફરે?” (૨૯O) – પાણી કંઈ કહેતું ફરતું નથી કે હું તરસ્ય છું. આમ, અખાની ભક્તિ સગુણની ન રહેતાં નિર્ગુણોપાસનામાં અંતર્ગત થઈ જાય છે : વિચારે ભક્તિ થાયે વણ કરી (૪૨૨). નવધા ભક્તિથી પર જવા એ સૂચવે છે : જેની ભક્તિ એક્યાસી પૂરણ થઈ, બાસીએ બુધ્ધ આવી રહી (૭૯). નવધાની પાર પ્રેમલક્ષણા છે અને જ્ઞાનદશા છે. અખો નિર્ગુણોપાસનાને પ્રેમલક્ષણારૂપે જુએ છે. હસ્તપ્રતો બહારના, અંતના, છપ્પાઓમાં એક બહુ સુંદર છપ્પો મળે છે : જ્ઞાની વિહારી ગોપી જશા, તે જ જ્ઞાની જેને ગોપીની દશા. ગોપી ભૂલી ઘર ને બાર, ગોપી ભૂલી કુટુંબ પરિવાર; પોતાની દેહ પણ ભૂલી ગઈ, અખા કામિની કુળવંત થઈ. (૬૯૫).
SR No.032073
Book TitleGujarati Sahityano Itihas Part 02 Khand 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2003
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy