SearchBrowseAboutContactDonate
Page Preview
Page 431
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૪ ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ગ્રંથ : ૨, ખંડ - ૧ વૈરાગ્ય અખાને મન જ્ઞાનભક્તિથી ભિન્ન નથી : ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય, પદારથ એક, ત્રણ નામ વિભાગ’ (૪૫૩). ‘અખેગીતા'ની જ્ઞાનવૈરાગ્ય- પાંખાળી ભક્તિપંખિણીનું વર્ણન કદાચ આ પંક્તિ પહેલાં જ થઈ ગયું હશે. અખો ‘જ્ઞાન’ શબ્દ કરતાં ભક્તિ-જ્ઞાન-વૈરાગ્યને સમાવી લેતા અનુભવનું સૂચન કરવા માટે ‘શુદ્ધ વિચાર’, ‘સદ્વિચાર’ વધુ પસંદ કરતો લાગે છે. પણ એનો સૌથી પ્રિય શબ્દ છે ‘સૂઝ’, ‘સમજ’ : ‘જ્ઞાતાને સાધન તે સૂઝ' (૨૮૭), ‘પણ જ્ઞાન તો છે આતમસૂઝ' (૩૦૮), ‘અખા સમજ તે સાધનરાજ'. આવા સૂઝસમજવાળા માણસ માટે અખાએ છપ્પા'માં સૂઝાળો, અનુભવી, જ્ઞાની, હિરજન, સંત, મહાપુરુષ, સદ્ગુરુ, અણર્લિંગી, અમન નર, બ્રહ્મવેત્તા, જીવન્મુક્ત જીવનૃત, તત્ત્વદર્શી એવા શબ્દો યોજ્યા છે. ‘અણુલિંગી’ (અલિંગી, અલિંગ, નલિંગ) ની સ્થિતિ એટલે જે વડે કોઈ પણ પ્રાણી-પદાર્થની ફુટ થાય અથવા જુદા રૂપમાં ઊગી નીકળે અથવા જન્મે’૩૩ એવાં ફરી ફરી જન્મોની નવી ફૂટ કરાવનાર ભોગલિંગ (ઇષ્ટર્લિંગ), યોગલિંગ (પ્રાણલિંગ) અને જ્ઞાનલિંગ (ભાવલિંગ) ચોથા મોક્ષલિંગમાં શમે એવી નારાયણના સર્વાવાસવાળા ચિન્મય શરીરરૂપે મહામુક્તની સ્થિતિ. ‘અમન ન૨'ની દશા મનાતીતને જાણનારની છે. ‘ચૌદલોકરૂપે મન થયું, અખા મનાતીત જયમનું ત્યમ રહ્યું' (૩૨૬), તેથી ‘અખા ફેરવવું છે મન' (૧૩૧). ‘મન ઊભે, ઊભો સંસાર' (૪૧૧). મનથી બ્રહ્મવસ્તુ અતિદૂર છે, અંતે તેમાં લીન થઈ ‘અમન’ થવાનું છે : અતિ ઘણો આઘો પરમેશ, મન તણો ત્યાં નોહે પ્રવેશ. અમન ન૨ આઘેરો જાય. (૩૩૪) વસ્તુ અસ્ત પામ્યું મન જદા. (૫૨૦) મૃત્યુ નામ પરપોટો મરે’–એવા નિરંતર ચિરંતન જીવનને –પરમ જીવનને પામ્યાનો આનંદ અખા જેટલા ઉલ્લાસથી અને તે પણ સરળ સોંસરી વાણીમાં ઓછાએ ગાયો હશે : છીંડું ખોળતાં, લાધી પોળ, હવે અખા કર ઝાકમઝોળ. (૨૪૨) મારે મોટો હુનર જડચો, જે ઈશ્વરરૂપી જહાજે ચઢ્યો. પંચ સહિત ઊતરિયો પાર, પગ ન બોળું જળસંસાર. હું હસતો રમતો હિરમાં ભળ્યો. (૨૪૪)
SR No.032073
Book TitleGujarati Sahityano Itihas Part 02 Khand 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2003
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy