SearchBrowseAboutContactDonate
Page Preview
Page 429
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૨ ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ગ્રંથ : ૨, ખંડ - ૧ માયિન્ની ઉપમાથી “વિશ્વરૂપ અંગમાં અખાએ કર્યું છે. ચામડાના ટુકડાની આકૃતિઓ દીવા આગળ ધરીને બતાવતો નટ તે ઈશ્વર, દીવો તે બ્રહ્મ. આળા ચર્મ કેરાં બહુ રૂપ, નટ દેખાડે ભાત અનુપ. છામખેડામાં બેઠો છપી, રમી રૂપ પાછાં વળે ખપી. ખેલ ચાલે જે દીપક વડે, તેને અખા કાંઈ નવ અડે. (૧૫૧). લક્ષચોરાશી ખાણે જંત, પડમાં નટ તે ઈશ્વર અનંત. દીપક તે પરમ ચૈતન્યબ્રહ્મ, જે વડે ચાલે ઈશ્વરકર્મ, (૧૫) જગત અને બ્રહ્મનું ઐત શમતાં અખંડાકાર બ્રહ્મભાવની ભરતી અનુભવાય તેનાં વર્ણનો ઉલ્લાસ-ઊછળતાં છે : ચિદઅર્ણવ સદા ભરપૂર, અખા ઉત્પત્યસ્થિતિશય લહેરી પૂર. (૪૪૩) ચિદઅર્ણવ કેરા બુદબુદા, ઊપજ ખપે સ્વભાવે સદા. (૪૬૫) ચૈતન્યબ્રહ્મ સદોદિત સદા, સહેજ કલ્લોલ કરે છે ચિદા. (૧૨૭) આવી આતમસૂઝ પામ્યા પછી મુક્તિ અને એનાં સાધન-જ્ઞાન, કર્મ, ભક્તિ, વૈરાગ્ય એ બધા વિશેની નજર જ બદલાઈ જાય છે. “મુકિત વાંછવી એ બંધન નામ' (૬૬), કેમકે એમાં કૈત-અધ્યાસ પ્રગટ થાય છે. “જીવ થઈ થાપે ભિન્ન ભગવંત, જીવ થઈ મુક્તિ મન માને જંત (૩૦૯). ધ્યેય અને ધ્યાતા જુદા ન હોય ત્યાં જાણણહાર-જ્ઞાની બનવાથી ત જ વધે: “અખા અણલિંગી પદ અનુપ, જ્યાં ધ્યેયધ્યાતાનું ન રહે રૂપ' (૧૬૦). જાણપણું મેલીને જાણ, જાણ થયે જાણ્યું નહિ જાય. જાણણહારો બીજો થાય' (૨૩૩). “સમજણહાર વિના સમજવું, કહે અખો હું એવું કવું, (૧૭). આત્મામાં જ્ઞાનકર્તુત્વ એવો ધર્મ આરોપાય છે એટલું જ, અખો એની મર્માળી રીતથી પૂછે છે: “કોણ કળે કેને કળે? (૫૧) તું કલ્પદ્રુમ, કાં કી મરે?” (૪૦૪) શંકરને અનુસરી જડ કર્મકાંડને ઉતારી પાડવામાં અખો આળસ્યો નથી. તીર્થાટન, દેહદમન આદિ અનિવાર્ય નથી : “ગોળે મરે કાં શોધે વખ, તપી ભમી કાં પામે દ:ખ? (૩૧) હરિમણિ કંઠે છે તેને શોધવા રસ્તાની ધૂળ ચાળે ત્યાં કર્મકાચની કણિકા જડે છે, એ ‘અલ્પ પ્રાપ્તિ ને અતિ આયાસ' (૧૧૧) નો માર્ગ છે. કર્મકંડુથી સંસાર વધે છે. એક સચોટ રૂપકથી ફળલિપ્સા અંગે સાવધ કરે છે : “કર્મ કરે ને ફળની આશ, એ તો હરિમારગમાં મેવાસ' (૧૭૮). અખાને મતે “સાચું સાધન
SR No.032073
Book TitleGujarati Sahityano Itihas Part 02 Khand 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2003
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy