SearchBrowseAboutContactDonate
Page Preview
Page 428
Loading...
Download File
Download File
Page Text
________________ અખો ૪૧૧ બ્રહ્મવસ્તુ વર્ણનક્ષમ નથી, અનુભવક્ષમ છે: કાંઈ સમજ્યા સરખો છે મહારાજ. (૩૪૩) જગત મિથ્યા છે, કારણબ્રહ્મનું કાર્ય છેઃ સત ચૈતન્ય, ને મિથ્યા માય, અખા એમ દીઠો પરભાય. (૫૦૪) લોક ચૌદ ચૈતન્યનો ઠાઠ, નીપજતા જાયે ઘાટઘાટ. (૩૮૯) જીવ બ્રહ્મ છે, બ્રહ્મથી જુદો નથી. હું પૂરણ બ્રહ્મ ચૈતન્યધન એક' (૫૯), અખા, અક્ષર તું ક્ષરવસ્તુ નોહે' (૪૦૬). સુંદર રૂપકથી અખો ઠસાવે છે: “તન તીરથ, તું આતમદેવ' (૪૦૫). જીવ અણછતો, અછતો (“છૂપો', ન દેખાતોએ અર્થમાં નહીં પણ મૂળ અસત્ –જે છે જ નહિ એવો –ના અર્થમાં) છે એમ વારંવાર અખો કહે છે : અણછતો જીવ તું કાં થાયે છતો?” (૨૨૯) એ વાત સુંદર સમજાવટથી એણે ફરીફરી મૂળ છે: જે મુજ પહેલો હતો કિરતાર. મુજ જાતે રહે છે હરિ, વચે હું રહ્યો માથે કરી. અખા એમ વિચારી રહે, શીશ–પોટલો નાખી દે. (૩૦) મધ્યે વ્યસન લાગ્યું કરી જીવ, અખા આદિ અંતે શિવ. (૨૩૬) બ્રહ્મ તે પોત અને જીવો વગેરે તે ભાત. ‘થાય ભાત પણ સામર્થ્ય પોત (૧૫૫). જરીક શબ્દરમત કરી અખો સમજાવે છે: “પોત ન લહ્યું, તે પોતે થયા' (૨૫૩). પોતાપણું ટળે તો પોતપણે લાધે. “ઓં થાય અખા, જો પોતે ટળે (૨૩૩). પોતાપણેથી જે નર ટળે, તે અણઆયાસે હરિસાગર મળે' (૬). અદ્વૈતભાવ-અભેદભાવનો સ્તંભ રોપી અડીખમ ઊભવા એ અનુરોધ કરે છે : અહંબ્રહ્મ રોપી રહે થંભ... એ સદા સર્વદા ચાલ્યું જાય, તું અણછતો ઊભો શાને થાય? (૩૭૬) કામ સકળ મુજ પૂરણ થયાં, બ્રહ્મસાગર માંહે ગળી ગયાં. હું હરિમાં અને મુજમાં હરિ, એમ અખા નખશિખ રહ્યો ભરી. (૨૩૯). કૈવલ્ય, ઈશ્વર, જગત, જીવ એ બધાના પરસ્પર સંબંધનું વર્ણન શ્વેતાશ્વેતર ઉપનિષદના સમયથી ચાલી આવતી અને શંકરાચાર્યે ઉપયોગમાં લીધેલી માયા અને
SR No.032073
Book TitleGujarati Sahityano Itihas Part 02 Khand 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2003
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy