SearchBrowseAboutContactDonate
Page Preview
Page 421
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૪ ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ગ્રંથ : ૨, ખંડ - ૧ વિષે' (પ૬ ૮.૪). અગ્નિથી દીવો પ્રગટાવવા કરતાં દીવે દીવો પેટાવવો સહેલો પડે છે એ રીતે સંતની મદદથી ભગવાન ભેટે જ વહેલો'. ગુરુ બ્રહ્મભાવ દઢાવવામાં સહાયભૂત કેવી રીતે થાય છે તે એક ઉત્તમ દૃષ્ટાંતથી અખો સમજાવે છે. કુંજલડી ઇંડાં મૂક્યા પછી દૂર દૂર ચારો ચરવા વિચરે છે પણ તેહની સુરત રહે સરખી માંહોમાંહાં, તો અપત્ય તાંહાં ઊછરે. વણસેવ્યે સેવાયે બાળક, ત્યમ કૃપા આવે ગુરુ તણી' (૩૪.૯-૧૦). એક મોટું આશ્વાસન–વાક્ય અખો આપે છે : જ્યમ ભક્તને ભગવાન વહાલા, ત્યમ ભક્ત વહાલા ભગવાનને’ (૩૫.૩). ‘અખેગીતા' માં પુછ્ય’ની – અનુગ્રહની વાત પણ કરવા ધારેલી છે. એનો અણસારો જૂના સાહિત્યમાં છે જ, પણ શ્રીમદ્ વલ્લભાચાર્યે, જેમણે તો પુષ્ટિમાર્ગ જ ચલાવ્યો, તેમની પછી આવનાર સમન્વયદર્શી અખામાં પુષ્ટિ પ્રધાનતા ન પામે તેની જ નવાઈ. પણ અખો પુરુષાર્થની કિંમત જરીકે ઓછી આંકવા માગતો નથી. એ અંગેની અખાઈ મુદ્રાવાળી બે પંક્તિઓ જુઓ : : જ્યમ છીપને રત્ય ખરી ઊપજે તો ઉપ૨ આવે જળ માંહેથી, તેહની સૂરતનો તાણ્યો તે પરજન્ય આવી વરસે ક્યાંહેથી. (૩૪.૩) ગુજરાતી જ્ઞાનાશ્રયી કવિતાધારાના સંદર્ભમાં અખેગીતા'ને જોવી રહે છે. અખાના પુરોગામીઓમાં એક ગણનાપાત્ર કવિ નરહિર છે, બલકે એ જ્યેષ્ઠ સમકાલીન છે. એની જ્ઞાનગીતા’ સં. ૧૬૭૨માં, ‘વસિષ્ઠસારગીતા’ સં. ૧૬૭૪માં અને ‘ભગવદ્ગીતા’ સં. ૧૬૭૭માં રચાઈ છે. નરહરિની પ્રબોધમંજરી'ને અંતે આવતી પંક્તિ, ‘નિમિત્તમાત્ર તે નરહરિદાસ, કર્તા પુરુષોત્તમ અવિનાશ' અને ‘જ્ઞાનગીતા'ની મુને હિરએ કહેવરાવ્યું, તે કહ્યું... નરહરિને તે નિમિત્ત દીધું' તે ‘અખેગીતા’ની અંતની પંક્તિ અખાને શિર નિમિત્ત દેવું ઇચ્છા હતી અનંતને'ની અને ‘સંતનાં લક્ષણ’(જ્ઞા.૯)ની તે હિર બોલ હરી સાંભલ’ ‘અખેગીતા'ની ‘હિર કહે હરિ સાંભળે'ની પૂર્વવર્તી છે. સંભવ છે કે જ્ઞાનાશ્રયી કવિતામાં આ જાતની શબ્દાવલિ રૂઢ હોય. પ્રબોધમંજરી'માં સંતનાં લક્ષણ આવે છે, પણ નરહિરએ તેર કડીનું સ્વતંત્ર સંતનાં લક્ષણ' કાવ્ય પણ આપ્યું છે – (જેમ અખાએ પણ ૩૨ કડીનું આપ્યું છે.) ‘જ્ઞાનગીતા'નું કાઠું શ્લોક, કડવાં, પદનું બનેલું છે. અખાના ‘ગુરુશિષ્યસંવાદ’ની એક પ્રતમાં બસે ચાલીશ છે ચોપે, મધ સંવીતના શ્લોક ચૌદ’ એમ વચ્ચે સંમતિના ચૌદ સંસ્કૃત શ્લોક હોવાનો ઉલ્લેખ છે. આ રીતે શ્લોક આપવાની પણ પરંપરા હોય. નોંધવાનું એ છે કે અખો આ જાતની પરંપરાનો જાણકાર છે અને લાભ લેનારો છે. જ્ઞાનગીતા' સતત ‘અખેગીતા’-કારની નજર આગળ છે.
SR No.032073
Book TitleGujarati Sahityano Itihas Part 02 Khand 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2003
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy