SearchBrowseAboutContactDonate
Page Preview
Page 404
Loading...
Download File
Download File
Page Text
________________ અખો ૩૮૭ બને. આમ જોતાં એના કવનકાળની પૂર્વમર્યાદા વહેલામાં વહેલી ૧૬ ૪૦ અંદાજી શકાય. ‘અખેગીતા' ઈ.૧૬૪૯માં રચાઈ છે. અત્યારે મળતી અખાની કૃતિઓમાંથી કોઈ ‘અખેગીતા' પછી રચાયાનો સંભવ હોય તો તે હોઈ શકે ૪૦ કડીનું અનુભવબિંદુ અને કદાચ છપ્પાનાં કોઈક અંગ. “પંચીકરણ'ના પોતની સરખામણીમાં ચાર વરસ પછી રચાયેલી “અખેગીતા'નું પોત પરિણતપ્રજ્ઞાનું છે એ જોતાં તેની પછી વખતે છએક વરસ કવન ચાલ્યું હોય. એટલે કે કવનકાળની ઉત્તરમર્યાદા ઈ. ૧૬ ૫૫ અંદાજી શકાય. ૪. જીવનકાળ – સોનીનો ધંધો હતો, અમદાવાદ પાસેના જેતલપુર ગામનો રહેવાસી અમદાવાદ જઈને ધંધામાં સ્થિર થાય, નામના મેળવે, જનશ્રુતિ છે તે મુજબ જહાંગીરની ટંકશાળનો અધ્યક્ષ બને, વૈરાગ્ય પામે, ગોકુલનાથજી પાસે દીક્ષા લે, આત્મજ્ઞાન મેળવે અને એ પછી “કવેતા' (કવયિતુ, કવિ) બને એ બધી આયુષ્યયાત્રા કોઈ જીવીનાં શ્રીમતામ કે ધીમતાન્દે જન્મેલાની આયુષ્યયાત્રા જેવી ઝડપી ટૂંકી ન સંભવે. સહેજે ઓછામાં ઓછા આયુષ્યનાં ચાલીસ વરસ તો વ્યતીત થયાં હોય એમ માનવું વધારે પડતું નથી. એટલે કે જીવનકાળની પૂર્વમર્યાદા ઈ. ૧૬00 અંદાજી શકાય. ‘અખેગીતા' પછી કોઈ રચનાઓ થઈ હોય તેનો કવનકાળ ઈ. ૧૬ ૫૫ સુધીનો હોવાની સંભાવના સ્વીકારીએ તો એવું માનીએ કે તે પછી પોતે પાંચેક વરસ હયાત હોય તો પણ છેવટનાં વરસોમાં અખાએ કશું લખવાનું રાખ્યું ન હોયજે તદ્દન અસંભવિત નથી. જીવનકાળની ઉત્તરમર્યાદા વહેલામાં વહેલી ઈ.૧૬પપ૬૦ લેખી શકાય. અખો ઈ. ૧૬૦૦-૧૬૫૫ દરમ્યાન હયાત હતો એમ માની શકાય.' બાવનપે બુધ્ય આઘી વટી' (છપ્પા ૨૪૩) ઉપરથી અખાને બાવન વરસે આત્મસાક્ષાત્કાર થયો અને તે પછી એણે લખવાનું શરૂ કર્યું એવી ગણતરી અંબાલાલ જાનીએ કરેલી, પણ નર્મદાશંકર મહેતાએ બાવન' એ શબ્દ અહીં તેમ જ બીજે મૂળાક્ષરો માટે- આખા શબ્દપ્રપંચ માટે વપરાયો છે એ, યોગ્ય રીતે, બતાવ્યું છે. પણ તિલક કરતાં ત્રેપન થયાં' (છપ્પા ૬ ૨૮) એ પંક્તિ ઘણું કરીને પોતાને ઉદેશીને લખાઈ છે એમ નર્મદાશંકર મહેતા અનુમાન કરે છે. આ ત્રેપન' તિલક' સાથે અનુપ્રાસમાં અને ઘણી ઉંમર ચાલી ગઈ એ સૂચવવા પૂરતું જ લાગે છે; જેમ એ જ છપ્પામાં ‘કથા સુણી સુણી ફૂટ્યા કાન’ એમાં ખરેખર કોઈના કાન ફૂટવાની વાત નથી – અખાના પોતાના કાનની હાલત વર્ણવવાનો તો ભાગ્યે જ એમાં પ્રયત્ન હોય, પણ બાહ્ય આચારમાં બહુ લાંબા સમય સુધી રચ્યાપચ્યા રહેવાયું એ અંગેનો
SR No.032073
Book TitleGujarati Sahityano Itihas Part 02 Khand 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2003
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy