SearchBrowseAboutContactDonate
Page Preview
Page 403
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૬ ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ગ્રંથઃ ૨, ખંડ - ૧ કૂવામાં નાખી દઈ સંસારમાં સાચું શું છે તેની ખોળ કરવા એ નીકળી પડ્યો. ગોકુલમાં અખા શેઠની માનપાનથી આગતાસ્વાગતા થઈ. પણ ત્યાં મન ના માનતાં એ કાશી ગયો. ત્યાં મણિકર્ણિકાના ઘાટ પર બ્રહ્માનંદ કરીને સ્વામી રાત્રે શિષ્ય આગળ પ્રવચન કરતા તે, અંદર પોતાને કદાચ સાંભળવા બેસવાનો અધિકાર ન મળે એ ખ્યાલથી, પર્ણકુટીની બહાર લપાઈ રહીને એણે સાંભળ્યા કર્યા. દિવસે દ્રવ્ય આદિ લાલચોથી સ્વામીની એ કસોટી કરતો. કંચનકામિનીમાં એમની આસક્તિ નથી એ જોતાં એમના બોધમાં એને વધુ રસ પડ્યો. થોડા દિવસ પછી એક રાતે શિષ્ય નિદ્રાની અસર નીચે હોંકારો ભરી શક્યો નહીં ત્યારે પ્રવચનમાં ભંગ પડશે એ દહેશતથી અખાથી હોંકારો ભરાઈ ગયો. સ્વામીએ બહાર આવી પૂછપરછ કરી, અખાની જ્ઞાનપિપાસા અને સમજણ જોઈ, એને અપનાવ્યો અને જ્ઞાન આપ્યું. કાશીથી પાછા વળતાં અખો ગોંસાઈજીના દર્શને ગયો. હું અખો શેઠ છું' એમ કહેવા ગયો ત્યાં દરવાને પરખાવી દીધું, “અખો શેઠ તો બડો પૈસાદાર હતો, તું ફકીર અખો શેઠ થઈ પડ્યો?’ બ્રહ્માનંદને બીજા ત્રણ ગુજરાતી શિષ્યો હોવાનું અને તેમનો નિર્દેશ નીચેના દુહામાં હોવાનું કહેવાય છે : અખાએ કર્યો ડખો, ગોપાળે કરી પેંશ, બૂટે કર્યો કૂટો, નરહરને કહે શિરાવા બેશ. જંબુસર પાસે કહાનવા બંગલાના ભગવાનજી મહારાજ, જેમણે “સંતોની વાણી અને “અખાજીની સાખીઓ'નું પ્રકાશન કર્યું છે તે અખાની શિષ્ય પરંપરામાં પોતે સાતમા (બ્રહ્માનંદથી આઠમા) છે એમ કહેતા. ૩. કવનકાળ ગોકુળનાથજીનું અવસાન સં. ૧૬૯૭ ઈ.૧૬૪૧)માં થયું. ગોકુળનાથ'ના ઉલ્લેખવાળા છપ્પામાંના પ્રપંચઅંગમાં જ અખો કહે છે કે ગુરુ કરવાથી કાંઈ વળ્યું નહીં, પણ પછી આવી અચાનક હરિ પરગટ થયો... અને ઉરઅંતર લીધો જાણ, ત્યાર પછી ઊઘડી મુજ વાણ,” એટલે કે આત્મજ્ઞાનના પ્રભાવથી પોતાનામાં કવિત્વશક્તિ પ્રગટી. ઈ.૧૬૪૫નું પંચીકરણ' એ ચારચરણી ૧૦૨ કડીની પ્રારંભિક રચના લાગે છે. એમાં આરંભની ૩૨ કડીઓ “છપ્પામાંનું ૨૩ છપ્પાનું પંચીકરણ અંગ હોવાનું જોઈ શકાય છે. એટલે કે ઈ. ૧૬૪૫ સુધીમાં અખાએ પંચીકરણ જેવા એક શાસ્ત્રીય વિષયને કાવ્યબદ્ધ કર્યો છે અને છૂટક છપ્પા'ની રચનાઓ પણ શરૂ થઈ ચૂકી છે. પાંચેક વરસથી વાણ’ ઉઘડી હોય અને તે પહેલાંના કોઈ વરસમાં (ઈ.૧૬૪૧ પહેલાં) ગોકુલનાથજીની પાસેથી ગુરુદીક્ષા લીધી હોય એવું
SR No.032073
Book TitleGujarati Sahityano Itihas Part 02 Khand 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2003
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy