SearchBrowseAboutContactDonate
Page Preview
Page 405
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૮ ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ગ્રંથ : ૨, ખંડ - ૧ જ ઉલ્લેખ છે. ૫. ગુરુ કર્યા મેં ગોકુલનાથ -ગોકુલનાથના ઉલ્લેખવાળા ઉદ્ગારોમાં અખાનો તેમની ટીકા કે નિંદા કરવાનો આશય છે? ગુરુનિંદા કે વૈષ્ણવનિંદા એને અભિપ્રેત છે? ગોકુલનાથનો ઉલ્લેખ બે છપ્પામાં આવે છે, ૧૬૭ અને ૧૬૮માં, ૧૬૭નો પ્રચલિત પાઠ “પછી ગુરુ કરવાને ગોકુળ ગયો હતો, પણ છપ્પા'ની ૧૯૫૩ની મારી સંશોધિત આવૃત્તિમાં મેં બતાવ્યું છે કે તેને માટે ઉપયોગમાં લીધેલી આઠ પ્રતોમાંથી છ પ્રતો એ કડી આપતી નથી. એક પ્રતમાંથી આ આઠમી પંક્તિ છૂટી ગઈ છે અને બાકીની એક “ગોકુલનાથ ગયો’ પાઠ આપે છે, “ગોકુલ ગયો’ નહીં. પણ આ છપ્પામાં ગોકુલનાથને ગુરુ કરવાના અખાના આશય સિવાય બીજું કશું કહેવાયું નથી. તે પછીનો છપ્પો ચર્ચાસ્પદ છે. તેની આરંભની ચાર પંક્તિના જુદા જુદા પ્રચલિત પાઠ અને હસ્તપ્રતોમાં મળતા પાઠ જોવા જેવા છે : (૧) નર્મદ, ગોવર્ધનરામ ત્રિપાઠી અને બૃહત્ કાવ્યદોહન-૧ નો પાઠ: ગુરુ કીધા મેં ગોકુલનાથ, ઘરડા બળદને ઘાલી નાથ, ધન લે ને ધોકો નવ હરે, એ ગુરુ કલ્યાણ શું કરે? (૨) સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલયની “અખાની વાણી'નો પાઠ: ગુરુ કર્યા મેં ગોકુલનાથ, ગુરુએ મુજને ઘાલી નાથ, મન ને મનાવી સદ્દગુરુ થયો, પણ વિચાર નગરાનો રહ્યો. ઈ.સ. ૧૮૮૪માં પૂજારા કાનજી ભીમજીએ પ્રગટ કરેલ “બ્રહ્મસ્વામી અખા ભક્તના છપામાં ઉપરનો જ પાઠ છે માત્ર એ મનન' આપે છે. એટલો ફેર છે. (૩) ઈ. ૧૮૫રમાં શિલાપ્રેસમાં છપાયેલ અમદાવાદની પુસ્તકવૃદ્ધિ કરનાર મંડળ તરફથી પ્રગટ થયેલ “અખાજીના છપ્પા'નો પાઠ: ગુરુ કર્યા મેં ગોકુળનાથ, નગરા મનને ઘાલી નાથ; મન મનાવી સગુરુ થયો, પણ વિચાર નગુરાનો નગુરો રહ્યો. મેં ૧૯૫૩માં સંશોધિત કરેલી આવૃત્તિમાં ગુજરાત વિદ્યાસભાની હસ્તપ્રત (નં.૫૮૨) અને વડોદરા પ્રાચ્ય વિદ્યામંદિરની હસ્તપ્રતના આધારે પાઠ સ્વીકાર્યો છે તે ઉપરના (૩) પ્રમાણેનો છે, માત્ર “સગુરુ' ને ઠેકાણે “સગુણો’ શબ્દ એટલો ફેર છે. (૧) ની પહેલી ૩ લીટીઓ ફાર્બસસભાની હસ્તપ્રત નં. ૨૬૭ માં અને કહાનવા
SR No.032073
Book TitleGujarati Sahityano Itihas Part 02 Khand 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2003
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy