SearchBrowseAboutContactDonate
Page Preview
Page 402
Loading...
Download File
Download File
Page Text
________________ અખો ૩૮૫ ૨. જીવન ૧. સાધાર હકીકતો –' અખા વિશે માત્ર એની કૃતિઓમાંથી થોડીક હકીકતો મળે છે : (૧) એનાં કેટલાંક પદોને અંતે નામનિર્વચનમાં “સોનારા' એવો ઉલ્લેખ છે, જે એ સોની હતો એમ દર્શાવે છે. (૨) છપ્પા' (પ્રપંચઅંગ ૧૬૭-૮) પ્રમાણે એણે ગોકુળનાથને ગુરુ કર્યા હતા. (૩) એની કૃતિઓમાંથી “પંચીકરણ'ની હસ્તપ્રતો અને ગુરુ-શિષ્ય સંવાદની પણ કોઈક હસ્તપ્રત રચનાતાલ સં. ૧૭૦૧ (ઈ.૧૬૪૫) અને ‘અખેગીતાની હસ્તપ્રતો રચનાતાલ સં. ૧૭૦૫ (ઈ.૧૬ ૪૯) આપે છે. ૨. જનશ્રુતિ" – અખો અમદાવાદની દક્ષિણે દસ માઈલ દૂર આવેલા જેતલપુરનો વતની હતો અને પછીથી અમદાવાદ આવીને રહ્યો હતો. અમદાવાદમાં ખાડિયા દેસાઈની પોળમાં કૂવાવાળા ખાંચામાં એક મકાનના ખંડને “અખાનો ઓરડો' કહે છે એમ નોંધી નર્મદાશંકર દે. મહેતા લલ્લુભાઈ ધોળીદાસના મત પ્રમાણેનું મોઢે ઉતરાવેલું પેઢીનામું આપે છે. ધોળીદાસના પિતા મગનલાલ, તેમના પિતા અનોપચંદ, તેમના પિતા ભૂષણ અને ભૂષણના પિતા ગંગારામ, અખેરામ અને ધમાસી એમ રહિયાદાસ સોનીને ત્રણ દીકરા હતા. અખાએ જુવાનીમાં પિતા ગુમાવ્યા. એકની એક વહાલી બેન પાછી થઈ. પત્નીનું અવસાન થયું. બીજી વારની પત્નીનો પણ મૃત્યુએ વિયોગ કરાવ્યો. સંતતિ હતી નહીં. એવામાં વૈરાગ્ય તરફ ચિત્તને ધક્કો આપનાર બે પ્રસંગો બન્યા. એક ધર્મની માનેલી બહેને ત્રણસો રૂપિયા અખા પાસે મૂકેલા તે ઉઠાવી લેવાની ઇચ્છાથી સોનાની કંઠી બનાવી આપવા એણે અખાને કહ્યું. અખાએ ગાંઠના સો રૂપિયાનું સોનું ઉમેરી કંઠી કરી આપી. સોની તો સગી બહેનનું ચોરે એ કહેવતથી દોરાઈ બાઈએ કસ કઢાવ્યો. એ ચારસોની નીકળી. કસોટી કરવા કાપ મૂકનારે “એ તો એનો મૂળ ઘડનારો જ હવે પહેલાં હતી એવી કરી શકે એમ જણાવતાં એ અખા પાસે રાઈ અને કંઠી ઉંદરે કાપી છે કહી સમારી આપવા કહ્યું. કાપ ઉંદરનો નથી, સાચી વાત શી છે? –એમ પૂછતાં અખાને બધો ભેદ મળ્યો અને એને બહુ નિર્વેદ થયો. અખો અમદાવાદમાં ટંકશાળનો ઉપરી હતો ત્યારે સિક્કાઓમાં એ હલકી ધાતુ ભેળવે છે એવી કોઈએ રાવ ખાધી. તપાસ થઈ. થોડાક દિવસ કાચી જેલમાં રહી - છેવટે અખો નિર્દોષ છૂટ્યો. આ બે પ્રસંગોથી અખાને સોનીના ધંધા પર ધિક્કાર આવ્યો અને ઓજારો
SR No.032073
Book TitleGujarati Sahityano Itihas Part 02 Khand 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2003
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy