SearchBrowseAboutContactDonate
Page Preview
Page 391
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૪ ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ગ્રંથ : ૨, ખંડ - ૧ ૨૧ નિસ્સાધન બની સદ્ગુરુ શરણાગતિ સ્વીકારે છે. સાધનાની બાબતમાં એણે ખૂણે બેસીને ઝીણું કાંત્યું' છે. એમાં ક્યાંય કચાશ એણે રાખી નથી. પ્રભુભક્તિને માર્ગે આગળ વધવામાં અવરોધક સર્વ વ્યવહારો, સંબંધોને એણે આ ઝીણું' કાંતવાની પ્રક્રિયાથી ઓળખી લીધા છે. અને તેઓનો ત્યાગ પણ કર્યો છે. એથી જ એના આંગણિયામાં ગિરધારીલાલ સમક્ષ થૈ થૈ નાચી શકે છે. દિલ ખોલીને દીવો' એણે કર્યો છે. એથી દિલમાં કિલ્લોલ તો આત્મારૂપી હંસ એણે પ્રીછ્યો છે. દીવા વિના દેહમંદિરમાં સર્વત્ર અંધારું રહેવાનું,' એવી વાત એ કરે છે ત્યારે રૂપકાશ્રયી વાણીમાં એ ફિલસૂફ બની જાય છે. ‘હંસ' ‘દીવો'ના રૂપકથી આત્માના આનંદ-અજવાળાને સૂચવી અન્યત્ર એ હંસને શ્યામ’ની સંજ્ઞા પણ એણે આપી છે. એ શ્યામ'નું, દિલમાં પ્રાગટ્ય જ્યારે અનુભવ્યું હશે ત્યારે જ કૃતકૃત્યતાનો લય પ્રગટાવતો એનો ઉદ્ગાર સંભળાય છે ઃ મારી દસે આંગળીઓ થઈ છે લાલ, હું સપનામાં પરણી શ્રી ગોવિંદને’. માત્ર મીરાંમાં એક ‘અનુભવિયા’ સાધક કોટિનું જીવન પ્રતીત થતું હોવાથી આ ધારામાં એનું સ્થાન મહત્વનું ગણાશે. : એ પછી ઉલ્લેખપાત્ર કવિ છે, ધનરાજ ઈ.સ.ની ૧૬મી સદીના ઉત્તરાર્ધમાં એ થઈ ગયો. ગુજરાત વિદ્યાસભાના હસ્તપ્રત ભંડારામાં સચવાયેલી હ. પ્ર. પુસ્તક નં. ૩૪૬ના આધારે કે. કા. શાસ્ત્રીએ એની કૃતિઓની નોંધ આ પ્રમાણે આપી છેઃ ખાંડણાં (તૂ), ગિરૂ ગણપતિ (રાસ), ચતુરવદનનું રાસ, વેદપુરાણ, વાણી, ભમારુલી, ઘોડલી, હેલિ. વીનતિ, શોકભાવના, સાહેલડી, વૃદ્ધકારિક, લઘુકારિક, બીડુ, ઉમાહડુ, હીડલુ, હર્ષભાવના, પદ્મનાભશોક, સારંગી અને ખાંડણાં, આ કૃતિઓ બહુધા પદ–પ્રકારની છે. આ પદોમાં જૈન ધાર્મિક સ્તવનોની રસિક નિરૂપણપદ્ધતિનો સ્વીકાર કરવામાં એક જૈનેતર કવિ તરીકે ધનરાજનું વૈશિષ્ટ્ય કે. કા. શાસ્ત્રીએ જોયું છે. જ્ઞાનાશ્રયી કાવ્યધારામાં અધ્યાત્મવિદ્યાનું અનુભવજ્ઞાન જે પ્રકારે નરસિંહમીરાંમાં પ્રતીત થાય છે, એ ધનરાજની કૃતિઓમાં પ્રતીતી થતું નથી; એ રીતે નરસિંહ– મીરાંથીએનું કાઠું ભિન્ન છે, એમ કહેવું જોઈએ. ચતુરવદન રાસ’ કૃતિને અંતે પોતાની ઓળખમાં એણે પ્રયોજેલો ‘પંડિત’ શબ્દ આ સંદર્ભમાં સૂચક ગણાવો જોઈએ. એણે, જોકે ભક્તિમિશ્રિત જ્ઞાનનો જ પુરસ્કાર કર્યો છે. વળી, વૈષ્ણવજનોને ઉદ્દેશીને રચેલી રચનાઓમાં અંતે ઉલ્લેખિત ‘શ્રી હ્રાય નમ:’ તેમજ પરબ્રહ્મના વર્ણનમાં ‘મુકુન્દ’ અને ‘કૃષ્ણ’ના રૂપનો સંદર્ભ નરસિંહ-મીરાંની રચનાઓ સાથે એનું અનુસંધાન પણ, એક રીતે, કરી આપે છે. આ દૃષ્ટિએ આ ધારામાં, ખસૂસ, સ્થાન મેળવી શકે છે. એક વેદાન્તી–કવિ તરીકે સંસારમાંથી મુક્તિ મેળવવાની વાત એણે કરી છે.
SR No.032073
Book TitleGujarati Sahityano Itihas Part 02 Khand 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2003
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy