SearchBrowseAboutContactDonate
Page Preview
Page 392
Loading...
Download File
Download File
Page Text
________________ અખાના પુરોગામી જ્ઞાનમાર્ગી કવિઓ ૩૭૫ અને એ મુક્તિ મેળવવા માટે, નરસિંહ-મીરાંની જેમ, નામસંકીર્તનનો, સાધન તરીકે સ્વીકાર કર્યો છે. કાળના ઓથારમાંથી છૂટવા માટે હરિનામ રટણનો મહિમા એણે ગાયો છે : ‘તા હરિનામિ યમ હણૂ રે કાલ– કાણું શીષ, કર્મતણું વન દાહવું, ભાજૂ નરક અઠાવીસ.' કર્યું હરિનામ ભજવું એ વિશે એ સાશંક નથી. સંપ્રદાયજડતાથી એ મુક્ત છે. આદિ અનાદિ બ્રહ્મનું સ્તવન કરતાં ‘વીનતિ'માં એ કહે છે કે ભજનાર જે રૂપે પરમતત્ત્વને જુએ છે, તે રૂપે ભગવાન એને દેખાય છે. એની નોંધપાત્ર કૃતિ ‘અહનિશિરાસમાં અજરઅમર અકલંક અરૂપ એવા હરિ પરબ્રહ્મને ભજવાની વાત કરી છે. વેદપુરાણ'માં એ પરમ તત્ત્વનું ધ્યાન ધરવામાં મીરાંએ જે આરત અને તડપન બતાવ્યાં છે, એની જ જાણે યાદ આપતો હોય તેમ પ્રભુઝંખના કેવી હોવી જોઈએ એ પ્રતિરૂપોથી મૂર્ત કરવાનો ધનરાજનો પ્રયત્ન દેખાય છે: જનની વિછોયું બાલક રોઈએ, જનની દીઠા વિણ ન વિવૃત્તિ એ જલવિણ માછલી તલવલિ અતિઘણૂં એ ઉદક પામ્યા વિણ સુખ નથી એ, તિમ પરમાત્મા શું રહિ આતમાએ.”૨૩ આત્માનું પરમાત્મા સાથેનું અનુસંધાન રચવા માટે વ્રત, તીર્થ, ઉપવાસ, શાસ્ત્રાભ્યાસ આદિને એ અનિવાર્ય લેખતો નથી: “કૃત્રિમ શાસ્ત્ર તણિ કુવિચારી! પડિ નરકિ માનવભાર હારિ! પાર ન પામિ કો એ: આત્મચિંતન દ્વારા જ સચરાચરમાં વ્યાપ્ત એક અને અદ્વિતીય બ્રહ્મનો અનુભવ થઈ શકે એવી એની સમજ છે. પરમતત્ત્વ સાથેના અભેદાનુભવનો આનંદ કેવો હોય એનો પણ ધનરાજે ખ્યાલ આપ્યો છે. ‘વાણી' કૃતિમાં લગ્નોત્સવનો સંદર્ભ નિરૂપી અભેદાનુભવના આનંદને મૂર્ત કરવાનો પ્રયત્ન યશસ્વી છે. આ જ સમયમાં થઈ ગયેલો કૃષ્ણજી આ ધારાનો ઓછો જાણીતો કવિ છે. કાળદષ્ટિએ નરહરિ–અખાનો એ જ્યષ્ટ હોય એવું અનુમાન સુરેશ જોશીએ કર્યું છે. ૨૪ એણે વિભિન્ન રાગોમાં ૮૩ જેટલાં પદો અને ૨ પ્રભાતિયાં રચ્યાં છે. જે અદ્યાપિ અપ્રસિદ્ધ છે. આ રચનાઓ પ્રાચ્યવિદ્યામંદિર, વડોદરાના હસ્તપ્રતભંડારમાં સુરક્ષિત છે. સુરેશ જોશીએ એ રચનાઓનો ઉપયોગ કરી કૃષ્ણજીનું સાધક વ્યક્તિત્વ ઓળખાવવાનો પ્રથમ પ્રયત્ન કર્યો છે. અહીં એ અભ્યાસને આધારે પરિચય કરાવ્યો છે. અલખ
SR No.032073
Book TitleGujarati Sahityano Itihas Part 02 Khand 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2003
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy