SearchBrowseAboutContactDonate
Page Preview
Page 390
Loading...
Download File
Download File
Page Text
________________ અખાના પુરોગામી જ્ઞાનમાર્ગી કવિઓ ૩૭૩ સંતસંગતને પરિણામે એનામાં જે વિવેકોદય થયો તે આ “ભજન બિના નર ફીકો, “રામજી બિના કૈસો જીવણ એવા નિઃસહાયતાના લયનો ઉગાર ઈશ્વરઆસ્થાની વ્યંજના પ્રગટ કરે છે. “રામરસ' પીનાર જ ધન્ય છે, એમ એ માને છે. એ કહે છે કે મનુષ્યદેહ દેવોને દુર્લભ છે. એનું સાફલ્ય થવું જોઈએ. એ સાફલ્ય રામનામ' લેવામાં છે, હેતેરંગ ભીંજીએ' એવી એની શીખ છે. હરિરંગમાં ભીંજાવાની વાત છે. અને તે પણ હેતથી. કાયાને દમવાની આ વાત નથી. ભેખ લઈને કષ્ટ વેઠવામાં મીરાં આથી જ નથી માનતી. એ તો કહે છે કે હરિના જનમાં જ હરિનો વાસ છે. ૨૦ એથી વનવાસ કે ભગવો ભેખ ધરવાની કોઈ જરૂર નથી. તીર્થયાત્રા કે હોમ-હવનની ક્રિયાઓ નિરર્થક છે. અરણ્ય, પાણી–પવન, હોમ-હવનના સંદર્ભથી હરિપ્રાપ્તિ નથી થતી, હરિજન થવાથી જ હરિપ્રાપ્તિ થઈ શકે. એથી જ “નર દેહધારી તમે તત્પર થાઓ, રામકૃષ્ણ ભજવાનો આવ્યો છે દાવ એવો એનો બુલંદ ઉદ્દબોધ છે. રામનામ સાકરનો ટુકડો છે. મુખમાં મમળાવાથી અમીરસ ગુટકી ઝરે છે, એમ કહીને નામકીર્તન રસને એ ઇન્દ્રિયગમ્ય બનાવે છે. એના હૈયામાં આ હરિને મળવાની ઉત્સુકતા છે. એ મેળાપમાં ક્ષણનોય વિયોગ એનાથી રહ્યો જતો નથી. પ્રભુમિલનની ઉત્સુકતા અને પ્રભુમિલનની વ્યથા, મીરાંની કવિતાના પ્રધાન સૂર છે. મીરાંના પ્રભુ ગિરધરલાલ છે. એથી આ સંવેદનો ‘ગિરધરલાલ'ના સંદર્ભમાં વ્યક્ત થયાં છે. પરંતુ આ ગિરધરલાલ ‘અવિનાશી વિશ્વેભર રૂપે પરમતત્ત્વનું જ એક રૂપ છે, એ ભૂલવાનું નથી. અને એથી જ મીરાં પણ સંપ્રદાયનિરપેક્ષ સાધિકા તરીકે પ્રતિષ્ઠા પામી છે. સહજ-સાધનાના સાધકની જેમ, મીરાંએ સહજસ્થિતિનો ઉપભોગ કરવાનું સ્વીકાર્યું છે. અપ્રાપ્યની આકાંક્ષા અને પ્રાપ્યની સુરક્ષાની ચિંતમાં જીવ વર્તમાનના સુખને ભોગવી શકતો નથી. અનાગત અને અતીત પરત્વે નિર્મમ બની વર્તમાન સાથે તાટથ્ય કેળવી સાક્ષીભાવે જીવન જીવવામાં મુક્તિનો આનંદ અનુભવાય છે. સહજવાદનું આ સત્ય મીરાંએ ગાયું છે. “રામ રાખે તેમ રહીએ, ઓધવજી! રામ રાખે તેમ રહીએ! આપણે ચીઠીના ચાકર છઈએ, ઓધવજી.” સ્વ-શરીર પરની પણ આસક્તિ છોડવાની વાત મીરાંએ કરી છે. તનનો તંબૂર બનાવી એ તંબૂરને બજવવા માટે જીવનો તાર તાણવાની એની વાતમાં આ નિરાસક્તિ અને ઉત્કટ સમર્પણનો ભાવ જોઈ શકાય છે. સંસાર-સાગરમાં ડૂબીને કાયાનો વિનાશ કરવા એ માગતી નથી. પ્રભુમિલનની ઝંખનાને કારણે નયણાંના નીરથી કાયાવાડીને પ્રફુલ્લ રાખવાની એ, એથી, વાત કરે છે. કહાનજીના હાથનો કાયાવાડીને સ્પર્શ થશે ને બિન ચંપે કળીઓ’ ફૂટી નીકળશે એવી સાધક-શ્રદ્ધા એના હૈયામાં વસી છે. એથી જ એ
SR No.032073
Book TitleGujarati Sahityano Itihas Part 02 Khand 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2003
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy