SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Page Text
________________ ફગુસાહિત્ય: જૈન અને જૈનેતર ૩૦૧ કરતાં નરનારીઓની ગતિનું પ્રતિબિંબ ઝીલે છે. એનું વસન્તનું વર્ણન જુઓ : ૫ અહે વન સુયડઉં રલિયાવણઉ, અનુ વિતસિય વણરાએ, અહેવાલી વેઉલુ વિઉલુસિરી, કેતકી તહિ જાએ. અહે કોઇલિસાદુ સોહાવણઉ, મોરિ મધુર વાસંતિ, અહે ભમરા રણઝણરુણ કર, કિધરિ કિન્નરિ ગાયંતિ.” રથ ઉપર ચડીને વિવાહતોરણે આવતા ઈન્દ્ર કે ચન્દ્ર સમાન નેમિકુમારના રૂપનું વર્ણન કવિ કરે છે :૩૬ અહે કુ ઇંદુ કે ચંદુ કે, હરિહરુ અરુ બંભાણ, અહે સવિહિ રૂપરિસેસ, સિવિદિવિ તણ નંદાણ; અહે જાલગવફ ખે રાઇમઈ, જોયએ પ્રયુ આવંતુ.” આ કાવ્યનો વ્યાપ ભલે મર્યાદિત હોય; પણ એની કવિત્વશક્તિ મર્યાદિત નથી. અન્ય નેમિવિષયક ફાગુઓ – સમરની અને પા જેવા કવિઓની કૃતિઓ સામાનય પ્રકારની રચનાઓ હોઈ એ સમુધરની તોલે પણ આવી શકતી નથી. કેવળી અને આચાર્યવિષયક ફાગુઓ જંબુસ્વામી ફાગ'- અન્ય કેવળીઓ (= કેવળજ્ઞાનીઓ) અને આચાર્યો વિષેનાં કાવ્યોમાં અજ્ઞાત કવિ કૃત જંબુસ્વામી ફાગ’ અત્યારસુધી પ્રાપ્ત રચનાઓમાં સૌથી જૂનો છે. ઈ. ૧૩૭૪ (સં.૧૪૩૦)માં એ રચાયો હતો એવો કાવ્યને અંતે ઉલ્લેખ છે. આંતર યમક વાળા ૬૦ દુહામાં એ લખાયો છે. જૈન પરંપરામાં જંબુસ્વામીનું કથાનક સુપ્રસિદ્ધ છે. જૈન ધર્મના ઇતિહાસમાં તેઓ ચરમ-છેલ્લા કેવળી તરીકે સુજ્ઞાત છે. મગધમાં રાજગૃહ નગરના શ્રેષ્ઠી ઋષભદત્ત અને એની પત્ની ધારિણીના તેઓ એકના એક પુત્ર હતા. યુવાવસ્થામાં આવ્યા પછી તેઓ એક વાર વસંત ઋતુમાં વૈભારગિરિ ઉપર ક્રીડા કરવાને ગયા હતા. ત્યાંથી પાછા ફરતાં ગણધર સુધમાં સ્વામી સાથે એમનો સમાગમ થયો, અને પૂર્વના સંસ્કારોથી એમનું મન સંસારથી વિરક્ત થયું. આ પહેલાં એમનો વિવાહ શ્રેષ્ઠીઓની આઠ કન્યાઓ સાથે થયો હતો. લગ્ન પછી તરત જ દીક્ષા લેવાની અનુમતિની શરતે એમણે વિવાહ માટે અનુમતિ આપી. વિવાહની પ્રથમ રાત્રિએ ઘરમાં સૌ ઊંઘી ગયાં હતાં, પણ જંબુકુમાર જાગતા હતા. ત્યારે પ્રભવ નામનો ચોર એના પાંચસો સાથીઓ સાથે ચોરી કરવાને ઘરમાં
SR No.032073
Book TitleGujarati Sahityano Itihas Part 02 Khand 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2003
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy