SearchBrowseAboutContactDonate
Page Preview
Page 317
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૦ ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ગ્રંથ ૨,ખંડ - ૧ જયશેખરસૂરિરચિત નેમિનાથ ફાગુ- પ્રબોધચિન્તામણિ' અને ત્રિભુવનદીપક પ્રબન્ધએ રૂપકગ્રન્યિના રચયિતા શ્રી જયશેખરસૂરિએ ઈ.૧૪૦૪ (સં. ૧૪૬૦)ની આસપાસમાં બે નેમિનાથવિષયક ફાગુઓ રચ્યા છે : પહેલા ફાગુને એમણે નેમિનાથ ફાગુ' કહ્યો છે, અને બીજાને “શ્રીનેમિનાથસ્ય ફાગુબંધન સ્તુતિ એવું અભિધાન આપ્યું છે. પ્રથમ ફાગુ ગાયકવાડ્ઝ ઓરિએન્ટ સીરીઝના ગ્રંથાંક ૧૧૮ ગુર્જર રાસાવલિ'માં છપાયો છે; બીજો ભોગીલાલ સાંડેસરાએ એમના પ્રાચીન ફાગુસંગ્રહના અંતભાગે અનુપૂર્તિમાં મુદ્રિત કર્યો છે. સમગ્ર પ્રથમ ફાગુ આંતરયમકવાળા દુહામાં છે, અને બીજો લગભગ અર્ધ સુધી (૨૪ કડી સુધી) આંતરયમકવાળા દુહામાં છે, અને પછી રોળાની બનેલી “ભાસ આવે છે. ઉત્તરાર્ધમાં વચ્ચે વચ્ચે એ ખંડિત છે. જયશેખરસૂરિના પહેલા “નેમિનાથ ફાગુમાં ઘણી પંક્તિઓમાં “વસન્તવિલાસની પદાવલીનો રણકો સંભળાય છે, અને અલંકારોમાં સામ્ય વરતાય છે. ઉ. ત. વસંતવર્ણન પ્રસંગની આ પંક્તિઓ જુઓ * ‘એકલી કરબકની કલી નીકલી ગિઉ અભિમાન, દેખઉં કેવડી કેવડી જેવડી કરવત ધારિ. લઈ એ કેલીહર દીહર ખલ જિમ ખેમુ વિલવઈ વિરહકરાલિય બાલિય ઇમ એકંતિ. વનિ વનિ વિકસઈ ઉલ ખેઉ લગાડઈ ચીતિ, વર વિલસઈ અવલેસર કેસર હઠિ સુવેસ.' એ પછી કૃષ્ણની રાણીઓની અને કૃષ્ણનેમિની વસન્તક્રીડા અને જલક્રીડા વર્ણવી છે. રાજિમતીની દેહયષ્ટિનું અને અલંકારોનું વર્ણન પણ એવું જ સુભગ છે. આ કાવ્ય નેમિનાથવિષયક ફાગુકાવ્યોમાં અગ્રસ્થાનનું અધિકારી છે. જયશેખરસૂરિનો દ્વિતીય નેમિનાથ ફાગુ' એના સંવિધાન પરત્વે રાજશેખરસૂરિ અને જયસિંહસૂરિની રચનાનું સ્મરણ કરાવે છે; પણ એમાં પહેલા નેમિનાથ ફાગુ' જેવી વર્ણનસમૃદ્ધિ અને અલંકારશોભા નજરે પડતી નથી. સમુધરકૃત “શ્રીનેમિનાથ ફાગુ' – એ પંદરમા શતકના અંતભાગ અને સોળમા શતકના પ્રારંભકાળે રચાયેલી કૃતિ છે. એનો બંધ જૂનાં, આરંભકાળનાં ફાગુકાવ્યોની માફક સાદો છે. એનો છંદ દુહો જ છે, માત્ર વિષમ ચરણની આગળ ત્રણ માત્રાનો “અહ” શબ્દ ઉમેર્યો છે. “વસંતવિલાસ' જેવી યમકસાંકળી એમાં નથી, એથી છંદોબંધ વધારે સાદો બન્યો છે, તો કાવ્યમાં વેગ અને પ્રવાહિતા ઘણાં વધ્યાં છે, જે વસંતમાં વિહાર
SR No.032073
Book TitleGujarati Sahityano Itihas Part 02 Khand 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2003
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy