SearchBrowseAboutContactDonate
Page Preview
Page 319
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૨ ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ગ્રંથ : ૨, ખંડ - ૧ દાખલ થયો. જંબુકુમારના બ્રહ્મચર્યને પ્રતાપે સ્તંભનવિદ્યાને બળે એના પગ ત્યાં જ જડાઈ ગયા. જંબુકુમારે પ્રભવ અને એના સાથીઓને પ્રતિબોધ પમાડ્યો. આઠ પત્નીઓ સાથે જંબુકુમારે સુધર્માસ્વામી પાસે દીક્ષા લીધી. પ્રભવે પણ દીક્ષા લીધી, અને જંબુસ્વામીનો શિષ્ય બન્યો. છત્રીસમે વર્ષે જંબુસ્વામીને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. પ્રસ્તુત ‘જંબુસ્વામી ફાગ'માં આરંભે જંબુકુમારના સ્વરૂપનું વર્ણન કર્યું છે : નિરુવમ રૂવિ પુરંદરુ, સુંદર સોહગ સારુ, કદલીદલાવલિકોમલુ, નિમ્મલ જસ આધા. સિમંડલ ગંગાજલ ઉજ્જલ, ગુણિ સંજુત્તુ, લાવનિસરલીલાવન, જોવનવય સંપુત્તુ.' ,39 એ પછી વસંતનું વર્ણન આવે છે. કાવ્યના મધ્યભાગથી જંબુકુમાર સાથે વિવાહિતા કન્યાઓનું વર્ણન શરૂ થાય છે. એમાં સ્થળે સ્થળે ‘વસંતવિલાસ’ની છાયા પડી છે:૩૮ અહરબિંબ પરવાલિય, લાલીય રાગ વિસેસુ, વિમલકપોલ તિ દીપઇ, જીપઇ દિણય૨કંતિ. અતિ સરલિય ભૂયયલીય, કુંયલીય કમલ સમાણ. કાનિહિં કંતિહિં મંડલ, કુંડલ લહલહતિ.' આચાર્ય–વિષયક ફાગુઓની પરંપરા આચાર્ય કે ગુરુને અનુલક્ષીને વિક્રમના પંદરમા અને સોળમા સૈકામાં ઘણા ફાગુઓ રચાયા છે. એમાં ઈ. ૧૨૮૫ (સં. ૧૩૧૪) આસપાસ રચાયેલો ‘જિનચંદસૂરિ ફાગુ' સૌથી જૂનો છે. સોળમા શતકના અરસાના દેવરત્નસૂરિ ફાગ’, ‘સુમતિસુન્દરસૂરિ ફાગુ’, ‘હેમરત્નસૂરિ ફાગ' વગેરે આ પ્રકારના ફાગુઓ છે. એમાં પ્રથમ ગુરુનું પૂર્વચરિત્ર આપીને પછી કોઈ નિમિત્તે વસંતવર્ણન કરીને, એ સાથે જ સ્ત્રીના સૌન્દર્યનું વર્ણન કર્યું હોય છે. વસ્તુતઃ આ ફાગુઓ ગુરુપ્રશસ્તિરૂપના છે; એમાં વસંતવર્ણનાદિક માત્ર ઔપચારિક છે. એથી સાહિત્યકૃતિ કરતાં એ સાંપ્રદાયિક પરંપરાનું આલેખન કરતી રચનાઓ બની રહે છે. કથાકાવ્ય કે ચરિત્ર રૂપના ફાગુઓ સત્તરમા શતકનાં બે ફાગુકાવ્યો – કનકસોમનો મંગલકલશ ફાગ’ અને કલ્યાણકૃત ‘વાસુપૂજ્ય મનોરમ ફાગ’- ફાગુપરંપરામાં વિલક્ષણ રીતે જુદા તરી આવે છે. -
SR No.032073
Book TitleGujarati Sahityano Itihas Part 02 Khand 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2003
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy