SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ ફગુસાહિત્ય: જૈન અને જૈનેતર ૨૯૯ श्रीनेमेः परमेश्वरस्य यमकालंकारसारं मनः। स्मेरीकारक-रंगसागरमहाफागं करिष्ये नवम् ।। એની વર્ણનસમૃદ્ધિ અસાધારણ સુંદર છે. “એમાં નેમિનાથના જન્મ પ્રસંગથી માંડીને ચરિત્ર આપવામાં આવ્યું છે. નેમિનાથના જન્મ પૂર્વે માતા શિવાદેવીને શુભ સ્વપ્નો આવે છે ત્યાંથી કાવ્યનો આરંભ થાય છે. આ ફાગની શૈલી અત્યંત મનોરમ છે. સંસ્કૃત વૃત્તોનો ઉપયોગ એની વિશેષતા છે. કાવ્યની ભાષા જૂની ગુજરાતી છે, પણ કાવ્યબંધ ઉપર સંસ્કૃત કવિતાની ઘણી અસર છે. સંસ્કૃત સાહિત્યની ઉપમાઓ અને અલંકારોથી કાવ્ય શોભે છે. એમાં વચ્ચે વચ્ચે ‘વસંતવિલાસ' સાથેનું સામ્ય પણ વરતાય છે. એનું વસંતનું વર્ણન જુઓ : આવી એ મધુમાધવી રતિ ભલી, ફૂલી સવે માધવી, પીલી ચંપકની કલી મયણની, દીવી નવી નીકલી; પામિ પાડલ કેવડી ભમરની પૂગી રુલી કેવડી, ફૂટે દાડિમિ રાતડી વિરહિયાં દોલ્હી દૂઈ રાતડી.૩૨ માણિકયસુંદરસૂરિકત નેમીશ્વરચરિત ફાગબંધ’ – પ્રાચીન ગુજરાતી કાદંબરી કથા સમ “પૃથ્વીચન્દ્રચરિત્ર' (અપરનામ “વાગ્વિલાસ')ની અસાધારણ અલંકૃત ગદ્યકથાના રચયિતા માણિક્યસુંદરસૂરિએ નમીશ્વરચરિત ફાગબંધ'ની રચના ઈ. ૧૪૨૨, (સં.૧૪૭૮)ની આસપાસમાં કરી છે. કુલ ૯૧ કડીના એ કાવ્યમાં ૧૭ સંસ્કૃત શ્લોક છે અને ૭૪ પ્રાચીન ગુજરાતી છંદો છે. આરંભમાં ત્રણ સંસ્કૃત શ્લોક આપીને પછી “રાસ' (સવૈયા બત્રીસાને મળતો ઢાળ), અઢયુ (૧લું ચરણ ચરણાકુલનું, બીજું દુહાના ઉત્તરાર્ધનું + ૨ માત્રાનો ગીતવણ), અને ફાગુ, એ ત્રણ છંદોમાં રચના કરી છે. પ્રશિષ્ટ “વસંતવિલાસ'ની માફક આ કવિની બાની પ્રાસાદિક છે એની પ્રતીતિ અનેક પંક્તિઓ કરાવી જાય છે. ઉ. ત. વસંતવર્ણનની આ બે કડીઓ જુઓ : ‘ઇણિ વચનિ હરિ આણંદીઅલા, ઋતુ વસંત અવસર આઈયલા: વાઈલા દક્ષિણ વાયુ તુ, જિન જિન – ધ્રુવપદ, કુસુમિ કુસુમિ ભમરા રણઝણીઆ, મયણરાય હયવર હણહણીઆ : ખેલે માસ વસંત તુ, જિન જિન જાઈ જૂઈ વર કિશુક, કિ શુકવદન સુવૃક્ષ ત્રિભુવન જન-આનંદન, ચંદન ચંપક વૃક્ષ.૩૩
SR No.032073
Book TitleGujarati Sahityano Itihas Part 02 Khand 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2003
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy